Home /News /tech /ભારતનું સૌથી મોંઘું સ્કૂટર: કિંમત એટલી કે આ બજેટમાં આવી જાય શાનદાર કાર, જાણો કિંમત અને ફીચર્સ વિશે

ભારતનું સૌથી મોંઘું સ્કૂટર: કિંમત એટલી કે આ બજેટમાં આવી જાય શાનદાર કાર, જાણો કિંમત અને ફીચર્સ વિશે

BMW C 400 GT ભારતમાં લૉંચ.

BMW C 400 GT Maxi Scooter: ભારતમાં લૉંચ થયું સૌથી મોંઘું સ્કૂટર, જાણો સ્કૂટરના ફીચર્સ તેમજ કિંમત વિશેની માહિતી.

મુંબઈ: BMW C 400 GT Maxi Scooter: લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ બીએમડબલ્યૂએ પોતાનું મેક્સી સ્કૂટર ભારતમાં લૉંચ કરી દીધું છે. આ સ્કૂટરની ખાસ વાત તેની કિંમત છે. BMW C 400 GT Maxi Scooter ભારતમાં સૌથી મોંઘું સ્કૂટર બની ગયું છે. જોકે, આ સ્કૂટરની ડિઝાઈન અને દેખાવ એટલો જોરદાર છે કે તમને પ્રથમ નજરે જ આ સ્કૂટર ગમી જાય. ભારતના સૌથી મોંઘા સ્કૂટરની કિંમત અને ખાસીયત અંગે જાણકારી મેળવીએ. અહીં એક વાત એ પણ નોંધવી રહી કે આ સ્કૂટરની કિંમત એટલી વધારે છે કે આ બજેટમાં ભારતમાં અનેક સારી કાર ખરીદી શકાય. અહીં આર્ટિકલમાં આગળ અમે એવી પાંચ કાર પણ રજૂ કરી રહ્યા છીએ જે આ સ્કૂટરની કિંમતમાં આવી જાય.

કિંમત, કલર અને ઝડપ

BMW C 400 GT Maxi Scooterની કિંમત ભારતમાં 9.95 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. એટલે કે ટેક્સ, આરટીઓ સહિતના અન્ય ખર્ચને ઉમેરો તો આ સ્કૂટરની કિંમત ઘણી વધી જાય છે. આ સ્કૂટર Alpine White અને Style Triple Black જેવા બે કલરમાં ઉપલબ્ધ છે. આ સ્કૂટરની ખરીદી પર ત્રણ વર્ષની વૉરંટી પણ આપવામાં આવે છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે આ સ્કૂટરની ખરીદી પર કંપની 24×7 રોડ સાઇડ એક્સિડેન્ટ સેવા પણ ઉપલબ્ધ કરાવી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ સ્કૂટરની ટોપ સ્પીડ 139kmph છે. આ સ્કૂટર ફક્ત 9.5 સેકન્ડમાં 0-100kmphની સ્પીડ પકડી લે છે.

એન્જીન અને અન્ય ફીચર્સ

>> BMW C 400 GT મેક્સી સ્કૂટરમાં 350ccનું વૉટર કૂલ્ડ સિંગ સિલિન્ડર એન્જીન છે.
>> આ એન્જીન 7,500 rpm અને 34bhp પાવર 5,750Nm પર 35Nm ટોર્ટ જનરેટ કરી શકે છે.
>> ફીચર્સની વાત કરીએ તો તેમાં ફુલ LED ડિસ્પ્લે, મોટી વિન્ડશિલ્ડ, અપસ્વેપ્ટ એક્ઝોસ્ટ અને અંડર સીટ સ્ટોરેજ સામેલ છે.
>> આ સ્કૂટરમાં BMW Motorrad Connectivity સપોર્ટ સાથે મોચી ટીએફટી સ્ક્રીન, યૂએસબી ચાર્જિંગ શૉકેટ, ટેડ સીટ, એન્ટી થેપ્ટ એલાર્ટ સિસ્ટમ, ટેલિસ્કોપિક ફ્રંટ ફૉર્ક્સ, ડબલ ડિસ્ક બ્રેક અને એબીએસ જેવા અનેક સ્ટાન્ડર્ડ ફીચર છે.

આ બજેટમાં આવે આ પાંચ શાનદાર કાર

1) મારુતિ-સુઝુકી વીટારા બ્રેજા અને સિયાઝ (Maruti Suzuki Vitara Brezza and Ciaz)

જો તમે 10 લાખ રૂપિયાનું સ્કૂટર ખરીદવાનું વિચાર રહ્યો છો તો આ કિંમતમાં મારુતિ સુઝુકીની બે શાનદાર કાર ખરીદી શકાય છે. આ કિંમતમાં તમને Vitara Brezza ZXI Plus મોડલ તેમજ Maruti Suzuki Ciaz મળી શકે છે.

2) ટાટા નેક્સન (Tata Nexon)

આજકાલ ટાટા નેક્સન કારની ખૂબ માંગ છે. આ કાર લોકપ્રીય બની ગઈ છે. 10 લાખ રૂપિયા ખર્ચીને તમે આ સ્ટાઇલીશ કાર ઘરે લાવી શકો છો.

આ પણ વાંચો: Tata Punchને સુરક્ષા મામલે મળ્યું 5 સ્ટાર રેટિંગ, જાણો ભારતની અન્ય કાર કેટલી સુરક્ષિત

3) હ્યુન્ડાઇ આઈટ્વેન્ટી (Hyundai i20)

શહેરના ટ્રાફિક માટે હેચબેક કાર સારો વિકલ્પ છે. 10 લાખની કિંમતમાં તમે હ્યુન્ડાઇ કંપનીની ખૂબ જ પ્રસિદ્ધ i20 કારનું Turbo iMT વેરિએન્ટ ખરીદી શકો છો.

4) નિસાન મેગ્નાઇટ (Nissan Magnite)

જો તમે કોમ્પેક્ટ SUV કારની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો નિસાનની મેગ્નાઇટ સારો વિકલ્પ હોઈ શકે છે. આ કારને પણ લોકો પસંદ કરી રહ્યા છે. 10 લાખની કિંમતમાં નિસાન મેગ્નાઇટ ખરીદી શકાય છે.

5) હોન્ડા સિટી (Honda City)

10 લાખ રૂપિયામાં તમે ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ હોન્ડા સિટી સેડાન કાર ઘરે લાવી શકો છો. ફિફ્થ જનરેશન સિટી કારની શરૂઆતની કિંમત 10.99 લાખ રૂપિયાની આસપાસ છે. આ કાર અનેક મોર્ડન ફીચર સાથે આવે છે.
First published:

Tags: Automobile, Scooter, કાર, બીએમસી