Home /News /tech /

BSNLના 4 સસ્તા પ્લાન, 90 દિવસ સુધી મળશે ડેટા, ફ્રી કૉલિંગ અને SMS, જાણો કિંમત

BSNLના 4 સસ્તા પ્લાન, 90 દિવસ સુધી મળશે ડેટા, ફ્રી કૉલિંગ અને SMS, જાણો કિંમત

BSNLના પ્રીપેડ રિચાર્જ પોર્ટફોલિયોમાં ઘણાં આકર્ષક પ્લાન્સ આવે છે.

BSNL Recharge Plan: BSNL કેટલાક પ્લાન્સમાં અફોર્ડેબલ પ્રાઇસ પર વધારે ડેટા અને લાંબી વેલિડિટી ઓફર કરે છે. જો તમને એવો જ કોઈ પ્લાન જોઈએ છે તો અમે તમારા માટે તેની માહિતી લઈને આવ્યા છીએ.

    BSNL Recharge Plan: ભારતીય ટેલિકોમ સેક્ટરમાં Jio, Airtel અને Vi જેવા પ્રાઇવેટ ટેલિકોમ ઓપરેટર્સનો દબદબો છે. આ ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે બીએસએનએલ (BSNL) સતત નવી-નવી ઓફર્સ અને પ્લાન્સ લોન્ચ કરતી રહે છે. કંપનીના પ્રીપેડ રિચાર્જ પોર્ટફોલિયોમાં ઘણાં આકર્ષક પ્લાન્સ આવે છે.

    કેટલાક પ્લાન્સમાં BSNL અફોર્ડેબલ પ્રાઇસ પર વધારે ડેટા અને લાંબી વેલિડિટી ઓફર કરે છે. જો તમને એવો જ કોઈ પ્લાન જોઈએ છે તો અમે તમારા માટે તેની માહિતી લઈને આવ્યા છીએ.

    BSNL STV 399

    BSNLનો આ પ્લાન 1GB ડેઇલી ડેટા સાથે આવે છે. એટલે કે આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 1GB ડેટા મળે છે. તેની વેલિડિટી 80 દિવસની છે અને તેમાં ફ્રી વોઇસ કૉલિંગ બેનિફિટ પણ મળે છે.

    આ પણ વાંચો: Jio, Airtel, Vi: એક વખતના રિચાર્જ પર કરો આખું વર્ષ ફ્રી કોલિંગ, દમદાર બેનિફિટ્સ સાથે આવે છે આ પ્લાન

    એટલે કે 399 રૂપિયામાં તમને ડેઇલી 1GB ડેટા સાથે અનલિમિટેડ કૉલિંગ અને 100 SMSની સુવિધા મળશે. આ ઉપરાંત તમને BSNL ટ્યુન અને લોકધુન કન્ટેન્ટ મળશે.

    STV 429

    આ લિસ્ટમાં બીજો પ્લાન 429 રૂપિયાનો છે. આ પ્લાનમાં કસ્ટમર્સને ડેલી 1GB ડેટા મળે છે. કન્ઝ્યુમર્સને 81 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઇસ કૉલ્સ અને 100 ડેઇલી SMSની સુવિધા મળશે. સાથે જ યુઝર્સ Eros Now એન્ટરટેઇનમેન્ટ સર્વિસનો ફાયદો પણ ઉઠાવી શકશે.

    100 GB ડેટાવાળો પ્લાન

    કંપનીના પોર્ટફોલિયોમાં 100 GB ડેટાવાળો પ્લાન પણ છે. આ માટે યુઝર્સે 447 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તેમાં યુઝર્સને ડેટા લિમિટ ખતમ થયા બાદ 80Kbps સ્પીડથી ડેટા મળતો રહેશે. આ પ્લાનની વેલિડિટી 60 દિવસની છે.

    આ પણ વાંચો: IRCTC ઓનલાઇન ટિકિટ બુકિંગની પ્રોસેસ બદલાઈ, જાણો કઈ રીતે બુક કરવી ટિકિટ

    ડેટા વાઉચર હોવા છતાં પણ આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કૉલિંગ અને ડેઇલી 100 SMSની સુવિધા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને BSNL ટ્યુન અને Eros Now પ્લેટફોર્મનું એક્સેસ પણ મળે છે.

    કંપની 499 રૂપિયાનું પણ એક સ્પેશ્યલ ટેરિફ વાઉચર ઓફર કરે છે, જેમાં યુઝર્સને ત્રણ મહિનાની વેલિડિટી માટે 2GB ડેટા ડેઇલી મળે છે. આ સાથે કસ્ટમર્સને અનલિમિટેડ કૉલિંગ અને 100 SMS ડેઇલી મળે છે. જો કે, તેમાં યુઝર્સને OTT સબસ્ક્રિપ્શન નથી મળતું.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bsnl, Gujarati tech news, Mobile and Technology, Recharge Plan

    આગામી સમાચાર