Home /News /tech /

100 રૂ.થી પણ ઓછી કિંમતમાં આ કંપની આપી રહી છે 42GB ઇન્ટરનેટ ડેટા

100 રૂ.થી પણ ઓછી કિંમતમાં આ કંપની આપી રહી છે 42GB ઇન્ટરનેટ ડેટા

Mother and daughter texting cell phone riding bus

અત્યારે ટેલિકોમ કંપનીઓ સસ્તા ઇન્ટર પ્લાન રજૂ કરીને એક બીજાને ટક્કર આપવા લાગી છે. આ ઓફરના મેદાનમાં હવે બીએસએનએલ પણ ઉતરી છે.

    અત્યારે ટેલિકોમ કંપનીઓ સસ્તા ઇન્ટર પ્લાન રજૂ કરીને એક બીજાને ટક્કર આપવા લાગી છે. આ ઓફરના મેદાનમાં હવે બીએસએનએલ પણ ઉતરી છે. બીએસએનએલે પોતાના ગ્રાહકો માટે 'data tsunami' નામ હેઠળ ઓફર રજૂ કરી છે. કંપની આ પેકની કિંમત 98 રૂપિયા રાખી છે. આ પ્લાનમાં યુઝર્સને દરેક દિવસે 1.5 જીબી ડેટા આપ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીએ આ પ્લાન 17ના દિવસે વર્લ્ડ ટેલિકોમ ડેના અવસર નિમિત્તે રજૂ કર્યો હતો.

    પ્લાનમાં બીએસએનએલ યુઝર્સ 98 રૂપિયમાં પ્રતિ દિન 1.5 જીબી ડેટા આપશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની રાખવામાં આવી છે. જેનો વધારે ફાયદો બીએસએનએલના પ્રીપેડ યુઝર્સ જ ઉઠાવી શકશે.

    ઉલ્લેખનીય છે કે, આ પ્લાનમાં કસ્ટમર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં નહીં આવે. આ સાથે બીએસએનએલે 3G/2G નેટવર્ક ઉપર જ આ પ્લાન ઉપલબ્ધ કરાવ્યો છે. કંપનીએ હજી સુધી 4G સેવાની શરૂઆત કરી નથી.

    આ ઉપરાંત બીએસએનએલે બજારમાં એક ખાસ ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં યુઝર્સ 39 રૂપિયાનું રિચાર્જ પેક કરાવી શકે છે. યુઝર્સને 39 રૂપિયામાં સ્પેશિયલ રિચાર્જ કરાવવા પર અનલિમિટેડ વોઇસ કોલિંગ મળશે. ખાસ કરીને આ સ્પેશિયલ ઓફર કંપનીએ પ્રીપેડ યુઝર્સ માટે લોન્ચ કરી છે.

    આવી જ રીતે બીજી ટેલિકોમ કંપનીની વાત કરીએ તો એરટેલ રૂ.93 રિચાર્જ કરાવવા પર યુઝર્સને ફ્રી લોકલ, એસટીડી કોલિંગ અને રોમિંગ ફ્રી મળશે. આ સાથે કસ્ટમર્સને અનેક પ્લાનમાં 100 એસએમએસની સાથે 1 જીબી 4જી ડેટા મફત મળશે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Bsnl, Recharge

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन