BSNLનાં સસ્તા પ્લાન સાથે ફ્રીમાં મળી રહ્યું છે 999 રૂપિયાવાળુ Amazon Prime સબસ્ક્રિપ્શન

News18 Gujarati
Updated: April 23, 2020, 10:50 AM IST
BSNLનાં સસ્તા પ્લાન સાથે ફ્રીમાં મળી રહ્યું છે 999 રૂપિયાવાળુ Amazon Prime સબસ્ક્રિપ્શન
આ સિવાય આ વિષે નવી રીતથી ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. આ ખબર પછી આઇટીઆઇના શેરમાં જોરદાર તેજી આવી છે. એનએસઇ પર કંપનીના શેરમાં 15 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

BSNLએ પણ મોટું પગલું ભર્યું છે. જેમાં ગ્રાહકોને એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.

  • Share this:
પ્રાઇવેટ ટેલિકોમ ઓપરેટર હંમેશા ડિજીટલ સ્ટ્રીમિંગ સર્વિસ જેમકે, એમેઝોન પ્રાઇમ, Zee5, હૉટસ્ટાર અને નેટફ્લિક્સની સાથે પાર્ટનરશિપ કરે છે. જેથી તેમના ગ્રાહકોને આ તામમનાં સબસ્ક્રિપ્શન મળી શકે. એરટેલનાં પોસ્ટપેઇડ અને બ્રોડબેન્ડ પ્લાનની સાથે એમેઝોન પ્રાઇમ અને Zee5 પ્રિમિયમનું ફ્રી સબસ્ક્રિપ્શન આપી રહ્યાં છે. આ સાથે વોડાફોન પણ આ રીતનાં ઓફર આપે છે.

આવી જ રીતે BSNLએ પણ મોટું પગલું ભર્યું છે. જેમાં ગ્રાહકોને એમેઝોન પ્રાઇમનું સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. BSNLએ જણાવ્યું કે, 399 રૂપિયાથી વધુનાં પ્લાનની સાથે 999 રૂપિયાવાળું એમેઝોન પ્રાઇમ મુફતમાં આપવામાં આવશે. કંપનીએ વધુમાં જણાવ્યું કે, પ્રાઇમનું સબસ્ક્રિપ્શન વાર્ષિક બ્રોડબેન્ડવાળા પ્લાનની સાથે પણ આપવામાં આવશે. જેની કિંમત 399 રૂપિયાથી વધારે છે.

બીએસએનએલનાં પોસ્ટપેઇડ પ્લાનની શરૂઆત 99 રૂપિયાથી થાય છે. પરંતુ એમેઝોન પ્રાઇમ માત્ર 399 રૂપિયાનાં વાઉચરવાળા પ્લાનની સાથે જ મળશે. જે પોસ્ચપેઇડ પ્લાનની સાથે આ ઓફર છે તેમાં 399 રૂપિયા, 401 રૂપિયા, 525 રૂપિયા, 725 રૂપિયા, 798 રૂપિયા, 799 રૂપિયા, 1125 રૂપિયા અને 1525 રૂપિયનાં પ્લાન પણ સામેલ છે.

આ પણ વાંચો - ...તો શું TikTokને ટક્કર આપવા Facebookએ Jio સાથે કરી છે ડીલ

આ ઉપરાંત બીએસએનએલ તરફથી હાલમાં જ પોસ્ટપેઇડ યૂઝર્સ માટે એડવાન્સ રેંટલ ઓપ્શન પણ આપવાાં આવ્યું છે. આ દ્વારા બીએસએનએલ પોસ્ટપેઇડ યૂઝર્સને 11 મહિના માટે કોઇપણ એક પ્લાનની પસંદગી કરવાની હોય છે. જેના બદલામાં કંપની તેમને 12 મહિનાની સર્વિસ આપશે. આ જ રીતે ગ્રાહક 21 મહીના માટે પ્લાનની પસંદગી કરે છે તો તેમને 24 મહિનાની સર્વિસ આપે છે. જાણકારી માટે જણાવીએ કે, એડવાન્સ રેંટલ ઓપ્શનમાં પોસ્ટપેઇડ પ્લાનની સાથે બે વર્ષ માટે એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે.

આ પણ જુઓ - 
First published: April 23, 2020, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading