Whatsapp પર આવશે આ નવું ફીચર્સ, બ્લોક કરવા પર દેખાશે નોટિસ

News18 Gujarati
Updated: November 15, 2019, 4:56 PM IST
Whatsapp પર આવશે આ નવું ફીચર્સ, બ્લોક કરવા પર દેખાશે નોટિસ
ચેટ બોક્સમાં એક બબલ લેબલ દેખાશે.

WABetaInfo અહેવાલમાં જણાવાયું છે કે વોટ્સઍપ એક નવી સુવિધા વિકસાવી રહ્યું છે જે તમને બતાવશે કે જ્યારે તમે કોઈ સંપર્કને બ્લોક કરશો. તો ચેટ બોક્સમાં એક બબલ લેબલ દેખાશે.

  • Share this:
વોટ્સઍપ એ વિશ્વની સૌથી યૂઝરબેઝડ મેસેજિંગ એપ્લિકેશન છે અને યૂઝર્સના જરૂરિયાત સતત નવા ફેરફાર લઇને આવે છે. નવા બીટા અપડેટ વર્ઝન 2.19.332 માં બીટા પરીક્ષકોને બે નવી સુવિધાઓ આપવામાં આવી છે. ઉપરાંત હવે યૂઝર્સને હેરાન કરનારા સંપર્કોને બ્લોક કરવું વધુ સરળ બનશે. આ નવી સુવિધાઓ ટૂંક સમયમાં અપડેટ્સમાં આવી શકે છે.

બ્લોક સૂચના

તાજેતરના બીટા અપડેટમાં વોટ્સઍપનું એક નવું અપડેટ દેખાય છે. WABetaInfo અહેવાલમાં જણાવાયું છે કે વોટ્સઍપ એક નવી સુવિધા વિકસાવી રહ્યું છે જે તમને બતાવશે કે જ્યારે તમે કોઈ સંપર્કને બ્લોક કરશો. તો ચેટ બોક્સમાં એક બબલ લેબલ દેખાશે, જેમા લખેલું હશે, 'You blocked this contact. Tap to unblock.'

આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

પહેલેથીજ બ્લોક યૂઝર્સને અનબ્લોક કરવા પર પણ તે લેબલ બતાવશે, જે કહેશે કે 'તમે આ સંપર્કને અનબ્લોક કર્યો છે.' લેબલ ફક્ત જે કોન્ટેક્ટને બ્લોક કર્યો છે તે કોન્ટેક્ટ યૂઝર્સને જ દેખાશે. તેને કોઇ મેસેજ અથવા લેબલ દેખાશે નહીં.

આ પણ વાંચો: Xiaomi, સેમસંગ, એપલ નહીં, આ ફોન બન્યો નંબર વન, જુઓ Top 10 લિસ્ટનવા બીટા અપડેટમાં ઓટોમેટિક કોન્ટેક્ટની કેટેગરીમાં અલગ કરશે. આનો અર્થ એ કે વ્યવસાય સાથે સંકળાયેલ સંપર્ક અનબ્લોક થવા પર બીજા વિભાગમાં દેખાશે. અહેવાલમાં જણાવાયું છે કે આ વ્યવસ્થા ઓટોમેટિક હશે, એટલે કે, યૂઝ્સે જાતે જ વ્યવસાયિક સંપર્ક સેટ કરવો પડશે નહીં.

યૂઝરને આ ફેરફાર ત્યારે જોવા મળશે જ્યારે તમારા તરફથી બ્લોક કરેલા નંબરની યાદી ઓપન કરશો. હાલ તો આ ફીચર પરીક્ષણના તબક્કામાં છે.
First published: November 15, 2019
વધુ વાંચો
अगली ख़बर