BMW i4 Electric Sedan: ભારતમાં લોન્ચ થશે બીએમડબલ્યુની i4 ઇલેક્ટ્રિક સેડાન, જાણો તેના વિશે 5 જરૂરી બાબતો
BMW i4 Electric Sedan: ભારતમાં લોન્ચ થશે બીએમડબલ્યુની i4 ઇલેક્ટ્રિક સેડાન, જાણો તેના વિશે 5 જરૂરી બાબતો
BMW i4 નું એક્સટીરિયર ઘણું આકર્ષક છે.
BMW i4 Electric Sedan: ઇલેક્ટ્રિક એસયુવીથી ભરેલા ભારતીય બજારમાં BMWની સેડાન તેના બોડી શેપને કારણે જરૂર અલગ દેખાશે, પરંતુ આ કાર અન્ય ઘણી બાબતોમાં પણ અલગ હશે.
નવી દિલ્હી. બીએમડબલ્યુ (BMW) ભારતમાં ધીમે-ધીમે પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોને વધારી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીએ પોતાની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક એસયુવી iX 1.16 કરોડ રૂપિયાની શરૂઆતી કિંમત પર માર્કેટમાં ઉતારી હતી. ત્યારબાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ 47.20 લાખ રૂપિયામાં મિની કૂપર એસયુવી ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. હવે બીએમડબલ્યુ 26 મેએ ઇલેક્ટ્રિક સેડાન i4 ભારતમાં રજૂ કરવા જઈ રહી છે.
ઇલેક્ટ્રિક એસયુવીથી ભરેલા ભારતીય બજારમાં BMWની સેડાન તેના બોડી શેપને કારણે જરૂર અલગ દેખાશે, પરંતુ આ કાર અન્ય ઘણી બાબતોમાં પણ અલગ હશે. BMW i4 ભારતીય બજારમાં પહેલાથી જ પ્રદર્શિત કરવામાં આવી ચૂકી છે અને તેનું એક્સટીરિયર ઘણું આકર્ષક છે.
તેનો લુક 4 સિરીઝ ગ્રેન કૂની યાદ અપાવે છે પરંતુ ફ્રન્ટમાં ઇમ્પોઝિંગ ગ્રિલ, મોટા એર ડેમ અને શાનદાર અલોય તેને યુનિક બનાવે છે. તેની લંબાઈ 4783 મિલીમીટર, પહોળાઈ 1852 મિલીમીટર અને હાઇટ 1448 મિલીમીટર છે. તેનો વ્હીલબેઝ 2856 મિલીમીટરનો છે.
ઇન્ટીરિયર
તેનું ઇન્ટીરિયર ઘણું સોફિસ્ટિકેટેડ છે. કેબિનમાં 12.3 ઇંચની ડ્રાઈવર ડિસ્પ્લે, કર્વ્ડ ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ અને 4.9 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન મળે છે.
બેટરી અને રેન્જ
બીએમડબલ્યુ i4માં 83.9 કિલોવોટનું બેટરી પેક છે જે રિયર વ્હીલ્સને પાવર આપે છે. મોટરની પાવર 335 બીએચપી છે અને ટોર્ક 430 એનએમ છે. આ 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર 5.7 સેકન્ડમાં પહોંચી જાય છે. એક વખત ફુલ ચાર્જ થવા પર તે 521 કિલોમીટર સુધી ચાલી શકે છે.
કંપનીએ હજુ સુધી તેના ચાર્જિંગ ઓપ્શન અંગે કોઈ જાણકારી નથી આપી. રિપોર્ટ્સ મુજબ, તેમાં બીએમડબલ્યુ વોલબોક્સ હશે જેનાથી કાર 10-12 કલાકમાં ફુલી ચાર્જ થશે. કારમાં ફાસ્ટ ચાર્જ ઓપ્શન પણ મળી શકે છે જેનાથી આ ટાઇમ ઘણી હદ સુધી ઘટી જશે.
કિંમત
આ કારની કિંમત 80 લાખ રૂપિયા કે તેથી વધારે હોઈ શકે છે. જો કે, કમ્પલીટલી બિલ્ટ યુનિટના રૂપમાં ભારતમાં આવનારી કારોની કિંમતનું અનુમાન લગાવવું મુશ્કેલ હોય છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર