Auto Expo 2018માં છવાઈ બિગ-Bની 'રામ પ્યારી'

News18 Gujarati
Updated: February 11, 2018, 6:00 PM IST
Auto Expo 2018માં છવાઈ બિગ-Bની 'રામ પ્યારી'
શોલેમાં જય અને વીરુની તે ફેમસ બાઈક પણ અહીં જોવા મળી...

શોલેમાં જય અને વીરુની તે ફેમસ બાઈક પણ અહીં જોવા મળી...

  • Share this:
ઓટો એક્સપો 2018માં નવી ગાડીઓની ધૂમ મચી રહી છે. એકથી એક સુંદર કલેક્શન જોવા મળી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સૌની તરફ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી, જુની મસ્ત ગાડીઓ, જેને તમે પહેલા પર્દા પર જોઈ ચુક્યા હશો. આ લિસ્ટમાં માત્ર ગાડીઓ જ નહીં બોલીવુડની આઈકોનિક બાઈક્સ પણ શામેલ હતી. આમાં અમીતાભ બચ્ચનની 'રામ પ્યારી' સૌથી વધારે છવાઈ હતી.



બીગ બીએ ફિલ્મ અકેલામાં આ ગાડીનો ઉપયોગ કર્યો હતો. તે આ ફિલ્મમાં પોતાની ગાડીને પ્રેમથી 'રામ પ્યારી' કહેતા હતા. 'રામ પ્યારી'માં માત્ર ફર્ક એટલો હતો કે, ફિલ્મમાં તેને પીળા કલરમાં ઉપયોગમાં લેવાઈ હતી, પરંતુ આજે અહીં તે લાલ રંગમાં જોવા મળી છે.



'રામ પ્યારી' સિવાય કાકા એટલે કે રાજેશ ખન્નાની પણ એક ગાડી જોવા મળી. અહીં જે ગાડી ડિસપ્લે પર લગાવવામાં આવી હતી, તેને કાકાએ ફિલ્મ મેરે જીવન સાથીમાં ઉપયોગ કરી હતી. આ સિવાય એક લીલી કલરની વેન ટાઈપની ગાડી પણ જોવા મળી હતી. આને તમે અમિતાભ બચ્ચનની ફિલ્મ દિવારમાં જોઈ હશે.

ગાડીઓ સિવાય બાઈક્સને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું હતું. આમાં ઋષી કપૂર અને ડિંપલ કાપડીયાની કેમેસ્ટ્રીની યાદ અપાવતી બાઈક શામેલ હતી. આ બાઈકનો ઋષી કપૂરે પિલ્મ બોબીમાં ઉપયોગ કર્યો હતો. આ સિવાય શોલેમાં જય અને વીરુની તે ફેમસ બાઈક પણ અહીં જોવા મળી. બાઈકની પાછળ તે યાદગાર પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.
First published: February 11, 2018, 6:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading