Home /News /tech /

ઈદના દિવસે BSNL લોન્ચ કરશે સસ્તો પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને 5GB ડેટા

ઈદના દિવસે BSNL લોન્ચ કરશે સસ્તો પ્લાન, મળશે અનલિમિટેડ કોલિંગ અને 5GB ડેટા

BSNL ઈદના દિવસે નવો પ્લાન લોન્ચ કરશે

આટલું જ નહીં, આ પ્લાનમાં રાત્રે 12 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી તમે અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકશો.

    Tech News: ભારતીય ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL) પોતાના ગ્રાહકોને લોભાવવા માટે સમય સમય પર ખાસ ઓફર અને પ્લાનની જાહેરાત કરી રહે છે. હવે ઇદ (bakrid)ના અવસર પર બીએસએનએલ તેના ગ્રાહકો માટે ખાસ ઓફર આપી રહી છે. 21 જુલાઈ એટલે કે ઇદ પર, બીએસએનએલ  (BSNL New Plan) પોતાના ગ્રાહકો માચે વર્ક ઓફ ફોમનો 599 રૂપિયાનો નવો પ્લાન રજૂ કરશે. આ નવા પ્લાનમાં, યુઝરને અનલિમિટેડ કોલિંગની સાથે રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરવાની પણ સુવિધા આપવામાં આવશે. તો જોઈએ આ નવા પ્લાન વિશે વધુ માહિતી.

    બીએસએનએલનો રૂ. 599નો પ્લાન : બીએસએનએલ આ યોજના ઇદ-ઉલ-ઝુહા (બકરી ઈદ) ના દિવસે તેના ગ્રાહકો માટે રજૂ કરશે. આ યોજનામાં, યુઝરને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા સાથે દરરોજ 5 જીબી ડેટા વપરાશ આપવામાં આવશે.

    આ પણ વાંચોMahindraની ઇલેક્ટ્રિક EKUV100 કાર ટૂંક સમયમાં થશે લોન્ચ, કેટલી હશે કિંમત? શું છે ડ્રાઈવીંગ રેન્જ

    બીએસએનએલની આ યોજનામાં, વપરાશકર્તાને દરરોજ 100 એસએમએસ આપવામાં આવશે, જેની વેલિડિટી 84 દિવસની છે. આ સિવાય આ પ્લાનમાં યુઝર્સને મફત બીએસએનએલ ટ્યુન અને મફત OTT સબ્સ્ક્રિપ્શનનો લાભ પણ આપવામાં આવશે. આ પ્લાનમાં, યુઝર્સ રાત્રે 12 થી સવારના 5 સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ અમર્યાદિત મફત ડેટા ફક્ત આ 5 કલાક માટે આપવામાં આવશે.

    આ પણ વાંચોNASAની ચેતવણી! ચંદ્ર પરની હલચલથી વિશ્વને ખતરો, 2030માં વિનાશક સમુદ્રી પૂર આવશે

    ગૂગલ સ્માર્ટ ડિવાઇસેસ પર પણ મળી રહી ઓફર

    બીએસએનએલ પોતાનાના કેટલાક પ્રીમિયમ યુઝર્સ માટે વિશેષ ઓફર્સ પણ આપી રહી છે, જે અંતર્ગત બીએસએનએલ ગૂગલ સ્માર્ટ ડિવાઇસેસને ડિસ્કાઉન્ટ પર આપી રહી છે.

    બીએસએનએલ યુઝર્સ ગૂગલ નેસ્ટ મીનીને ફક્ત 199 રૂપિયામાં અને ગૂગલ નેસ્ટ હબને ફક્ત 99 રૂપિયામાં ખરીદી શકે છે. આ ઓફર ફક્ત તે યુઝર્સ માટે માન્ય છે, જે જેઓ બીએસએનએલનો વાર્ષિક બ્રોડબેન્ડ પ્લાનનો ઉપયોગ કરી રહ્યાં છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bsnl

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन