નવી દિલ્હી: સરકાર દ્વારા સંચાલિત ટેલીકોમ ઓપરેટર બીએસએનએલ (BSNL)ને હકારાત્માક પ્રતિસાદ મળી રહ્યો છે. અન્ય ટેલીકોમ ઓપરેટરની સરખામણીએ BSNL ખૂબ ઓછી કિંમતે પિપ્રેડ રિચાર્જ ઑફર કરે છે. એરટેલ (Airtel), વોડાફોન આઈડિયા (Vodafone Idea) અને જિયો (Jio) એ વર્ષ 2021 ના અંતમાં પ્રિપેડ ટેરિફ પ્લાનમાં વધારો કરતા હવે ગ્રાહકો BSNLની પસંદગી કરી રહ્યા છે. BSNL ગ્રાહકોને વધુ સમયની વેલિડિટી અને વધુ ડેટાનો લાભ પણ આપી રહ્યું છે. પ્રાઈવેટ ઓપરેટર્સે વેલિડિટી અને ડેટા (Validity and Data)માં ઘટાડો કર્યો છે. ત્યારે અનેક ગ્રાહકો પોતાના નંબરને BSNLમાં પોર્ટ કરાવી રહ્યા છે. BSNL એ રૂ.20 થી પણ ઓછી કિંમતના ત્રણ પ્લાન રજૂ કર્યા છે. અહીં એ ત્રણ પ્લાન વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
BSNLના ઓછી કિંમતના પ્લાન
BSNLના ત્રણ નવા પ્રિપેડ પ્લાનમાં 2GB સુધીનો ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્રિપેડ પ્લાનની દૈનિક ડેટા લિમિટ પૂર્ણ થઈ ગયા આ પ્લાનનો ઉપયોગ કરી શકાય છે. આ ડેટા વાઉચરની કિંમત રૂ.13, રૂ.16 અને રૂ.19 છે. આ પ્લાનમાં એક દિવસ માટે 2GB સુધીનો ડેટા આપવામાં આવે છે. આ ઈમરજન્સી વાઉચર 3G ઈન્ટરનેટ સ્પીડ આપે છે.
13 રૂપિયાનો રિચાર્જ પ્લાન
BSNLના રૂ.13 ના પ્રિપેડ પ્લાનમાં એક દિવસ સુધી 2GB સુધીનો ડેટા આપવામાં આવે છે. જેમાં તમે વીડિયો જોઈ શકો છો, નેટ બ્રાઉઝ કરી શકો છો તથા અન્ય ઉપયોગ પણ કરી શકો છો.
16 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રૂ.16 ના પ્રિપેડ પ્લાનમાં એક દિવસ સુધી 2GB સુધીનો ડેટા આપવામાં આવે છે પરંતુ, તે માત્ર સિલેક્ટેડ સર્કલ્સમાં ઉપલબ્ધ રહેશે.
19 રૂપિયાનો રિચાર્જ પ્લાન
રૂ.19 ના પ્રિપેડ પ્લાનમાં 3G ડેટા સ્પીડ સાથે એક દિવસ સુધી 2GB સુધીનો ડેટા આપવામાં આવે છે. આ ત્રણ પ્લાનમાંથી એક પણ પ્લાનમાં વોઈસ કોલ અને SMSની સુવિધાનો લાભ આપવામાં આવતો નથી.
હાલના સમયમાં મોબાઈલ ડેટાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે માટે ઈન્ટરનેટ કનેક્ટિવટી ખૂબ જ જરૂરી છે. જો આ પરિસ્થિતિમાં ડેટા પૂર્ણ થઈ જાય તો તે ખૂબ જ નિરાશાજનક લાગે છે. જો તમારા ડેટા પ્લાનની દૈનિક લિમિટ પૂર્ણ થઈ જાય તો તમે આ રૂ.20 થી પણ ઓછી કિંમતના ડેટા વાઉચરનો ઉપયોગ કરી શકો છો. આ ડેટા વાઉચરમાં તમને દૈનિક 2GB સુધીનો ડેટા આપવામાં આવે છે.
BSNLના ડેટા વાઉચરના લાભ
BSNLખૂબ જ આકર્ષક ડેટા વાઉચર રજૂ કરી રહ્યું છે. જે પણ યૂઝર્સ પોતાના નંબરને BSNLમાં પોર્ટ કરી રહ્યા છે તેમને BSNL મફત ડેટાનો લાભ પણ આપી રહ્યું છે. જે ગ્રાહકો વાર્ષિક પ્રિપેડ પ્લાનનો ઉપયોગ કરે છે તેમના માટે BSNL તરફથી ગયા મહિને ઑફરની ઘોષણા કરી હતી. રૂ.2,399 ના પ્લાનને સબસ્ક્રાઈબ કરનાર યૂઝર્સને 90 દિવસની વધારાની વેલિડિટી મળશે.
આ ઓફર 15 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ, BSNL એ આ ઑફર હજુ સુધી ચાલુ રાખી છે. રૂ.2,399નો પ્લાન 365 દિવસની વેલિડીટી પ્રદાન કરે છે, જેમાં, વધુ 90 દિવસની વેલિડિટી ઉમેરવામાં આવી છે. જેથી યૂઝર્સ 455 દિવસ સુધી આ પ્લાનનો વપરાશ કરી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર