નવી દિલ્હી: જાણીતી ડિસ્પ્લે ઉત્પાદક BOE એપલને 2023માં આઇફોન 15 સિરીઝ (iPhone 15 Series)ના મોડેલ્સ માટે એલટીપીઓ OLED ડિસ્પ્લે (LTPO OLED Display) સપ્લાય કરી શકે છે. જીએસએમ અરિના અનુસાર, એપલ વર્ષોથી સેમસંગ (Samsung) અને તેની OLED પેનલ્સ પરની તેની નિર્ભરતાને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ ક્યુપરટિનો-આધારિત ટેક જાયન્ટને સારી ગુણવત્તામાં જે પ્રકારની ઉચ્ચ-ગુણવત્તાની પેનલ્સની જરૂર છે, તે પ્રકારનું ઉત્પાદન અન્ય કોઈ કંપની કરી શકી નથી. પરંતુ એક અહેવાલ અનુસાર બીઓઇ (BOE) અને એલજી (LG)ને તુલનાત્મક રીતે નાના ઓર્ડર મળ્યા છે. પરંતુ તે આવતા વર્ષે બદલાઈ શકે છે. જોકે, કંપની તરફથી આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અહેવાલ પ્રમાણે આ વર્ષે લોંચ થનારા આઈફોન 14 માટે બીઓઈ તરપથી ડિસ્પ્લેની સપ્લાય કરવામાં આવે તેવી સંભાવના છે.
અત્યારે ફક્ત અમુક નોન-પ્રો આઇફોન 13 યુનિટ્સને બીઓઇ દ્વારા OLED પેનલ્સની સપ્લાય કરવામાં આવે છે. તેમ છતાં ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો થવાથી કંપની આઇફોન 15 પ્રોની જોડી માટે પેનલ્સનો જથ્થો પૂરો પાડી શકશે.
120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ
વધુ સારી પ્રોસેસ BOEને સારા ઉત્પાદન સુધી પહોંચવામાં અને ડબલ સ્ટેક ટેન્ડમ સ્ટ્રક્ચર સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા એલટીપીઓ OLED ડિસ્પ્લે સપ્લાય કરવામાં મદદ કરશે. જેનાથી OLEDનું આયુષ્ય પણ વધશે. અહેવાલ મુજબ એલટીપીઓ OLED ડિસ્પ્લે 120 હર્ટ્ઝ સુધીના વેરિએબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરી શકે છે. અત્યારસુધી બીઓઇએ લોઅર-એન્ડ આઇફોન 13 મોડેલ્સ માટે માત્ર 6.06 ઇંચની OLED પેનલ્સ પૂરૂ પાડતું હતું.
હાલ પુષ્ટિ નહીં
જોકે, હજુ પણ તેની કોઇ પુષ્ટિ થઈ નથી. પરંતુ લાગી રહ્યું છે કે BOE એકદમ સાચા રસ્તે છે. કારણ કે તે એપલને 15થી 16 મિલિયન યુનિટની વચ્ચે કોઈપણ વસ્તુનું વેચાણ કરવામાં સક્ષમ હતું. જે શરૂઆતની ધારણા કરતા ઘણું વધારે છે.
ઇલેકના રિપોર્ટ અનુસાર બીઓઇ હજુ પણ લો-ટિયર આઇફોન 14 મોડલ્સ માટે OLED ડિસ્પ્લે પેનલ્સ સપ્લાય કરે તેવી અપેક્ષા છે, જે આ વર્ષના અંતમાં લોન્ચ થશે. 6.68 ઇંચના આઇફોન 14 પ્રો મેક્સના ડિસ્પ્લે યુનિટ્સ સેમસંગ ડિસ્પ્લે અને એલજી ડિસ્પ્લેમાંથી ખરીદવામાં આવશે. અગાઉના અહેવાલ મુજબ, ધારણાઓ છે કે એપલ આગામી આઇફોન 14 મોડેલોમાં 120 હર્ટ્ઝ પ્રોમોશન ડિસ્પ્લે આપશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર