BSNLગ્રાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ બંધ કરી અનલિમિટેડ સર્વિસ

News18 Gujarati
Updated: August 5, 2019, 12:13 PM IST
BSNLગ્રાહકો માટે ખરાબ સમાચાર, કંપનીએ બંધ કરી અનલિમિટેડ સર્વિસ
હવે બીએસએનએલએ એક એવો નિર્ણય લીધો છે કે જે કંપનીના અનેક ગ્રાહકોને પસંદ નહીં આવે.

હવે બીએસએનએલએ એક એવો નિર્ણય લીધો છે કે જે કંપનીના અનેક ગ્રાહકોને પસંદ નહીં આવે.

  • Share this:
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) છેલ્લા ઘણા મહિનાઓથી ખાનગી કંપનીઓ સાથે ટક્કર આપના માટે અનેક યોજનાઓ જાહેરી કરી રહી છે. આ ઉપરાંત બીએસએનએલએ ગ્રાહકોને એમેઝોન પ્રાઇમ વીડિયોની સેવા આપી રહી છે. હવે બીએસએનએલએ એક એવો નિર્ણય લીધો છે કે જે કંપનીના અનેક ગ્રાહકોને પસંદ નહીં આવે.

BSNLએ ખતમ કરી 'અનલિમિટેડ કોલિંગ' સેવા

ટેલિકોમ ટોક પર પ્રકાશિત અહેવાલ મુજબ, બીએસએનએલે અનલિમિટેડ કોલિંગ સેવાને ખતમ કરી છે. બીએસએનએલના આ નિર્ણય બાદ હવે કંપનીના ગ્રાહકો માત્ર 250 મિનિટ સુધી જ કોલ કરી શકશે, ત્યારબાદ કોલિંગ કરવા પર ફી ચુકવવાની રહેશે. આવી સ્થિતિમાં ખાનગી કંપનીઓની જેમ બીએસએનએલે પણ 'સંપૂર્ણ અનલિમિટેડ કોલિંગ' પર પ્રતિબંધ મૂક્યો છે, જોકે આ નિયમ ફક્ત પસંદગીની યોજનાઓ પર લાગુ થશે. ચાલો જાણીએ.



BSNLના આ પાંચ પ્રી-પેઇડ પ્લાનમાં નહીં મળે અનલિમિટેડ કોલિંગ

બીએસએનએલના જે પ્લાન સાથે અનલિમિટેડ કોલિંગને ખતમ કરી છે તેમાં 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 અને 1,699 રુપિયાની પ્રી-પેઇડ યોજનાઓ સામેલ છે.

નવા નિયમો અનુસાર આ યોજનાઓના ગ્રાહકો એક દિવસમાં 250 મિનિટથી વધુ કોલ કરી શકશે નહીં. આ કોલિંગમાં સ્થાનિક, એસટીડી અને રોમિંગનો સમાવેશ થાય છે. 250 મિનિટ સમાપ્ત થયા પછી ગ્રાહકો પાસેથી 1 સેકન્ડ પ્રતિ સેકંડ ચાર્જ વસૂલવામાં આવશે.
First published: August 5, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading