Home /News /tech /

માત્ર 19 રૂપિયામાં મળી રહી છે 54 દિવસની વેલિડિટી, જાણો કઇ કંપનીએ રજૂ કર્યો પ્લાન

માત્ર 19 રૂપિયામાં મળી રહી છે 54 દિવસની વેલિડિટી, જાણો કઇ કંપનીએ રજૂ કર્યો પ્લાન

    સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) તેમના યુઝર્સ માટે એક શાનદાર પ્લાન લઇને લાવી છે. આ પ્રિપેડ પ્લાનમાં યુઝર્સને 54 દિવસની વેલિડિટી આપવામાં આવી છે.

    બીએસએનએલના આ પ્લાનની કિંમત પણ ઘણી ઓછી છે. આ પ્લાન માત્ર 19 રૂપિયાનો છે. આ પ્લાનની મદદથી યુઝર્સ રેટ પર વૉઇસ કોલ્સ કરી શકશે. જો કે, કંપનીએ આ પ્લાન માત્ર કેટલાક સર્કલ્સ માટે જ રજૂ કર્યો છે.

    કંપનીએ આ નવી યોજના અનુસાર, ઓન નેટ વૉઇસ કોલ્સ માટે યુઝર્સને માત્ર 15 પૈસા પ્રતિ મિનિટ પર ખર્ચ કરવો પડશે. તે જ સમયે, જો ઓફ નેટ વૉઇસ કૉલ્સ કરે તો યુઝર્સને તેના માટે 35 પૈસા પ્રતિ મિનિટનો ખર્ચ કરવો પડશે. તેની વેલિડિટી 54 દિવસની છે.

    બીએસએનએલના આ 19 રૂપિયાનો પ્લાન બે સર્કિલ્સ માટે જ ઉપલબ્ધ છે. આ પ્લાન તમિલનાડુ અને ચેન્નઈ સર્કિલ માટે છે. રિપોર્ટમાં આ બાબતની માહિતી આપવામાં આવી છે કે બીએસએનએલની આ નવી યોજના 11 ઓકટોબરે એક્સ્પાયર કરી દેવામા આવશે. આ યોજનામાં દિલ્હી અને મુંબઇ સરકિયલ્સને ઉમેરવામાં આવ્યા નથી.

    તામિલનાડુ અને ચેન્નઈ સર્કિલના બીએસએનએલ યુઝર્સ આ સબ્સ્ક્રાઇબ કરવા માંગે છો, તો તે માટે તેમને એક એસએમએસ મોકલવો પડશે. યુઝર્સને મેસેજ બૉક્સમાં જઈને STV VOICE 19 લખીને 123 પર મેસેજ મોકલવો પડશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bsnl, Offers, Plan, User, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર