BSNLના નવા બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ, આ પ્લાનમાં થયો ફેરફાર

News18 Gujarati
Updated: July 5, 2019, 11:10 AM IST
BSNLના નવા બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ, આ પ્લાનમાં થયો ફેરફાર
BSNL દ્વારા નવા બ્રોડબેન્ડ પ્લાન અમલમાં મુકાયા છે.

BSNL દ્વારા નવા બ્રોડબેન્ડ પ્લાન અમલમાં મુકાયા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી:  ભારત સંચાર નિગમ લિમિટેડ(BSNL)એ ચાર નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યા છે. (BSNL) એ 1 જુલાઇથી નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કર્યા છે અને વર્તમાન પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોઇએ કે ક્યા પ્લાનમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા બ્રોડબેન્ડ પ્લાન રજૂ

1) 1.5 GB BSNL CUL પ્લાનની 8 MBPS સુધીની સ્પીડ રાખવામાં આવી છે, તમામ નેટવર્ક પર તેની હાઇસ્પીડ 1 MBPS સુધી છે. જેમાં તમને દરરોજ 1.5 GB ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં 24 કલાક સુધી BSNL નેટવર્ક + બધા નેટવર્ક પર ફ્રી રાત્રી કોલિંગ સુવિધા મળી રહી છે, સાથે જ અન્ય નેટવર્ક પર ફ્રી કોલ્સ મળી રહ્યા છે . આ પ્લાનની કિંમત 299 રુપિયા છે. જેની પ્લાનની વેલિડીટી એક મહિના છે.

2) 2 GB BSNL CUL પ્લાનમાં કુલ બ્રેન્ડવીથ સ્પીડ 8 MBPS સ્પીડ મળી રહી છે. ત્યારબાદ MBPS સુધી સ્પીડ મળશે. જેમા તમને દરરોદ 2જીબી ડેટા આપવામાં આવશે, આ ઉપરાંત આ પ્લાનમાં 24 કલાક ફ્રી BSNL નેટવર્ક + તમામ નેટવર્ક પર ફ્રી રાત્રી કોલિંગ + અન્ય નેટવર્ક પર 600 રુપિયાના ફ્રી કોલ્સનો આનંદ લઇ શકશો. આ પ્લનની કિંમત 349 રુપિયા છે.

3) 2 GB BSNL CUL પ્લાનમાં 8 MBPSની બેન્ડવિડ્થ સ્પીડ મળશે, તેમ તમને દરરોજ 2 GB ડેટા મળશે, આ પ્લાનમાં 24 કલાક દેશના તમામ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ સુવિધાનો લાભ લઇ શકશો. આ પ્લાનન કિંમત 399 રુપિયા છે.

4) 3 GB BSNL CUL ના આ પ્લાનમાં 8 MBPS સુધીની સ્પીડનો ઉપયોગ કરી શકો છો. ત્યારહબાદ 1 MBPS સુધી સ્પીડ મેળવી શકો છો. આમા તમને દરરોજ 3 GB ડેટા મળશે અને 24 કલાક દેશના તમામ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ સુવિધાનો લાભ લઇ શકશો. આ પ્લાનન કિંમત 499 રુપિયા છે.
Loading...

5) 500 MB BSNL CUL પ્લાનમાં 50 MBPS સુધીની બેન્ડ સ્પીડનો લાભ ત્યાર બાદ 500 GB અને 2 MBPS સુધીનો ફાયદો ઉઠાવી શકો છો અને 24 કલાક દેશના તમામ નેટવર્ક પર ફ્રી અનલિમિટેડ કોલિંગ સુવિધાનો લાભ લઇ શકશો. આ પ્લાનન કિંમત 7779 રુપિયા છે.

આ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો

1). BB BSNL CUL પ્લાન બદલીને 2GB BSNL CUL કરવામાં આવ્યો છે. જેમાં હાઈ સ્પીડ 1.5 GB થી વધારીને 2 GB અને દેશભરના તમામ નેટવર્ક પરના ફ્રી કોલ્સ 300 થી વધારીને 600 રુપિયા કરવામાં આવ્યાં છે આ પ્લાનની મહિનાની કિંમત 299 થી વધારીને 349 રુપિયા કરવામાં આવી છે.

2). 3 GB Plan પ્લાન બદલીને 4 GB Plan કરવામાં આવ્યો છે. જેમાં હાઈ સ્પીડ 8 MBPS સુધી 3 GB થી વધારીને 10 MBPS સુધી 4 GB કરવામાં આવી છે અને દેશભરના તમામ નેટવર્ક પર 24 કલાક અનલિમીટેડ વાત કરવાની સુવીધા આપવામા આવી છે. આ પ્લાનની મહિનાની કિંમત 549 થી વધારીને 599 રુપિયા રાખવામાં આવી છે.

3). 500 GB Plan ને બદલીને 600 GB Plan કરવામાં આવ્યાં છે જેમાં 50 MBPS સુધીનો હાઇ સ્પીડ 500 GBથી વધારીને 600 GB કરવામા આવી છે. આ પ્લાનની મહિનાની કિંમત 777 થી વધારીને 849 રુપિયા કરવામાં આવી છે.

4). 50 GB Plan ને બદલીને 55 GB Plan કરવામાં આવ્યો છે જેમાં 100 MBPS સુધીનો હાઇ સ્પીડ 50 GB/ થી વધારીને 55 GB/ કરવામાં આવી છે. આ પ્લાનનની કિંમત 777થી વધારીને 849 રુપિયા કરવામાં આવી છે.

વધુમાં, વર્તમાન પ્લાનમાં છ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા ગ્રાહકોને આ ફેરફાર 1 જુલાઇથી લાગુ પડશે અને તે સિવાયના ગ્રાહકોને 6 મહિનાબાદ લાગુ પડશે.

 
First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...