Home /News /tech /BSNLનો Best Plan! 200 રૂપિયાથી ઓછામાં 100 દિવસની વેલિડિટી, રોજ 2GB ડેટા અને અન્ય Benefits
BSNLનો Best Plan! 200 રૂપિયાથી ઓછામાં 100 દિવસની વેલિડિટી, રોજ 2GB ડેટા અને અન્ય Benefits
BSNL એક પછી એક શાનદાર પ્લાન ઓફર કરી રહી છે.
BSNL Best Recharge Plans: આજે અમે તમને BSNLના એ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 100 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય પણ ઘણા બધા બેનિફિટ્સ (Benefits) મળી રહ્યા છે.
BSNL Best Recharge Plans: Jio, Airtel અને Viએ થોડા મહિના પહેલા જ પોતાના પ્લાન્સ મોંઘા કરી નાખ્યા છે. તો સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL) આનો ફાયદો ઉઠાવી રહી છે. એક અહેવાલ મુજબ બીએસએનએલના યુઝર્સમાં પણ ભારે ઉછાળો નોંધાયો છે. ખાનગી ટેલિકોમ કંપનીઓના પ્લાન મોંઘા થયા બાદ BSNL એક પછી એક શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. ઓછી કિંમતે વધુ બેનિફિટ્સની વાત કરીએ, તો BSNLના પ્લાન્સ જબરદસ્ત છે. આજે અમે તમને BSNLના એ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં 200 રૂપિયાથી ઓછી કિંમતમાં 100 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય પણ ઘણા બેનિફિટ્સ મળી રહ્યા છે. આવો જાણીએ આ નવા પ્લાન વિશે...
BSNLનો 197 રૂપિયાનો પ્લાન
BSNLનો 197 રૂપિયાનો પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા મળશે. ડેટા પૂરો થયા પછી સ્પીડ 40Kbps સુધી ઘટી જશે. એટલે કે ડેઈલી ડેટા ખતમ થઈ ગયા પછી પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. આ સાથે 100 SMS પ્રતિ દિન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ તમામ બેનિફિટ્સ પ્લાનના શરૂઆતી 18 દિવસ માટે મળશે. પરંતુ ઇનકમિંગ કોલ્સ 100 દિવસ માટે રહેશે. આ પ્લાનની વેલિડિટી 100 દિવસની છે.
અન્ય બેનિફિટ્સની વાત કરીએ, તો પ્લાન સાથે Zing એપનું સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ હશે. બેનિફિટ્સ પૂરા થઈ ગયા પછી તમારે ફરીથી રિચાર્જ કરવું પડશે. તમે ટોપ-અપ પણ કરાવી શકો છો. આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જેમને વધુ કોલ આવે છે અને તેઓ વધુ ડેટા અને કોલિંગનો ઉપયોગ કરવા માંગતા નથી.
તમને જણાવી દઈએ કે Jio, Airtel અને Vodafone-Idea પાસે પણ 200થી ઓછા ભાવના પ્લાન છે, પરંતુ તેઓ વધારે વેલિડિટી આપતા નથી. જો તમે વધુ વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા હો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. જો તમને વધુ ડેટા જોઈએ છે, તો BSNL પાસે ઘણા મજેદાર પ્લાન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર