Home /News /tech /BSNL Recharge Plan: 395 દિવસ સુધી મળશે ડેઇલી 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો કિંમત
BSNL Recharge Plan: 395 દિવસ સુધી મળશે ડેઇલી 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો કિંમત
આ પ્લાનથી BSNL તેના ગ્રાહકોને 395 દિવસ સુધી નેટવર્ક પર સક્રિય રહેવાનો વિકલ્પ આપી રહી છે.
BSNL Prepaid Plan: ગયા મહિને BSNLએ 197 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં 100 દિવસની વેલિડિટી મળે છે, પરંતુ રિચાર્જના પહેલા 18 દિવસ માટે 2GB ડેઇલી હાઇ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો ઉઠાવી શકાય છે.
BSNL Prepaid Plan: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ બુધવારે 797 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન (BSNL latest plan) લોન્ચ કર્યો, જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે. બીએસએનએલના આ નવા પ્રીપેડ રિચાર્જ પેકમાં અનલિમિટેડ વોઇસ કોલ, 2 GB ડેઇલી હાઈ-સ્પીડ ડેટા અને દરરોજ 100 ફ્રી SMS જેવા બેનિફિટ્સ સામેલ છે. એક ઇન્ટ્રોડક્ટરી ઓફર તરીકે 797 BSNL પ્રીપેડ રિચાર્જ પ્લાન એક્સ્ટ્રા 30 દિવસની વેલિડિટી પણ આપે છે, જેથી કુલ વેલિડિટી 395 દિવસની થઈ જાય છે. બીએસએનએલનો નવો પ્લાન આખા ભારતમાં ઉપલબ્ધ છે.
797 રૂપિયાના BSNL પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં 60 દિવસ માટે અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલનો ફાયદો આપે છે. આ સિવાય તમને 60 દિવસ માટે 2GB હાઈ-સ્પીડ ડેઇલી ડેટા અને દરરોજ 100 ફ્રી એસએમએસનો પણ લાભ મળશે. એનો અર્થ એ છે કે ભલે પ્લાનની વેલિડિટી 365 દિવસની છે, પરંતુ તમને આ પ્લાનના ફાયદા ફક્ત શરૂઆતના 60 દિવસ માટે જ મળશે. ડેઇલી હાઈ-સ્પીડ ડેટા કોટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 80 kbps થઈ જાય છે.
BSNLની એક ટ્વિટ મુજબ એક્સ્ટ્રા 30 દિવસની વેલિડિટી 12 જૂન સુધી માન્ય છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે 797 રૂપિયાનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન એ બધા સર્કલોમાં ઉપલબ્ધ છે, જ્યાં કંપની સર્વિસ આપે છે.
યુઝર્સ BSNL ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને નવા પ્લાન સાથે રિચાર્જ કરી શકે છે. તે BSNL સેલ્ફકેર એપ દ્વારા 4 ટકાના ડિસ્કાઉન્ટ સાથે પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, રિચાર્જ પ્લાન Google Pay અને Paytm સહિત અન્ય થર્ડ-પાર્ટી સોર્સના માધ્યમથી પણ ઉપલબ્ધ છે.
797 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ કરીને BSNL તેના ગ્રાહકોને 395 દિવસ સુધી નેટવર્ક પર સક્રિય રહેવાનો વિકલ્પ આપી રહી છે. જેમની પાસે BSNL સિમ એક સેકન્ડરી નેટવર્ક તરીકે છે તેમના માટે આ ઉપયોગી છે.
ગયા મહિને BSNLએ 197 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં 100 દિવસની વેલિડિટી મળે છે, પરંતુ રિચાર્જના પહેલા 18 દિવસ માટે 2GB ડેઇલી હાઇ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલિંગનો ફાયદો ઉઠાવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર