કોરોના વાયરસનાં (Coronavirus) કાળમાં અનેક લોકોની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. જો આવા સમયમાં તમારી પાસે રુપિયા નથી અને ફોનમાં બેલેન્સ કરવવાનાં રૂપિયા નથી. તો પરેશાન થવાની જરૂર નથી. સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે આ સમસ્યાનો હલ લઇ આવ્યાં છે. કંપની પોતાના યૂઝર્સ માટે 10થી 50 રૂપિા સુધીની ટોકટાઇમ (Talktime loan) લોન ઓફર કરે છે.
લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને BSNLએ પોતાના યૂઝર્સ માટે 10થી લઇને 50 રૂપિયા સુધીની લોન આપી છે. એટલે તમને 50 રૂપિયા સુધીના ટોક ટાઇમની લોન મળી જશે. અને પૈસા વગર જ તમારો ફોન રિચાર્જ થઇ જશે. પરંતુ પછી તમારે આ રૂપિયા આપવા પડશે. જેવી રીતે સામાન્ય રીતે આપણે લોન લઇએ છીએ તેવી જ રીતે કંપનીએ આ ઓફર આપી છે. OnlyTechની એક રિપોર્ટ પ્રમાણે, બીએસએનએલનાં ગ્રાહકોને ટોકટાઉમ લોન લેવા માટે ફોનમાં યુએસડી કોડ નાંખવો પડશે.
BSNLના ગ્રાહકોએ 5117# ડાયલ કરવાનો રહેશે. જે બાદ તમારા ફોનની સ્ક્રીન પર એક મેસેજ આવશે. જેમા લોનની રકમ લખેલી હશે. જેને તમે સુવિધા પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. પછી સેન્ડ બટન દબાવવાનું રહેશે. જોકે, આ ઓફરમાં હજી એ જાણવા નથી મળ્યું કે, લોન લીધા બાદ યૂઝર્સને કેટલા ચૂકવવા પડશે. કંપનીએ આ પહેલા વર્ષ 2016માં આવી જ એક ઓફર આપી હતી. જેમાં બીજીવાર રિચાર્જ કરાવીએ તો 11 રૂપિયા કપાતા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર