હોટલ અને ફ્લાઇટ્સના બુકિંગ પર સેલ, આગામી પાંચ દિવસમાં આ સાઇટ પરથી બુકિંગ કરો

News18 Gujarati
Updated: August 14, 2019, 11:46 AM IST
હોટલ અને ફ્લાઇટ્સના બુકિંગ પર સેલ, આગામી પાંચ દિવસમાં આ સાઇટ પરથી બુકિંગ કરો
પ્રતિકાત્મક તસવીર

જો તમે જનમાષ્ટમીના વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યાં હોવ તો આ સેલ તમારા કામનું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : જો તમે જનમાષ્ટમીના વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું વિચારી રહ્યાં હોવ તો આ સેલ તમારા કામનું છે. અમે તમને એક એવી ઑફરની માહિતી આપીશું જેના દ્વારા તમે ડિસ્કાઉન્ટ અને કેશબેક મેળવી શકશો. ટૂરિઝમ પોર્ટલ Cleartrip દ્વારા આઝાદીના 72 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ફ્રીડમ સેલની જાહેરાત કરી છે. આ સેલ પર કસ્ટમરો ડોમેસ્ટિક ફ્લાઇટની બુકિંગ પર 1500 રૂપિયા અને હોટલના બુકિંગ પર 30 ટકા કેશબેક મેળવી શકશે. આ કેશબેક મેક્સિમમ રૂપિયા 3,000 સુધીનું રહેશે.

આવી રીતે કેશબેક મળશે
આ ઑફરનો ફાયદો મેળવવા માટે મોબાઇલથી Cleartripની એપ ડાઉનલોડ કરો અને ફ્લાઇટના બુકિંગ વખતે SAVENOW કુપન કોડનો ઉપયોગ કરો. આવી રીતે હોટલના બુકિંગ વખતે FREEDOM કુપનકોડનો ઉપયોગ કરો. આ કુપન કોડ SAVENOWનો ઉપયોગ 19મી ઑગસ્ટ સુધી કરી શકાશે જ્યારે FREEDOM કુપનકોડનો ઉપયોગ 20મી ઑગસ્ટ સુધી કરી શકાશે.

આ પણ વાંચો :  જાણો, દેશમાં કેટલા લોકો મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે!

250 રૂપિયમાં Thar Desert ફરવાની તક

કચ્છના રણમાં જનમાષ્ટમીનું વેકેશન ગાળવાનું વિચારી રહ્યાં હોવ તો ટીપ ઉપયોગી છે.
Cleartripએ કચ્છના રણમાં 7500 સ્ક્વેર કિલોમીટરમાં 250 રૂપિયાના ખર્ચે ફરવાની ઑફર બહાર પાડી છે. આ પાસ ભિરંડિયારા પોલીસ સ્ટેશન પાસેથી લઈ શકાય છે.
First published: August 14, 2019
વધુ વાંચો
अगली ख़बर