ચાર્જિગમાં લગાવેલા બ્લૂટૂથ હેડફોનમાં થયો અચાનક બ્લાસ્ટ, 28 વર્ષીય યુવકનું મોત

પ્રતિકાત્મક તસવીર

ચાર્જ કરતી વખતે અચાનક હેડફોન ફૂટ્યો (headphones)અને યુવાન બેભાન થઈ ગયો. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 • Share this:
  જયપુર: રાજસ્થાન(Rajasyhan)ના જયપુર (Jaypur) જિલ્લામાં બ્લૂટૂથ હેડફોન(headphones)માં ચાર્જ કરતી વખતે વિસ્ફોટ (blast) થતાં યુવકના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનેલો 28 વર્ષનો યુવક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. આ અકસ્માત ચૌમુ નગરના ઉદયપુરીયા ગામમાં થયો હતો. રાકેશ કુમાર નાગર ઘરમાં બ્લૂટૂથ હેડફોન સાથે બેઠો હતો અને તેને ચાર્જિંગ પ્લગ સાથે જોડી દીધો હતો. પોલીસ(Police)ના જણાવ્યા અનુસાર અચાનક હેડફોનમાં વિસ્ફોટ થયો અને યુવક બેભાન થઈ ગયો. તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

  બ્લાસ્ટ થતા જ યુવક બેભાન થયો હતો સારવાર દરમિયાન તેનું મોત થયું 

  સિદ્ધિવિનાયક હોસ્પિટલના ડો.એલ.એન.રુંડલાએ જણાવ્યું હતું કે, યુવકને બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ડોક્ટરના કહેવા મુજબ, યુવકનું મૃત્યુ કદાચ હ્રદયની ગતિ ધીમી થવાને કારણે થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રાકેશે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા.

  આ પણ વાંચો: દેશમાં આ સ્થળે છે સેકન્ડ હેન્ડ કારનું સૌથી મોટું બજાર, અહિં મળશે સૌથી સસ્તી કાર

  અગાઉ વનપ્લસ નોર્ડ 2માં થયો હતો બ્લાસ્ટ 

  થોડા દિવસો પહેલા આવું જ કંઇક વનપ્લસ નોર્ડ 2 સ્માર્ટ ફોનની બેટરી સાથે થયું. એક મહિલા જેણે નવો વનપ્લસ નોર્ડ 2 ખરીદ્યો હતો તેણે દાવો કર્યો હતો કે, બાઇક ચલાવતી વખતે તેનો ફોન તેની સ્લિંગ બેગમાં ફૂટ્યો હતો. વનપ્લસે આ મુદ્દો સ્વીકાર્યો છે અને ફોનની બેટરી કેમ ફૂટી છે તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ આરોપ બેંગલુરુથી અંકુર શર્મા દ્વારા ટ્વિટ સ્વરૂપે આવ્યો છે. અંકુરના જણાવ્યા મુજબ, જ્યારે તેની પત્ની બાઇક પર જઇ રહી હતી, ત્યારે 5 દિવસ જૂનો વનપ્લસ નોર્ડ 2 અચાનક વિસ્ફોટ થયો.

  આ પણ વાંચો: આ છે ઇન્ડિયાની પહેલી ઇલેક્ટ્રીક સુપરકાર, ફૂલ ચાર્જમાં દોડશે 700km

  અનેક વાર મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થવાના કિસ્સાઓ આવ્યા સામે 

  વિસ્ફોટ પછી તરત જ, વનપ્લસ નોર્ડ 2 માંથી ધુમાડો નીકળવા લાગ્યો, જે પછી મહિલાની સ્લિંગ બેગમાં રાખવામાં આવ્યો હતો. સ્માર્ટફોનમાં વિસ્ફોટ કંઈ નવું નથી, અને ઘણાને સેમસંગની નિષ્ફળતા યાદ હશે જ્યાં વિવિધ ગેલેક્સી નોટ 7 વપરાશકર્તાઓએ બહુવિધ સ્માર્ટફોન વિસ્ફોટો જોયા હતા. આ પ્રકારના કિસ્સાઓ અનેક વાર સામે આવતા હોય છે. જેમાં અનેક લોકોના મોત થયા છે.
  Published by:kuldipsinh barot
  First published: