Home /News /tech /

BSNLનો જોરદાર Plan! 329 રૂપિયામાં મેળવો 1000GB હાઈ-સ્પીડ ડેટા અને આટલા બધા Benefits

BSNLનો જોરદાર Plan! 329 રૂપિયામાં મેળવો 1000GB હાઈ-સ્પીડ ડેટા અને આટલા બધા Benefits

BSNLએ હાલમાં જ એકદમ સસ્તો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે.

BSNL Broadband Plan: BSNLએ તાજેતરમાં જ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં તમને ખૂબ જ ઓછી કિંમતમાં ઘણો બધો હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. જાણો આ બ્રોડબેન્ડ પ્લાન વિશે સંપૂર્ણ માહિતી.

    BSNL Broadband Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL) પણ અન્ય ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે એક પછી એક આકર્ષક પ્લાન્સ ઓફર કરી રહી છે. તાજેતરની એક રિપોર્ટ મુજબ બીએસએનએલના ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. BSNLએ તાજેતરમાં જ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે જેમાં તમને ખૂબ જ ઓછી કિંમતમાં ઘણો બધો હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. BSNLએ હાલમાં એક બ્રોડબેન્ડ પ્લાન (BSNL cheapest broadband plans) લોન્ચ કર્યો છે, જેમાં તમને 329 રૂપિયામાં 1,000 GB ડેટા અને અન્ય બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આવો આ પ્લાન વિશે જાણીએ.

    BSNL 329 રૂપિયામાં આપી રહ્યું છે આટલા બધા ફાયદા

    અમે BSNLના સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાનની વાત કરી રહ્યા છીએ, જેની કિંમત 329 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 329 રૂપિયાના બદલામાં 20Mbpsની સ્પીડ પર 1TB એટલે કે 1,000 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, આ પ્લાનમાં તમને એક ફ્રી ફિક્સ્ડ લાઇન વોઈસ કોલિંગ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, BSNLએ વચન આપ્યું છે કે આ બ્રોડબેન્ડ પ્લાનના પહેલા મહિનાના બિલમાં તમને 90%ની છૂટ આપવામાં આવશે.

    આ પણ વાંચો: BSNLનો સૌથી સસ્તો Plan! 84 દિવસ સુધી મળશે આ Benefits

    BSNLનો બીજો બ્રોડબેન્ડ પ્લાન

    તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 329 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન શરૂ કરતા પહેલા આ ટેલિકોમ કંપનીનો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન 449 રૂપિયાનો હતો. આ પ્લાનમાં યુઝર્સને 3.3 TB એટલે કે 3,300 GB ડેટા 30Mbpsની સ્પીડ પર આપવામાં આવી રહ્યો છે. સાથે જ આ પ્લાનમાં ફ્રી ફિક્સ્ડ લાઇન વોઈસ કોલિંગ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યા બે ધમાકેદાર પ્રીપેડ પ્લાન, અનલિમિટેડ કોલ સાથે મેળવો આ OTT સબસ્ક્રિપ્શન

    આ વાતનું રાખો ધ્યાન

    BSNLનો 329 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન તમને ખૂબ જ આકર્ષક લાગી શકે છે, પરંતુ અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ પ્લાન ખરીદતી વખતે તમારે એક મહત્વની વાત ધ્યાનમાં રાખવી પડશે. આ પ્લાનની કિંમત પર ટેક્સ પણ લાગુ થશે. એટલે કે 329 રૂપિયાના પ્લાન પર 18% ટેક્સ લાગુ કર્યા પછી તેની કિંમત 388 રૂપિયા થઈ જશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Broadband, Bsnl, Gujarati tech news, Mobile and Technology

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन