નવી દિલ્હી. વર્ચ્યૂઅલ પ્રાઇવેટ નેટવર્ક (Virtual Private Networks) એટલે કે વીપીએન (VPN)નો ઉપયોગ અલગ-અલગ લોકો અલગ-અલગ ઉદ્દેશ્યો માટે કરે છે. એવા અનેક લોકો છે જે તેનો ઉપયોગ ભારતમાં ઉપલબ્ધ ન હોય તેવા કન્ટેન્ટને સ્રી નમ કરવા માટે કરે છે. સાથોસાથ એવી ગેરકાયદેસર વસ્તુઓનો ઉપયોગ કરવા પણ કરે છે જેની પર ભારતમાં પ્રતિબંધ છે. Virtual Private Networksના માધ્યમથી યૂઝર્સ ઇન્ટરનેટને ગુમનામ કરીને કંઈ પણ એક્સેસ કરી દે છે જે કોઈ દેશમાં ઉપલબ્ધ ન હોય તે પણ. અને VPNમાં લોકેશન પણ બદલાઈ જાય છે.
પરંતુ, હવે એવા લોકો માટે ખરાબ સમાચાર છે જેઓ ભારતમાં VPNનો ઉપયોગ કરે છે, કારણ કે ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Committee) સરકારને ભારતમાં VPNના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો અનુરોધ કર્યો છે.
ભારતમાં VPN સર્વિસ પર પ્રતિબંધ મૂકાઈ શકે છે
ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિએ સરકારને ભારતમાં VPNના ઉપયોગને પ્રતિબંધિત કરવાનો અનુરોધ કર્યો છે. જોકે, હજુ સુધી એ વાત સામે નથી આવી કે તેની પર ભારતમાં ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે. દરેક ટેક્નોલોજીનો ઉપયોગ સારા અને ખરાબ બંને ઉદ્દેશ્યો માટે કરવામાં આવી શકે છે. જોકે, એવું કહેવું યોગ્ય છે કે VPN Usersને ગુમનામ રહેવામાં મદદ કરે છે.
જોકે, VPN પર પ્રતિબંધ મૂકવો યોગ્ય પણ છે અને અયોગ્ય પણ, કારણ કે એવા અનેક લોકો છે જેઓ VPNનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે તેઓ પોતાના ડિવાઇસને હેક થવાથી બચાવવા માટે પબ્લિક નેટવર્ક કે સર્વરથી જોડાયેલા હોય છે. પરંતુ તેનો ખોટો ઉપયોગ પણ થાય છે, જ્યાં ગયા વર્ષે ભારત સરકારે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ લોકો VPNથી Access કરી દે છે અને સાથોસાથ ભારતમાં પોર્ન વેબસાઇટ્સ ઉપર પણ પ્રતિબંધ છે પરંતુ લોકો VPNથી એક્સસ કરી દે છે.
VPN પ્રાઇવસી રાખવમાં પણ સહાયરૂપ સાબિત થાય છે કારણ કે નિયમિત રીતે જાણકારી એકત્ર કરનારી એપ્સ અને વેબસાઇટ ચોક્કસ ડેટા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી હોતી. આ ઉપરાંત, VPNનો ઉપયોગ વ્યવસાયો દ્વારા એ સુનિશ્ચિત કરવા માટે પણ કરવામાં આવે છે કે તેમનો ડેટા સિક્યોર રહે, અને તેથી એન્ટરપ્રાઇઝના સર્વરનું સ્થાન બદલાતું રહે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર