Boat Airdopes 501 ANC લોંચ, 28 કલાક ચાલશે બેટરી, જાણો કિંમત અને અન્ય ફીચર્સ

બોટ એરડોપ્સ.

Boat Airdopes 501 ANCમાં આધુનિક ટેકનોલોજીની સુવિધા આપવામાં આવી છે, જેને BEAST (or Bionic Engine, And Sonic Technology) કહેવામાં આવે છે.

  • Share this:
    નવી દિલ્હી: Boatએ તેના Airdopes 501 ANC TWSને લોન્ચ કરી દીધા છે. આ Airdopesમાં બ્લૂટૂથ v5.2, ENx અને લો ઓડિયો લેટેન્સી માટે BEASTની સુવિધા પણ આપી છે. આ Airdopesમાં ASAP ચાર્જની સુવિધા પણ આપવામાં આવી છે. તમે Amazon અને Boatની ઓફિશિયલ વેબસાઈટ પરથી Boat Airdopes 501 ANCને રૂ. 2,499માં ખરીદી શકો છો. આ Airdopesમાં ઓડિયો વિઅરેબ્લસની એક વર્ષની ઈન્ડસ્ટ્રી વોરંટી પણ આપવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે, Boat Airdopes 501 ANCમાં 30dB સુધીની હાઈબ્રિડ એક્ટિવ નોઈસ કેન્સલેશન (ANC)ની સુવિધા આપવામાં આવી છે, જે આસપાસથી આવતા વધારાના અવાજને દૂર રાખે છે. ક્લિઅર કોલિંગ કરી શકાય તે માટે દરેક બડમાં ENx ટેકનોલોજી સાથે ડ્યુઅલ માઈક્રોફોનની સુવિધા પણ આપવામાં આવી છે. મીડિયા પ્લેબેક દરમિયાન એમ્બિયન્ટ મોડના કારણે બેકગ્રાઉન્ડનો અવાજ ટ્રાન્સપરન્ટ બને છે.

    Boat Airdopesના લોન્ચિંગ દરમિયાન કો-ફાઉન્ડર સમીર મહેતાએ કેટલીક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “આ Airdopesમાં લેટેસ્ટ અને બેસ્ટ ફીચરની સુવિધા આપવામાં આવી છે. આ Airdopes સ્ટાઈલિશ, કમ્ફર્ટેબલ છે તથા બજેટ ફ્રેન્ડલી છે.”

    આ પણ વાંચો: Nothing Ear 1 TWS Earbuds: ભારતમાં લોન્ચ થયા સૌથી પહેલા ટ્રાન્સ્પરન્ટ ઇયર બડ્સ, જાણો કિંમત અને ફિચર્સ

    Boat Airdopes 501 ANCમાં આધુનિક ટેકનોલોજીની સુવિધા આપવામાં આવી છે, જેને BEAST (or Bionic Engine, And Sonic Technology) કહેવામાં આવે છે. આ એક લૉ લેટેન્સી ડીકોડર છે, જે ઓડિયો અને વિડીયોને સિંકમાં રાખવા માટે ટ્રાન્સમિશન લેટેન્સીને ઓછી કરે છે. બ્લૂટૂથ v5.2 લેગ-ફ્રી કનેક્શન સેટ કરે છે. Airdopes ઈયર ડિટેક્શન કરવાનું કામ કરે છે, જ્યારે પણ Airdopes પહેર્યા હોય કે નહીં, મ્યુઝીક ઓટોમેટીકલી પ્લે થાય છે અને બંધ થાય છે. Airdopes 501 ANCમાં 8mm લાર્જ ડ્રાઈવરની સુવિધા આપવામાં આવી છે, જે બોટનો સિગ્નેચર સાઉન્ડ પ્રદાન કરે છે.

    આ પણ વાંચો: નોકિયાએ લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન Nokia XR20 અને Nokia C30, જાણો કિંમત અને ફીચર્સ

    5 કલાક ચાર્જ કર્યા બાદ આ Airdopesની બેટરી 28 કલાક સુધી ચાલે છે. જયારે 5 મિનિટ ચાર્જ કાર્ય બાદ Airdopesની બેટરી 60 મિનિટ સુધી ચાલી શકે છે.

    Airdopes 501 ANCમાં ટાઈપ C કનેક્ટર, ધૂળ અને પરસેવાની અસર ન થાય તે માટે IPX4 રેટિંગ, પ્લે બેક માટે ટચ કન્ટ્રોલ, કોલ અને વોઈસ આસિસ્ટન્ટની સુવિધા આપવામાં આવી છે. Google Assistant માટે ટચ વોઈસ આસિસ્ટન્ટની સુવિધા આપવામાં આવી છે.
    First published: