BSNLના ગ્રાહકો માટે મોટા સમાચાર! આવતા મહિનાથી વધી શકે છે કૉલિંગ અને ડેટાનો ચાર્જ

News18 Gujarati
Updated: November 21, 2019, 2:47 PM IST
BSNLના ગ્રાહકો માટે મોટા સમાચાર! આવતા મહિનાથી વધી શકે છે કૉલિંગ અને ડેટાનો ચાર્જ
પ્રતીકાત્મક તસવીર

આ ભાવ વધારાના કારણે BSNL બીજી ટૅલિકોમ કંપનીઓ સામે મુકાબલો કરી શકશે

  • Share this:
નવી દિલ્હી : સરકારી દૂરસંચાર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના પ્લાનને રિવ્યૂ કરી રહી છે અને ત્યારબાદ ડિસેમ્બરથી ટૅરિફ પ્લાન (Call Tariff Hike Soon) વધારી શકે છે. તેની સપ્તાહની શરૂઆતમાં વૉડાફોન (Vodafone), આઈડિયા (Idea) અને ઍરટલ (Bharti Airtel)એ પણ કહ્યું હતું કે તેઓ પોતાના ટૅરિફ વધારશે. નોંધનીય છે કે, ઑક્ટોબરમાં સરકારે નુકસાનમાં ચાલી રહેલી બે સરકારી દૂરસંચાર કંપનીઓ એમટીએનએલ અને બીએસએનએલના 74 હજાર કરોડના રિવાઇવલ પૅકેજને મંજૂરી આપી હતી પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે તે પૂરતું નહોતું.

બીએસએનએલના એક વરિષ્ઠ અધિકારીએ ઇકોનૉમિક ટાઇમ્સને જણાવ્યું કે, અમે લોકો હાલના સમયમાં પોતાના વૉઇઝ અને ડૅટા ટૅરિફ પર કામ કરી રહ્યા છીએ અને તેને વધારીશું. જોકે, તેઓએ એ ન જણાવ્યું કે ટૅરિફમાં કેટલો વધારો કરવામાં આવશે. પરંતુ એવું કહ્યું કે કેટલાક સપ્તાહમાં જ સબ્સક્રાઇબર્સને તેની સૂચના આપી દેવામાં આવશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ટૅરિફ હાઇક કંપની માટે સારી સાબિત થશે કારણ કે કંપનીને એડિશનલ કૅશ ફ્લો મળશે જેનાથી બીએસએનએલ બીજી ટૅલિકોમ કંપનીઓ સામે મુકાબલો કરી શકશે.

નોંધનીય છે કે, ઇન્ટરકનેક્શન યૂઝર્સ ચાર્જિસ (આઈયૂસી) પર ટેલિકૉમ માર્કેટમાં છેડાયેલા ઘમાસાણની વચ્ચે ભારતી ઍરટેલે ટેલિકૉમ રેગ્યુલેટરથી આઈયૂસી ખતમ કરવાની અવધિ વધારવા માટે કહ્યું હતું. પહેલા તેની ડેડલાઇન 2020 હતી અને જાન્યુઆરી 2020થી તેને સમગ્રપણે ખતમ કરવાની હતી. જિયો આ ચાર્જને ખતમ કરવા માંગતું હતું અને એવું ન થવાના કારણે યૂઝર્સને હવે સીધી આઈયૂસી મિનિટ્સ માટે રિચાર્જ કરાવવો પડી રહ્યો છે.

આ પણ વાંચો,

સાવધાન! ફેસબુક પર દર વર્ષે 5 લાખ લોકો થાય છે 'Revenge Porn'નો શિકાર
બજેટ ફોન : આ છે 10 હજારથી ઓછી કિંમતના 6 બેસ્ટ સ્માર્ટફોન
First published: November 21, 2019, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading