BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!

News18 Gujarati
Updated: March 22, 2020, 10:54 AM IST
BSNLની મોટી ગિફ્ટ, એક મહિના માટે ગ્રાહકોને મફતમાં મળી રહ્યું છે ઇન્ટરનેટ!
કોરોનાના હાહાકાર વચ્ચે Work From Homeને સરળ બનાવવા માટે BSNLની નવી પહેલ

કોરોનાના હાહાકાર વચ્ચે Work From Homeને સરળ બનાવવા માટે BSNLની નવી પહેલ

  • Share this:
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની બીએસએનએલ (BSNL) એ શુક્રવારે પોતાના લેન્ડલાઇન (landline)  અને નવા ગ્રાહકો માટે એક મહિના માટે મફત બ્રોડબેન્ડ સેવા આપવાની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોને ઘરથી કામ કરવું (work from home) સરળ બનાવવામાં મદદ કરવાનો છે. કોરોના વાયરસ (Coronavirus)  મહામારી (Pandemic)ના કારણે વિભિન્ન કંપનીઓ અને સંગઠનોએ પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે.

બીએસએનએલ અધિકારીઓએ કહ્યું કે નવા ગ્રાહક જો કોપર આધારિત કેબલ કનેક્શનનું ઓપ્શન પસંદ કરે છે તો તેમને તેને લગાવવાનો ચાર્જ પણ નહીં આપવો પડે. જોકે, તેમણે સેવા માટે મોડમ લેવું પડશે.

બીએસએનએલના નિદેશક (સીએફએ) વિવેક બંજાલે એક નિવેદનમાં કહ્યું કે, દેશના તમામ નાગરિકોને એક મહિનો મફત બ્રોડબેન્ડ સેવા આપવામાં આવશે. આ સેવા એ લોકોને મળશે જેમની પાસે બીએસઅનએલ લેન્ડલાઇન અને કોઈ બ્રોડબેન્ડ નથી. તેઓ તેનો ઉપયોગ ઘરેથી કામ કરવા, ઘરેથી શિક્ષણ કે કોઈ પણ એવું કામ કરવામાં કરી શકશે જેના માટે બહાર જવાની જરૂર છે.

આ પણ વાંચો, Work from Home માટે WhatsApp યૂઝ કરી રહ્યા છો તો ધ્યાન રાખો જરૂરી વાતો...

અધિકારી અનુસાર, જે ગ્રાહક ઓપ્ટિકલ ફાઇબર કનેક્શન પસંદ કરે છે તેમને બ્રોડબેન્ડનો કોઈ ચાર્જ નહીં લાગે. બીએસએનએલ ગ્રાહક ફોન ઉપર જ કનેક્શન માટે અરજી કરી શકે છે. બંજાલે કહ્યું કે અમે સમગ્ર પ્રક્રિયા પેપરલેસ કરી છે અને ગ્રાહકોને બ્રોડબેન્ડ સેવા માટે અમારા ગ્રાહક સેવા કેન્દ્ર પર જવાની જરૂર નથી.

આ પણ વાંચો, કોરોના વાયરસઃ હવે પ્રાઇવેટ લેબ્સમાં પણ તપાસ કરાવી શકો છો, કેટલો ખર્ચ થશે અને શું શરતો?
First published: March 22, 2020, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading