Home /News /tech /Unique Electric Car: માત્ર 10 હજાર રૂપિયામાં બુક કરાવો ત્રણ પૈંડાવાળી ઈલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવાથી 200 કિ.મી. દોડશે

Unique Electric Car: માત્ર 10 હજાર રૂપિયામાં બુક કરાવો ત્રણ પૈંડાવાળી ઈલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરવાથી 200 કિ.મી. દોડશે

મુંબઈની એક કાર બનાવનારી કંપનીએ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનો દાવો કર્યો છે.(ફાઈલ તસવીર)

Unique Electric Car: કેન્દ્ર સરકાર દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપી રહી છે. જો તમે પણ આ કારને બુક કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે માત્ર 10 હજાર રૂપિયા જ ખર્ચ કરવા પડશે. આ કાર અત્યારે માત્ર દિલ્હી અને મુંબઈના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની વચ્ચે મુંબઈની એક કાર બનાવનારી કંપનીએ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનો દાવો કર્યો છે. આ લુક અને ડિઝાઈમમાં સામાન્ય કારથી બહુ જ અલગ છે. આની સૌથી મોટી ખાસ વાત એ છે કે, આમાં માત્ર ત્રણ જ પૈડા છે. ત્રણ પૈડા હોવા છતાંય આ કાર ઓટો રિક્ષાથી બહુ જ અલગ છે. આ કારની બુકિંગ બહુ જ ઝડપથી થઈ રહી છે.

    પહેલા બુકિંગ પર 50 હજાર સુધી અપગ્રેડનો લાભ મેળવો


    સૌથી પહેલા બુકિંગ કરવા પર 50 હજાર સુધી અપગ્રેડનો લાભ પણ લઈ શકાય છે. વર્તમાન સમયમાં આપણા દેશમાં ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટે ઉપલબ્ધ છે. પરંતુ આ ત્રણ પૈડાવાળી કારની કીંમત અન્ય કારની તુલનામાં બહુજ ઓછી છે.

    માત્ર 10 હજાર આપીને બુક કરી શકાય છે આ કાર


    કેન્દ્ર સરકાર દેશમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપી રહી છે. જો તમે પણ આ કારને બુક કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે માત્ર 10 હજાર રૂપિયા જ ખર્ચ કરવા પડશે. આ કાર અત્યારે માત્ર દિલ્હી અને મુંબઈના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. Strom motors ની માન્ય વેબસાઈટ પર તેને આસાનીથી બુક કરી શકાય છે. આધાર નંબર અને સરનામું આપીને આ કારને ઓનલાઈન બુક કરી શકાય છે.

    આ પણ વાંચોઃTVS સાથે મળીને ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરશે BMW, કંપનીઓની યોજના આવી સામે

    આ કારની ખાસિયત શુ છે


    Storm R3ની સૌથી મોટી ખાસિયત એ છે કે, આમાં આગળની તરફ બે અને પાછળની તરફ એક પૈડું છે. આ કારને એક વાર ચાર્જ કરવા પર 200 કિમી સુધી ચલાવી શકાય છે. આ કારની મહત્તમ સ્પીડ 80 કિમી\કલાક છે. આમાં ટચસ્ક્રીન ડિસપ્લે 4G કનેક્ટિવિટી સાથે ક્લાઈમેટ ચેન્જના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. કારની લંબાઈ 2,915mm, પહોળાઈ 1,510mm અને ઊંચાઈ 1,545mm છે. આ કારમાં એક સાથે બે લોકો સફર કરી શકે છે.

    આ પણ વાંચોઃ દિવાળી પર લોન્ચ થશે ઓલા ઈલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર, CEO ભાવિશ અગ્રવાલે આપી જાણકારી

    550 વજન વહન કરવાની ક્ષમતા


    આ કારની કિંમત 4.5 લાખ રૂપિયા છે. આ કારની 550 કિલો વજન વહન કરવાની ક્ષમતા છે. આમાં 15 કિલો વૉટની ઈલેક્ટ્રિક બેટરી લાગેલી છે જે 90Nm ઉર્જા ઉત્પન્ન કરે છે. આમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ એમ 3 ડ્રાઈવિગ મોડ છે. અત્યાર સુધી આ કારને 160 લોકો બુક કરૂ ચૂક્યા છે. 3 કલાકમાં આ કાર સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. R3 Pure, R3 Current and R3 Bolt એમ ત્રણ વેરિએન્ટમાં આ ઉપલબ્ધ છે. જો તમે પણ આ કારને ખરીદવા ઈચ્છો છો તો ઓનલાઈન બુક કરીને પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મેળવી શકો છો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Electric car, Electric vehicle, Latest News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन