Home /News /tech /

BSNL offer: બીએસએનએલની આકર્ષક ઑફર, બ્રોડબેન્ડ પ્લાન સાથે Amazon Fire TV Stick ફ્રી

BSNL offer: બીએસએનએલની આકર્ષક ઑફર, બ્રોડબેન્ડ પ્લાન સાથે Amazon Fire TV Stick ફ્રી

ફાયર ટીવી સ્ટીક

BSNL offer: આ ઑફર ફક્ત એવા ગ્રાહકોને જ લાગુ થશે, જેઓ BSNL BOSS પોર્ટલ દ્વારા વાર્ષિક એડવાન્સ પેમેન્ટ સ્કીમ (Annual Advance Payment Scheme) માટે અરજી કરવા તૈયાર છે.

    નવી દિલ્હી: સરકારની માલિકીની ટેલ્કો ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ સમગ્ર ભારતમાં તેના ભારત ફાઇબર (FTTH), એર ફાઇબર અને DSL બ્રોડબેન્ડ ગ્રાહકો માટે નવા વર્ષ 2022 માટેની ઑફર (BSNL New Year Offer)ની જાહેરાત કરી છે. BSNL ગ્રાહકો હવે રૂ. 999થી શરૂ થતા પ્લાન સાથે અમેઝોન ફાયર ટીવી સ્ટીક (Amazon Fire TV Stick) મેળવી શકે છે. આ સ્કીમની શરૂઆત 1 જાન્યુઆરી, 2022 થી તમામ ટેલીકોમ સર્કલમાં શરૂ કરવામાં આવી હતી.

    કોને લાગૂ પડશે ઑફર?

    ઑફર ફક્ત એવા ગ્રાહકોને જ લાગુ થશે, જેઓ BSNL BOSS પોર્ટલ દ્વારા વાર્ષિક એડવાન્સ પેમેન્ટ સ્કીમ (Annual Advance Payment Scheme) માટે અરજી કરવા તૈયાર છે. ISPએ નોંધ્યું છે કે જો યૂઝર્સે રૂ. 999ની નીચેની બ્રોડબેન્ડ યોજનાઓ પસંદ કરી હોય, તો તેમણે રૂ. 999 અથવા તેનાથી વધુની કિંમતના પ્લાનમાં અપગ્રેડ કરવું પડશે. ગ્રાહકો તે BSNL સેલ્ફકેર પોર્ટલ દ્વારા અથવા BSNL ગ્રાહક સેવા કેન્દ્રો (BSNL CSCs) દ્વારા કરી શકે છે.

    ડિવાઇસની પસંદગી કરો

    વપરાશકર્તાઓ BSNL BOSS પોર્ટલની મુલાકાત લઈ શકે છે, ડિવાઇસ પસંદ કરી શકે છે અને તેમના પ્લાનમાં વાર્ષિક પેમેન્ટ પ્લાન હેઠળ એક વર્ષ માટે ઑનલાઇન એડવાન્સ ચૂકવણી કરી શકે છે. સફળ પેમેન્ટ પછી BSNL ઉપકરણને ગ્રાહકના બિલિંગ સરનામા પર મોકલશે.

    સત્તાધિકારીઓએ DSL/Fibre/AirFibre બ્રોડબેન્ડ પ્લાનના વાર્ષિક સબ્સ્ક્રિપ્શન હેઠળ બંડલ 'Amazon Fire TV સ્ટીક લાઇટ' ઓફર કરવાનો નિર્ણય લીધો છે, જેનો તમામ સર્કલમાં માસિક શુલ્ક રૂ. 999 અને તેથી વધુ છે. પ્લાન ચેન્જ રિક્વેસ્ટ રૂ. 999 કરતા ઓછી FMC ધરાવે છે. ડેવલપમેન્ટની જાણ સૌપ્રથમ કેરલ ટેલિકોમ દ્વારા કરવામાં આવી હતી.

    ગૂગલ સ્માર્ટ ડિવાઇસ પર ઑફર

    આ વર્ષની શરૂઆતમાં BSNL વાર્ષિક બ્રોડબેન્ડ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટેડ કિંમતે Google સ્માર્ટ ડિવાઇસ આપી રહ્યું હતું. ડિસ્કાઉન્ટેડ ઑફરના ભાગરૂપે, વાર્ષિક BSNL બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ અનુક્રમે રૂ. 99 અને રૂ. 199ના માસિક ચાર્જ પર Google Nest Mini અને Google Nest Hub સ્માર્ટ ડિવાઇસ મેળવી શકે છે, જો તેઓ ક્રમશઃ તેમના 12 અને 13 મહિનાના સબ્સ્ક્રિપ્શન માટે વન-ટાઇમ ચાર્જની રકમ ચૂકવે છે. આ ઓફરનો લાભ એવા ગ્રાહકો લઈ શકે છે, જેઓ વાર્ષિક બ્રોડબેન્ડ પ્લાન્સ માટે ન્યૂનતમ માસિક રૂ. 799 અને તેથી વધુની કિંમત ચૂકવે છે.

    આ પણ વાંચો: Prepaid Recharge: BSNLનો દમદાર રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 5GB ઇન્ટરનેટ ડેટા

    કેરળ સર્કલ માટે પ્લાન

    BSNLએ કેરળ ટેલિકોમ સર્કલ માટે રૂ. 499ની કિંમતના બ્રોડબેન્ડ પ્લાનને નિયમિત કરી દીધો છે. આ પ્લાન કોઇ પણ વધારાના શુલ્ક વગર જ 50Mbps સ્પીડ પર 1000GB ડેટા ઓફર કરે છે. અગાઉ પ્લાનમાં 200GB સુધી 50Mbps ડાઉનલોડ સ્પીડ આપવામાં આવતી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bsnl, Internet, અમેઝોન, ટેકનોલોજી

    આગામી સમાચાર