Home /News /tech /SBI Yono Appથી KIAની કાર બૂક કરવાંથી મળશે સૌથી પહેલી ડિલીવરી, જાણો કારની કિંમત અને ઓફર

SBI Yono Appથી KIAની કાર બૂક કરવાંથી મળશે સૌથી પહેલી ડિલીવરી, જાણો કારની કિંમત અને ઓફર

SBI Yono Appથી KIAની કાર બૂક કરવાંથી મળશે સૌથી પહેલી ડિલીવરી

એસબીઆઈ બેંક કિયા મોટર્સની કાર (SBI Bank  offer Discount on Kia Motors Car) પર આકર્ષક ફાઈનાન્સની સ્કીમ પણ આપી રહી છે. આવો કિયા મોટર્સની કાર પર એસબીઆઈ તરફથી મળનારી દરેક ઓફર વિશે જાણીએ

નવી દિલ્હી: કિયા મોટર્સ (Kia Motors) અને એસબીઆઈ (SBI Bank) વચ્ચે કરાર થયો છે જેના અંતર્ગત જો તમે કિયા મોટર્સની કોઇપણ કાર SBIની Yono Appથી બુક કરશો તો તમને સૌથી પહેલી ડિલીવરી મળશે.

આ ઉપરાંત, એસબીઆઈ બેંક કિયા મોટર્સની કાર (SBI Bank  offer Discount on Kia Motors Car) પર આકર્ષક ફાઈનાન્સની સ્કીમ પણ આપી રહી છે. આવો કિયા મોટર્સની કાર પર એસબીઆઈ તરફથી મળનારી દરેક ઓફર વિશે જાણીએ.

આ પણ વાંચો-ભારતમાં કોમ્પેક્ટ SUV Citroen C3 થઈ લોન્ચ, હ્યૂન્ડાઈ, કિયા સોનેટ, ટાટા નેક્સન સાથે થશે સીધી ટક્કર

SBI દ્વારા કાર ફાઈનાન્સ પર મળશે ડિસ્કાઉન્ટ- જો તમે એસબીઆઈથી કિયા કાર ફાઈનાન્સ કરાવો છો તો એસબીઆઈ તરફથી લોન અમાઉન્ટ પર 0.25 ટકાની છૂટ મળશે. પરંતુ એ માટે તમારે SBIની Yono Appથી ફાઈનાન્સ માટે અપ્લાય કરવું પડશે.

આ પણ વાંચો-મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ

KIA મોટર્સની છે આ કાર KIA Motorsએ અત્યાર સુધી ભારતમાં પોતાની 3 કાર લૉન્ચ કરી છે જેમાં સૌથી વધુ ગ્રાહકો દ્વારા KIA Seltos અને KIA Sonetને પસંદ કરવામાં આવી છે. આ બંને કિયા મોટર્સની એસયુવી કાર છે. તો કિયાની એક MPV પણ છે જેનું નામ KIA Carnival છે.

આ પણ વાંચો- TATA મોટર્સે લોન્ચ કરી સફારી ગોલ્ડ એડિશન, જાણો કિંમત અને તેનાં આકર્ષક ફિચર્સ

Kia Seltos: આ કારની કિંમત 9 લાખ 95 હજાર રૂપિયાથી શરુ થઈને 18 લાખ 10 હજાર રૂપિયા સુધીની છે.

Kia Sonet: કિયાની આ કારની શરૂઆતી કિંમત 6 લાખ 89 હજાર રૂપિયાથી શરુ થઈને 13 લાખ 55 હજાર રૂપિયા સુધીની છે.

Kia Carnival: કિયાની આ MPVની શરૂઆતી કિંમત 24 લાખ 95 હજાર રૂપિયાથી શરુ થઈને 33 લાખ 99 હજાર સુધીની છે.

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
First published:

Tags: Auto news, KIA car, SBI Yono App