BSNL Best Recharge Plan: દેશની તમામ મુખ્ય ટેલીકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને એવા પ્રીપેડ (Prepaid) અને પોસ્ટપેડ પ્લાન્સ (Postpaid Plans) ઓફર કરવાની કોશિશ કરે છે જે ઓછી કિંમતમાં વધારે બેનિફિટ્સ આપી શકે, એ પછી ચાહે જીયો (Jio), વોડાફોન આઇડિયા (Vodafone Idea) અથવા એરટેલ (Airtel) જેવી પ્રાઇવેટ કંપનીઓ હોય કે પછી બીએસએનએલ (BSNL) જેવી સરકારી કંપની. આજે આપણે બીએસએનએલનાએક એ રિચાર્જ પ્લાનની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં તમને અત્યંત ઓછી કિંમતમાં 100 GB ઇન્ટરનેટ અને કેટલાક અન્ય ફાયદા પણ આપવામાં આવે છે.
BSNLનો બેસ્ટ પ્લાન
આજે આપણે બીએસએનએલના એ પ્લાનની વાત કરી રહ્યા છીએ જે 500 રૂપિયાથી પણ ઓછામાં ડેઇલી લિમીટ વિનાનો હાઈ સ્પીડ ડેટા અને ઓટીટી સબસ્ક્રિપ્શન આપી રહ્યું છે. સાથે અન્ય ફાયદા પણ આપી રહ્યું છે. આ પ્લાનની કિંમત 447 રૂપિયા છે જેમાં તમને ડેટા અને વોઇસ કોલિંગથી લઈને ઓટીટી સબસ્ક્રિપ્શન સુધી તમામ પ્રકારના બેનિફિટ્સ આપવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે BSNLનો આ પ્લાન ઘણો સસ્તો છે અને તેની વેલિડિટી બે મહિના એટલે કે 60 દિવસની છે. આવો જાણીએ કે આ પ્લાનમાં શું શું મળશે.
60 દિવસ માટે 100GB ઇન્ટરનેટ મેળવો
BSNLના આ પ્લાનમાં તમને 60 દિવસ માટે કુલ 100GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું છે. પહેલા કહ્યું તેમ, આ પ્લાનમાં ઉપલબ્ધ ડેટા પર કોઈ દૈનિક મર્યાદા લાદવામાં આવી નથી, એટલે કે તમે એક દિવસમાં જેટલું ઇચ્છો તેટલું ઇન્ટરનેટ વાપરી શકો છો. હા એટલું યાદ રાખવું કે 100GB ઈન્ટરનેટ સમાપ્ત થયા પછી તમારી ડેટા સ્પીડ ઘટીને 80Kbps થઈ જશે.
આ પ્લાનના અન્ય ફાયદાઓની વાત કરીએ તો આમાં તમને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ફ્રી મળે છે. OTT લાભો વિશે વાત કરતા અમે તમને જણાવીએ કે આ પ્લાનમાં તમને Eros Now સબસ્ક્રિપ્શન અને BSNL ટ્યુન્સનું એક્સેસ પણ મળશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર