Home /News /tech /BSNLનો આ પ્લાન આપે છે 30 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટા! જાણો કિંમત
BSNLનો આ પ્લાન આપે છે 30 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટા! જાણો કિંમત
આ પ્લાનની ખાસ વાત એ છે કે તે તમને અનલિમિટેડ કોલિંગ જ નહીં, પરંતુ તેની સાથે અનલિમિટેડ ડેટા પણ આપે છે.
BSNL Best Prepaid Plans: Jio, Airtel, Vodafone Idea જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગવાળા પ્લાન રજૂ કરે છે, જેની સાથે ડેઇલી ડેટા લિમિટ હોય છે. પરંતુ, BSNLનો આ પ્લાન આ મામલે તમામ ઓપરેટરોને પાછળ છોડી દે છે.
BSNL Best Plans: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે વિવિધ પ્લાન્સ ઓફર કરે છે. આ ટેલિકોમ કંપનીના પ્લાન દેશમાં ઓપરેટ કરી રહેલી બાકીની ટેલિકોમ કંપનીઓ કરતાં ખૂબ જ અફોર્ડેબલ હોય છે. પરંતુ, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નો એક પ્રીપેડ પ્લાન છે જેની કોઈ સરખામણી નથી. આ પ્લાનની ખાસ વાત એ છે કે તે તમને અનલિમિટેડ કોલિંગ જ નહીં, પરંતુ તેની સાથે અનલિમિટેડ ડેટા પણ આપે છે.
Jio, Airtel, Vodafone Idea જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગવાળા પ્લાન રજૂ કરે છે, જેની સાથે ડેઇલી ડેટા લિમિટ હોય છે. પરંતુ, BSNLનો આ પ્લાન આ મામલે તમામ ઓપરેટરોને પાછળ છોડી દે છે. આ પ્લાનની કિંમત અને અન્ય વિગતો અહીં જણાવવામાં આવી છે.
BSNLનો 398 રૂપિયાનો પ્લાન (BSNL Rs 398 Plan): ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)નો આ પ્લાન 398 રૂપિયામાં આવે છે. પ્લાનમાં તમને પૂરા 30 દિવસની વેલિડિટી મળે છે. વેલિડિટી સુધી તમે અનલિમિટેડ કોલિંગ, અમર્યાદિત ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમને આ પ્લાન સાથે દરરોજ 100 SMS પણ મળે છે. જો તમે આ પ્લાનની સરખામણી Airtel, Jio અથવા Vodafone Idea સાથે કરશો, તો તમે જોશો કે ત્રણમાંથી કોઈ પણ કંપની 30 દિવસની વેલિડિટી સાથે આવો પ્લાન ઓફર કરતી નથી, જેમાં અનલિમિટેડ ઇન્ટરનેટ ઉપલબ્ધ હોય. આ કંપનીઓ 28 દિવસની વેલિડિટી સાથે પ્લાન ઓફર કરે છે અને ડેઇલી ડેટાની લિમિટ પણ નિશ્ચિત હોય છે.
આ પ્લાનમાં તમને 2G અને 3G ઇન્ટરનેટ મળે છે. પ્લાનમાં ઉપલબ્ધ ઈન્ટરનેટ ડેટાની સ્પીડ પર કોઈ લિમિટ નથી. એટલે કે તમે ઇચ્છો તેટલું ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો, પરંતુ સ્પીડ એટલી જ રહેશે. અન્ય કંપનીઓમાં ડેઇલી ડેટામાં સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવે છે, જે સામાન્ય રીતે ડેઇલી લિમિટ સમાપ્ત થયા પછી 64kbps હોય છે. જો તમે સસ્તા ભાવે એવો પ્લાન શોધી રહ્યા છો જે તમને કોઈપણ ટેન્શન વિના અનલિમિટેડ કોલિંગ તેમજ અનલિમિટેડ ઇન્ટરનેટ આપે, તો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર