Home /News /tech /2 હજારથી પણ ઓછી કિંમતમાં આવી ધાંસુ Smarthwatch, મળશે 100થી વધુ વોચ ફેસ, 7 દિવસ ચાલશે બેટરી
2 હજારથી પણ ઓછી કિંમતમાં આવી ધાંસુ Smarthwatch, મળશે 100થી વધુ વોચ ફેસ, 7 દિવસ ચાલશે બેટરી
Boat Wave Lite
Boat Wave Lite: બોટ વેવ લાઇટ ભારતમાં આ અઠવાડિયે વેચાણ માટે ઉપલબ્ધ થશે અને આ વોચની કિંમત 2,000 રૂપિયાથી ઓછી છે. બોટ વેવ લાઇટ, બોટ વેવ પ્રો 47 બાદ વેવ સીરીઝની બીજી સ્માર્ટ વિયરેબલ છે.
Boat Wave Lite: Boatએ ગયા અઠવાડિયે ભારતમાં એક નવી બજેટ સ્માર્ટવોચ Boat Wave Liteના લોન્ચને ટીઝ કર્યું હતું. હવે કંપનીએ એમેઝોન (Amazon)ના માધ્યમથી નવી સ્માર્ટવોચની કિંમત, અવેલિબિલીટી અને વેચાણની તારીખને કન્ફર્મ કરી છે. બોટ વેવ લાઇટ ભારતમાં આ અઠવાડિયે વેચાણ માટે ઉપલબ્ધ થશે અને આ વોચની કિંમત 2,000 રૂપિયાથી ઓછી છે. બોટ વેવ લાઇટ, એ બોટ વેવ પ્રો 47 પછી આવેલી વેવ સીરીઝની બીજી સ્માર્ટ વિયરેબલ છે, જેને થોડા અઠવાડિયા પહેલા લોન્ચ કરવામાં આવી હતી.
Boat Wave Lite Price and Availability
સ્માર્ટવોચની કિંમત 1,999 રૂપિયા રાખવામાં આવી છે અને તે એમેઝોન પર ઉપલબ્ધ થશે. વોચનું વેચાણ 31 માર્ચે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ સ્માર્ટ વિયરેબલ બ્લુ અને રેડ કલર ઓપ્શનમાં આવે છે.
બોટ વેવ લાઇટમાં સ્ક્વેર ડિઝાઇનવાળી 1.69 ઇંચની સ્ક્રીન અને 500 નિટ્સ પીક બ્રાઇટનેસ છે. વોચ 160 ડિગ્રી વ્યુઇંગ એંગલ અને 70% RGB કલર ગેમુટ સાથે આવે છે. આ વોચનું વજન માત્ર 44.8 ગ્રામ છે. તે મેનૂને એક્સેસ કરવા અને વોચના યુઝર ઇન્ટરફેસમાં નેવિગેટ કરવા માટે સાઇડમાં રોટેટિંગ ક્રાઉન બટન સાથે આવે છે.
મળશે 100થી વધુ વોચ ફેસ
તમે તેમાં 100થી વધુ વોચ ફેસ પસંદ કરી શકો છો, જે બોટ વિયરેબલ એપનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકાય છે. સ્વાસ્થ્ય-કેન્દ્રિત સુવિધાઓ તરીકે આ સ્માર્ટ વિઅરેબલમાં 24/7 હાર્ટ રેટ ટ્રેકર, બ્લડ ઓક્સિજન લેવલ અને સ્લીપ ટ્રેકિંગ પર દેખરેખ રાખવા માટે SpO2 મોનિટર મળે છે.
વેવ લાઇટ વોચ રનિંગ, વોકિંગ, સાઇકલિંગ, યોગા, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, સ્કીપિંગ, ક્લાઇમ્બીંગ અને સ્વિમિંગ જેવા દસ સ્પોર્ટ્સ મોડ્સના સપોર્ટ સાથે આવે છે. આ ઉપરાંત, વોચ ગૂગલ ફિટ અને એપલ હેલ્થ ઇંટીગ્રેશનને પણ સપોર્ટ કરશે, જે બજેટ સેગમેન્ટમાં એક સારામાં સારું ફીચર છે.
7 દિવસ ચાલશે બેટરી (Boat Wave Lite Battery)
આ ઉપરાંત, બેટરીની વાત કરીએ તો વોચને એક વખત ચાર્જ કર્યા પછી તે 7 દિવસ સુધી ચાલશે. વોચના બાકીના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં કૉલિંગ, ટેક્સ્ટ, સોશિયલ મીડિયા એપ, સેડેંટરી રિમાઇન્ડર અને IP67 ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર