Home /News /tech /BSNLના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર! જાન્યુઆરીથી શરૂ થાય છે 4G સેવાઓ
BSNLના કરોડો ગ્રાહકો માટે સારા સમાચાર! જાન્યુઆરીથી શરૂ થાય છે 4G સેવાઓ
જાન્યુઆરીથી શરૂ થાય છે 4G સેવાઓ
BSNL તેની 4જી સર્વિસનો રોલઆઉટ કરવાની તૈયારીમાં છે અને તે જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. BSNL એ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ‘4G સેવા શરૂ થયા પછી, પહેલા કરતા વધુ ગ્રાહકો કંપની સાથે જોડાશે.’
નવી દિલ્હી: સરકારી ટેલીકોમ કંપની BSNL 4જી નેટવર્કને લઈ ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે કંપની તેની 4જી સર્વિસને રોલઆઉટ કરવાની તૈયારીમાં છે, તે જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. સૂત્રોની માહિતા પ્રમાણે TCS કંપનીએ 4જી નેટવર્ક માટે ટૅન્ડર ચાલુ રાખ્યું છે. TCS 2 થી 3 દિવસની અંદરની ટાંકીને તેની માહિતી આપી શકે છે. કંપનીને 1 લાખ ટાવર લગાવવાનો ઓર્ડર મળશે તેમ જાણવા મળે છે.
BSNL એ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ‘4G સેવા શરૂ થયા પછી, પહેલા કરતા વધુ ગ્રાહકો કંપની સાથે જોડાશે. સરકારનું માનવું છે કે BSNLના 4G નેટવર્કના રોલઆઉટ સાથે ભારતની ગણતરી અમેરિકા, સ્વીડન, ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોની ક્લબમાં થવા લાગશે.’
BSNL તેની 4G સેવા આવતા વર્ષની શરૂઆતમાં શરૂ કરી શકે છે. ટાટા સન્સનું એકમ તેજસ નેટવર્ક BSNL માટે નેટવર્ક રેડિયો સાધનોનું ઉત્પાદન કરશે. TCS ને પણ આગામી 9 વર્ષ સુધી નેટવર્ક જાળવવું પડશે. સરકારે ટેન્ડરને મંજૂરી આપી દીધી છે. BSNLના 4G ટેન્ડરમાં માત્ર એક કંપની ક્વોલિફાય થઈ હતી.
સૂત્રોની માહિતી પ્રમાણે માનીએ તો BSNL ने अगस्त 2023 સુધી 5G નું લોંચ કરવાનો પ્લાન બનાવ્યો છે. 4G અને 5G સર્વિસ એક સાથે વિસ્તાર કરવા માંગે છે. તેના માટે નવી યોજના બનાવવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર