ભૂલથી દવાની જગ્યાએ Apple AirPods ગળી ગઈ મહિલા, પેટમાં થતા અવાજ પણ રેકોર્ડ થયા!

એપલ એરપોડ્સ

Woman accidentally swallows Apple AirPods: એરપોડ્સ મહિલાના આઇફોન સાથે જોડાયેલ હોવાથી તે તેના પેટની અંદર એરપોડ થકી કોલ પણ કરી શકી હતી!

 • Share this:
  મુંબઈ: વ્યક્તિને પેટમાં દુ:ખાવો થાય ત્યારે તે પહેલા ઘરમાં રાખવામાં આવેલી પેઇનકિલર શોધે છે. પરંતુ તાજેતરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાએ ટિકટોક વીડિયો (Ticktock) બનાવી તેણે ભૂલથી તેના એપલ એરપોડ્સ (Apple AirPods) ગળી લીધા હોવાનો દાવો કર્યો છે. બોસ્ટનની @iamcarliiib નામની ટિકટોક યૂઝરે દાવો કર્યો હતો કે, તેણે ડાબા હાથમાં એરપોડ રાખ્યું હતું અને બીજા હાથમાં આઇબુપ્રોફેન 800 ટેબલેટ હતી. તે દવા લેવા જતી હતી, પણ ભૂલથી તે ડાબા હાથમાં રહેલ એરપોડ ગળી (Woman accidentally swallows Apple AirPods) ગઈ હતી!

  એક્સ-રે કરાવવા પડ્યો

  ત્યારબાદ તરત જ તેને દવાને બદલે એરપોડ્સ ગળ્યા હોવાનું ભાન થયું હતું. જેથી તેણે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. એપલ ઇનસાઇડરના અહેવાલ મુજબ એરપોડ તેના પેટની અંદર હોવાની પુષ્ટિ કરવા માટે તેણે એક્સ-રે કરાવવો પડ્યો હતો. જોકે, ત્યારબાદ તે હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

  પેટની અંદરનો અવાજ રેકોર્ડ કર્યાંનો દાવો

  અહીં ઉલ્લેખનીય છે કે, એરપોડ્સ તેના આઇફોન સાથે જોડાયેલ હોવાથી તે તેના પેટની અંદર એરપોડ થકી કોલ પણ કરી શકી હતી! આ પરિસ્થિતિ ડરામણી હતી. આ દરમિયાન તેના પેટમાં થતા અવાજને એરપોડે રેકોર્ડ કર્યા હોવાનો દાવો તેણે કર્યો છે. આ બનાવ બાદ મહિલા એકદમ ઘભરાઈ ગઈ છે અને ક્યારેય પણ એરપોડનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. અત્યારે તો તે હેમખેમ છે.

  આ પણ વાંચો: iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: હવે રિપેરિંગ પાછળ થતો ખર્ચ ઘટશે, Appleએ લીધો આ નિર્ણય

  ભૂતકાળમાં પણ સામે આવી છે આવી ઘટનાઓ

  કોઈ એરપોડ ગળી ગયું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. રિપોર્ટ મુજબ, અગાઉ મેસેચ્યુસેટ્સનો એક વ્યક્તિ સૂતો હતો ત્યારે ભૂલથી તેના એરપોડ્સ ગળી ગયો હતો. જેથી એન્ડોસ્કોપિક સર્જરી કર્યા પછી તેની અન્નનળીમાંથી એરપોડ્સને દૂર કરાયા હતા. અન્ય એક ઘટનામાં 7 વર્ષનું બાળક એરપોડ્સ ગળી ગયું હતું. જેથી તેને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું.

  આ પણ વાંચો: એપલના પ્રથમ કોમ્પ્યુટરની 400,000 ડૉલરમાં હરાજી, સ્ટીવ જોબ્સ અને વોઝનિયાકે બનાવ્યું હતું આ કોમ્પ્યુટર

  એરપોડ્સ ફાટવાની ઘટના

  ગયા વર્ષે ચીનમમાં એક યૂઝર્સના કાનમાં એરપોડ્સ ફાટ્યા હતા. તેને બાદમાં ઇમરજન્સી રૂમમાં લઈ જવો પડ્યો હતો. આ ઘટનામાં તેને સામાન્ય ઈજાઓ થઈ હતી અને બે દિવસ પછી તે સાજો થઈ ગયો હતો. અહેવાલ મુજબ, એપ્પલે સંપૂર્ણ તપાસ કર્યા બાદ યુઝરને વળતર આપ્યું હતું.
  First published: