Home /News /tech /બજાજ તોડશે Splendorનો દબદબો: ખૂબ જ ઓછી કિંમતમાં લૉન્ચ કરવા જઈ રહ્યું છે 150 સીસી બાઈક
બજાજ તોડશે Splendorનો દબદબો: ખૂબ જ ઓછી કિંમતમાં લૉન્ચ કરવા જઈ રહ્યું છે 150 સીસી બાઈક
Boxer X 150 Adventure
બજાજ ફરી એક વાર સંપૂર્ણપણે નવા અંદાજ અને લુક્સ સાથે બૉક્સરને રીલૉન્ચ કરવાની તૈયારીમાં છે. બૉક્સર એક્સ 150 એડવેંચર (Boxer X 150 Adventure) નો કૈમોફ્લેઝ પુણેમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ પણ કર્યું છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ વર્ષે આ મોટરસાયકલને લોન્ચ કરી શકે છે.
નવી દિલ્હી: પોતાના લુક્સ અને માઈલેજના કારણે લાંબા સમયથી સ્પ્લેંડર (Splendor) ઈંડિયન મોટરસાયકલ માર્કેટમાં સૌથી વધારે વેચાતી બાઈક છે. ઘણી વાર બજાજ, હીરો અને હોંડાએ તેને ટક્કર આપવાની કોશિશ કરી પણ સ્પ્લેંડરનો દબદબો ખતમ કરવો મુશ્કેલ છે. પણ હવે બજાજ કંઈ એવું કરવા જઈ રહ્યું છે, જે સ્પ્લેંડર માટે બજારમાં પોતાની પોઝિશન બનાવી રાખવી મુશ્કેલ છે. બજાજ ફરી એક વાર પોતાની પોપ્યુલર બાઈક બોક્સરને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ અગાઉ પણ કંપની બોક્સરના 100 સીસી મોડલ બાદ 150 સીસી એન્જીન સાથે બાઈકને લોન્ચ કરી ચુકી છે. પણ તેને માર્કેટમાં સારો રિસ્પોન્સ નહોતો મળ્યો અને બાદમાં કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું.
બજાજ ફરી એક વાર સંપૂર્ણપણે નવા અંદાજ અને લુક્સ સાથે બૉક્સરને રીલૉન્ચ કરવાની તૈયારીમાં છે. બૉક્સર એક્સ 150 એડવેંચર (Boxer X 150 Adventure) નો કૈમોફ્લેઝ પુણેમાં ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ પણ કર્યું છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ વર્ષે આ મોટરસાયકલને લોન્ચ કરી શકે છે.
શાનદાર લુક્સ
મોટરસાયકલને એકદમ સ્પોર્ટ્સ બાઈકનો લુક આપવામાં આવ્યો છે. મોટરસાયકલમાં આપને એલોય વ્હીલ અને નવા ફ્રંટ ફૈડર્સ જોવા મળશે. સાથે જ મોટરસાઈકલમાં ટૂ પીસ હૈંડલબારની સાથે સિંગલ સીટ અપ ટેલ શેપ આપ્યો છે. મોટરસાયકલની સીધી ટક્કર સ્પ્લેંડર સાથે એટલા માટે કહેવાય છે કે, તે પાવરફુલ હોવાની છતાં પણ માઈલેઝમાં ટક્કર આપશે. જાણકારી અનુસાર, મોટરસાયકલની માઈલેજ 60 કિમી પ્રતિ લિટરથી વધારે હશે. જો કે કંપનીએ હાલમાં તેની કિંમતનો ખુલાસો કર્યો નથી. પણ કહેવાય છે કે, આ બજેટ મોટરસાયકલને બ્રેકેટમાં જ અવેલેબલ રહેશે.
પાવરફુલ હશે એન્જીન
બૉક્સરમાં 148.8 સીસીનું સિંગલ સિલેન્ડર એર કૂલ્ડ એન્જીન આપવામાં આવશે. તે 12 બીએચપીનું પાવર જનરેટ કરશે. મોટરસાયકલમાં 5 સ્પિડ ગિયર બોક્સ હશે. સાથે જ તેમાં ડિજિટલ ક્લસ્ટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. હાલમાં બજાજ બોક્સર 150 જાંબિયા અને કેન્યામાં વેચાય છે, પણ તે તેનું ઓલ્ડ વર્જન છે. હવે નવી જનરેશનનું બોક્સર ઈંડિયામાં લોન્ચ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર