Home /News /tech /

BSNLનો સૌથી સસ્તો Plan! 84 દિવસ સુધી મળશે આ Benefits, Jio-Airtelને મળી ટક્કર

BSNLનો સૌથી સસ્તો Plan! 84 દિવસ સુધી મળશે આ Benefits, Jio-Airtelને મળી ટક્કર

TRAIના રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2021માં BSNLના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 લાખ જેટલી વધી ગઈ છે.

BSNL Best Recharge Plan: BSNL પોતાના કન્ઝ્યુમર્સને 106 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં યુઝર્સને 84 દિવસ સુધી બહુ બધા બેનિફિટ્સ મળી રહ્યા છે. આ પ્લાનથી Jio, Airtel અને Viના યુઝર્સ પણ આકર્ષિત થઈ રહ્યા છે.

    BSNL Best Recharge Plan: દેશની દરેક ટેલિકોમ કંપની એ પછી ભલે સરકારી હોય કે પ્રાઈવેટ, બધી જ એ પ્રયાસોમાં હોય છે કે તે પોતાના ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી શકે. જેથી ગ્રાહકોને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ્સ મળી શકે. આજે અમે તમને સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (BSNL)ના જબરદસ્ત પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે બહુ ઓછી કિંમતમાં એટલા બધા ફાયદા આપી રહ્યું છે કે જિયો (Jio), એરટેલ (Airtel) અને વીઆઈ (Vi)ના ગ્રાહકોને ઈર્ષ્યા થઈ રહી છે!

    ગયા વર્ષે થયેલા ટેરિફ હાઈક બાદ એરટેલ, વોડાફોન આઇડિયા અને જિયોના પ્લાન મોંઘા થઈ ગયા છે, પરંતુ બીએસએનએલ હજુ પણ યુઝર્સને શાનદાર ઓફર આપી રહ્યું છે. હાલમાં આવેલી TRAIની રિપોર્ટ મુજબ BSNLના યુઝર્સની સંખ્યા વધી છે. તો કંપની ટૂંક સમયમાં પોતાની 4G સર્વિસ દેશભરમાં લોન્ચ કરવાની છે. એવામાં BSNLના પ્લાન સારા સાબિત થઈ શકે છે. જો તમે ઓછી કિંમતમાં લાંબી વેલિડિટી ધરાવતા Prepaid Recharge પ્લાનની તલાશમાં છો, તો 106 રૂપિયાનો પ્લાન બેસ્ટ છે.

    આ પણ વાંચો: Vodafone Idea Best Plans: 300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મેળવો ડેઈલી ડેટા અને અઢળક Benefits

    BSNLનો સૌથી સસ્તો Plan

    આપણે અહીં બીએસએનએલના જે પ્લાનની વાત કરી રહ્યા છીએ, તેની કિંમત ફક્ત 106 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 106 રૂપિયાને બદલે કુલ 3GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને 100 મિનિટની ફ્રી કોલિંગ સુવિધા મળે છે. તમને જણાવી દઈએ કે કોલિંગ માટે આપવામાં આવેલી આ મિનિટો તમે લોકલ અને એસટીડી બંને માટે વાપરી શકો છે. આ પ્લાનમાં તમને કોઈ SMS બેનિફિટ્સ આપવામાં આવશે નહીં પરંતુ તમને 60 દિવસ માટે BSNLની પર્સનલ રિંગ બેક ટ્યુન મળે છે. તમને જણાવી દઈએ કે 106 રૂપિયાનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.

    આ પણ વાંચો: Jio-Airtel-Viના બેસ્ટ પ્રીપેડ Plans! 200 રૂપિયાથી ઓછી કિંમત અને અઢળક Benefits

    જલ્દી વધશે BSNLના ઇન્ટરનેટની સ્પીડ

    તમને જણાવી દઈએ કે TRAIના રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2021માં BSNLના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 લાખ જેટલી વધી ગઈ છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે BSNL આ વર્ષે સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટના રોજ તેની કંપનીની 4G સેવાઓ શરૂ કરી શકે છે. જો અહેવાલોનું માનીએ તો BSNL તેની ઈન્ટરનેટ કનેક્ટિવિટીને વધુ બહેતર બનાવવા માટે દેશભરમાં એક લાખ ટાવર સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યું છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Bsnl, Gujarati tech news, Mobile and Technology, Prepaid Plans, Recharge Plan

    આગામી સમાચાર