BSNL યૂઝર્સ થશે 4Gમાં અપગ્રેડ, આ રીતે મળશે Data બિલકુલ ફ્રી

News18 Gujarati
Updated: January 3, 2019, 10:37 AM IST
BSNL યૂઝર્સ થશે 4Gમાં અપગ્રેડ, આ રીતે મળશે Data બિલકુલ ફ્રી
BSNL યૂઝર્સને ફ્રી માં મળશે ઇન્ટરનેટ ડેટા, આ રીતે ઉઠાવો ઓફરનો લાભ

જો BSNL યુઝર્સ તેમના સિમને 4જીમાં અપગ્રેડ કરશે તો તેમને ફ્રીમા 2જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.

  • Share this:
એક બાજુ, દેશની તમામ મોટી ટેલિકોમ કંપનીઓ તેમના જૂના યૂઝર્સને જાળવી રાખવા માટે એકથી વધુ યોજનાઓ શરૂ કરી રહી છે. તો બીજી બાજુ, કંપનીઓ નવા યૂઝર્સઓને આકર્ષવા માટે નવી ઓફર ઓફર કરે છે. આ રીતે, બીએસએનએલે 2018ના વર્ષમાં તેના યૂઝર્સને 4જી સેવાઓ આપવા 2100 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ફાળવ્યા હતા. તે જ સમયે, જાણકારી સામે આવી કે બીએસએનએલે આ માટે કેરળમાં પરીક્ષણ શરૂ કર્યું છે. પરીક્ષણ પૂર્ણ થયા પછી, યૂઝર્સ જો તેમના સીમને 4જીમાં અપગ્રેડ કરે છે તો તેમને ફ્રીમા 2જીબી ઇન્ટરનેટ ડેટા મળશે.

આ રીતે મળશે ફ્રીમા ડેટા

જો તમે 2જી અને 3જી બીએસએનએલ સિમ 4G પર અપગ્રેડ કરવા માંગો છો, તો તમારે તમારી નજીકની બીએસએનએલ ઓફિસ પર જવું પડશે. જ્યાં તમારે ID પ્રુફ લઇને જવું પડશે. ત્યારબાદ કસ્ટમર કેર તમારા સિમને 4જીમાં અપગ્રેડ કરીને તમને બીજુ સિમ આપશે. આ માટે તમારે માત્ર 20 રુપિયા આપવા પડશે. તમને 2જીબી ઇન્ટરનેટ ડેટા ફ્રી મા મળશે. આ પ્રોસેસ પૂર્ણ થવામાં લગભગ સાત દિવસનો સમય લાગશે. આ દરમિયાન તમે 3જી સેવા નહીં મળશે પરંતુ 2જી સેવાઓ મળતી રહેશે.

આ પણ વાચો: જીયોની સૌથી ધમાકેદાર ઓફર, 6 મહિના સુધી ફ્રિ ઇન્ટરનેટ અને કોલિંગ

યૂઝર્સને મળશે ફાયદો

હાલમાં, આ સુવિધા ચેન્નઈ સર્કલ માટે જ શરૂ છે અને ધીમે ધીમે કંપની જે રાજ્યમાં 4જી ટેસ્ટિંગ કરશે ત્યારે યૂઝર્સને તેનો લાભ મળશે. કંપની આ રીતે લાભ તેના યૂઝરબેસને વધારવવા માટે કરી રહી છે. અહેવાલ મુજબ, કંપનીએ 4જી સર્વિસની શરૂઆત ગુજરાતના ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં 26 નવેમ્બર 2018થી શરૂ કરી દીધી છે અને જલ્દી જ હવે અન્ય રાજ્યમાં શરૂ કરવામાં આવશે.
First published: January 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...