Home /News /tech /Blockchain Technology : જાણો બ્લોકચેઈન ટેક્નોલોજી શું છે? સમયની સાથે તે કેમ બની રહી છે લોકપ્રિય
Blockchain Technology : જાણો બ્લોકચેઈન ટેક્નોલોજી શું છે? સમયની સાથે તે કેમ બની રહી છે લોકપ્રિય
બ્લોકચેન ટેક્નોલોજી
Blockchain Technology : બ્લોકચેન ટેક્નોલોજી એ ડિજિટલ લેજર ટેક્નોલોજીનો એક પ્રકાર છે જે માહિતીને રેકોર્ડ કરે છે. ખાસ કરીને ટ્રાન્ઝેક્શનને તે એવી રીતે રેકોર્ડ કરે છે કે તે સિસ્ટમને બદલવા, હેક કરવા, કરપ્ટ કરવા અથવા ફ્રોડ કરવામાં મુશ્કેલ હોય છે
Blockchain Technology : છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક ઉભરતી ટેક્નોલોજી બ્લોકચેન (Blockchain) તરફ લોકોનુ ધ્યાન આકર્ષિત થયું છે. બ્લોકચેન ટેકનોલોજી નેક્સ્ટ જનરેશન, પ્રોમિસીંગ અને રિવોલ્યુશનલી ટેક્નોલોજી (revolutionary technology) છે. આ એક એવી ટેક્નોલોજી છે જે આપણી કાર્ય કરવાની રીત અને બિઝનેસ વર્કની ટેક્નીકને સંપૂર્ણપણે બદલી શકે છે. આ ટેક્નોલોજીની સરળ સમજણ માટે અમે કહી શકીએ કે તે કંઈક અંશે Google ડૉક્સ જેવી જ છે, પરંતુ તેના કરતા તે વધુ જટિલ અને લેટેસ્ટ છે. આ આર્ટિકલ ટેક્નોલોજીથી સંબંધિત તમારા તમામ પ્રશ્નોના જવાબ આપશે, જેમ કે બ્લોકચેન ટેક્નોલોજી શું છે અને તે કેવી રીતે કામ કરે છે, તે શા માટે આટલી લોકપ્રિય છે, અને તેના ભાવિ અવકાશ તરફ તમને માર્ગદર્શન આપશે.
બ્લોકચેન ટેક્નોલોજી શું છે?
બ્લોકચેન ટેક્નોલોજી એ ડિજિટલ લેજર ટેક્નોલોજીનો એક પ્રકાર છે જે માહિતીને રેકોર્ડ કરે છે. ખાસ કરીને ટ્રાન્ઝેક્શનને તે એવી રીતે રેકોર્ડ કરે છે કે તે સિસ્ટમને બદલવા, હેક કરવા, કરપ્ટ કરવા અથવા ફ્રોડ કરવામાં મુશ્કેલ હોય છે. આ ટ્રાન્ઝેક્શન બ્લોકચેન પર કમ્પ્યુટર સિસ્ટમ્સના સમગ્ર નેટવર્ક સાથે ડિસ્ટ્રીબ્યૂટ અને ડુપ્લિકેટ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે ડિસેન્ટ્રલાઈઝ ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક છે, જે ચેન પરના બ્લોકના રૂપમાં અનેક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરે છે. જ્યારે પણ બ્લોકચેન પર નવું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે, ત્યારે તેના રેકોર્ડ દરેક પાર્ટિસિપેન્ટના ખાતામાં ઉમેરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ એન્ટ્રીઓને બદલી અથવા ફેરફાર કરી શકતી નથી, કારણ કે તમામ ફેરફારો રીઅલ-ટાઇમમાં રેકોર્ડ કરવામાં આવે છે, જે તેને સંપૂર્ણપણે પારદર્શક બનાવે છે. જો કોઈ તેને મોડિફાઈ અથવા કરપ્ટ કરવાનો પ્રયાસ કરે છે, તો તેણે તમામ ડિસ્ટ્રીબૂયૂશન ચેઈનમાં દરેક બ્લોકને બદલવો પડશે, જે વ્યવહારીક રીતે અઘરું અને અવાસ્તવિક છે. અકાઉન્ટમાં આ વ્યવહારો માલિકના ડિજિટલ સિગ્નેચર દ્વારા ઓથોરાઈઝ્ડ છે, જે તેમને વધુ ઓથેન્ટિક્ટ બનાવે છે અને સિસ્ટમ કોઈપણ ફેરફાર અથવા ભ્રષ્ટાચારના પ્રયાસને ઝડપથી ઓળખી શકે છે.
Bitcoin અને Ethereum જેવા બ્લોકચેન ટેક્નોલોજી-આધારિત ઉત્પાદનો છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
બ્લોકચેન ટેકનોલોજી શા માટે લોકપ્રિય છે?
બ્લોકચેન ટેક્નોલોજીએ આટલી લોકપ્રિયતા મેળવી અને નવો બઝવર્ડ કેમ બન્યો તેનું સૌથી નિર્ણાયક કારણ તેની પારદર્શિતા અને ઈમ્યુટેબિલીટી છે. તે એક ડિસેન્ટ્રલાઈઝ્ડ પીઅર-ટુ-પીઅર નેટવર્ક સિસ્ટમ છે, જેમાં કોઈ ખાસ વ્યક્તિ ચાર્જમાં નથી કે જેને અન્ય ટ્રેડિશનલ ટ્રાન્જેક્શનની જેમ સેન્ટ્રલાઈઝ અથવા નિયંત્રણમાં કરવાની જરૂર હોતી નથી. આ ટેક્નોલોજી તેનો ઉપયોગ અને વિકાસ કરનારાઓની પરસ્પર સમજણ પર કામ કરે છે અને આ રીતે તેને વધુ વિશ્વાસપાત્ર બનાવે છે.
ટ્રેડિશનલ મેથડમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથેના વ્યવહારોને નિયંત્રિત કરવા માટે હંમેશા મધ્યસ્થીની જરૂર પડે છે, ઉદાહરણ તરીકે ફાઇનાન્સમાં તમારી બેંક જે બ્લોકચેઈનથી વિપરીત કામ કરે છે. જ્યારે તમે તમારા મિત્ર અથવા કુટુંબને મની ટ્રાન્સફર કરો છો, ત્યારે તમારી બેંક પ્રક્રિયામાં સામેલ હોય છે; તે તમારા તમામ વ્યવહારોને રેકોર્ડ અને મોનિટર કરે છે અને તેની સાથે સરળતાથી ચેડાં કરી શકે છે, આ બાબત તેને સેન્સિટીવ બનાવે છે. જો કે, બ્લોકચેન સાથે મધ્યસ્થી સંસ્થાની સમસ્યા હલ થઈ જાય છે, કારણ કે તે એન્ડ-ટુ-એન્ડ ટેક્નોલોજી છે અને તે એક પ્રકારનું ડિજિટલ લેજર છે. જેના રેકોર્ડ સાથે ચેડાં કરી શકાતા નથી અથવા તેને સરળતાથી બદલી કે હટાવી શકાતા નથી. તે ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે પણ સુવિધા આપે છે.
આ જ કારણ છે કે બીટકોઈન (Bitcoins) અને અન્ય જેવા બ્લોકચેન ઉત્પાદનોનો ઉપયોગ ફાઇનાન્સ, સપ્લાય ચેઇન, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે.
બ્લોકચેઈન ટેક્નોલોજીના ફાયદા
બ્લોકચેન ટેકનોલોજીના અસંખ્ય ફાયદા છે. તેમાંના કેટલાક નીચે લિસ્ટેડ છે:
તે અત્યંત સુરક્ષિત છે
આ ટેક્નોલોજી છેતરપિંડી-મુક્ત વ્યવહારો કરવા માટે ડિજિટલ હસ્તાક્ષરનો ઉપયોગ કરે છે, જે તેને અત્યંત સુરક્ષિત બનાવે છે. વધુમાં, સૂચના વિના કોઈપણ વ્યક્તિ દ્વારા ડેટામાં કોઈપણ ફેરફાર અથવા હેરફેરને મંજૂરી ન આપવાની તેની ક્ષમતા તેને વધુ વિશ્વસનીય બનાવે છે.
ડિસેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ ધરાવે છે
જ્યારે અન્ય પરંપરાગત ટ્રાન્ઝેક્શનને રેગ્યુલેટ કરતી અમુક નિયમનકારી અથવા કેન્દ્રીયકૃત સંસ્થાની મંજૂરીની જરૂર હોય છે, ત્યારે આ ટેકનોલોજી સાથેના ટ્રાન્ઝેક્શન વપરાશકર્તાઓની પરસ્પર સહમતિથી ચકાસણી સાથે કરવામાં આવે છે. તેથી તેઓ કોઈપણ તૃતીય-પક્ષ મધ્યસ્થીઓથી મુક્ત છે.
ઓટોમેટેડ અને ફાસ્ટ પ્રોસેસિંગ
આ ટેક્નોલોજી પ્રોગ્રામેબલ છે અને એકવાર ટ્રિગર માપદંડ પૂર્ણ થઈ જાય તે પછી તે વિવિધ ક્રિયાઓ અને ઇવેન્ટ્સ આપમેળે કરી શકે છે. તદુપરાંત, તૃતીય પક્ષ તરફથી કોઈ દખલગીરી તેની પ્રક્રિયાને ઝડપી અને ચોવીસ કલાક બનાવે છે.
બ્લોકચેઈન ડેવલપર કોણ છે અને તે કઈ રીતે બની શકાય?
બ્લોકચેન ડેવલપર્સ એવા છે કે જેઓ બ્લોકચેન પ્રોટોકોલ તેમજ આર્કિટેક્ચર માટે ડિસેન્ટ્રલાઈઝ એપ્લિકેશન વિકસાવે છે અને ઑપ્ટિમાઇઝ કરે છે. તેમની રોજેરોજની ભૂમિકામાં બ્લોકચેન પ્રોટોકોલ પર આધારિત અને બ્લોકચેન નોડ્સ પર ચાલતા અલ્ગોરિધમનું ડેવલપમેન્ટ, પ્રોગ્રામિંગ અને ઑપ્ટિમાઇઝિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમના કૌશલ્ય સમૂહ અને જ્ઞાનમાં 3D મોડેલિંગ અને 3D કોન્ટેન્ટ ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે, જે ગેમ ડેવલપર્સ સાથે મેળખાય છે.
જો કે, બ્લોકચેન ડેવલપર્સ દ્વારા વિકસાવવામાં આવેલ એપ્લીકેશન સામાન્ય કરતા થોડી અલગ રીતે ચાલે છે; ઉદાહરણ તરીકે, તેઓ વેબ 3.0 નામના ઇન્ટરનેટના ડિસેન્ટ્રલીઝ વર્ઝન પર કામ કરે છે. આ વિશિષ્ટતા બ્લોકચેન ડેવલપર્સની ભૂમિકાને થોડી જટિલ અને પડકારજનક બનાવે છે, કારણ કે તેમનું કાર્ય સરળ ધોરણોને બદલે વેબના Web3 ધોરણોને અનુરૂપ છે. આમ, તેઓને વધારાની કુશળતા અને આવડતની જરૂર છે. તેમની ભૂમિકાને સામાન્ય રીતે બે બ્રોડ કેટેગરીમાં વર્ણવવામાં આવે છે:
કોર બ્લોકચેન ડેવલપર્સ: કોર બ્લોકચેન ડેવલપર્સ મુખ્યત્વે બ્લોકચેન સાથે ખૂબ જ રૂટ લેવલ પર સંપર્ક કરે છે. તેમના કાર્યમાં મુખ્યત્વે બ્લોકચેન પ્રોટોકોલ અને નેટવર્ક આર્કિટેક્ચરની ડિઝાઇન, વિકાસ અને દેખરેખ, સર્વસંમતિ મિકેનિઝમ્સ અને પ્રોટોકોલની દેખરેખ અને વિવિધ બ્લોકચેન સુવિધાઓનો અમલ કરવાનો સમાવેશ થાય છે.
બ્લોકચેન સોફ્ટવેર ડેવલપર્સ: બ્લોકચેન સોફ્ટવેર ડેવલપર્સ સામાન્ય રીતે બ્લોકચેન ટેકનોલોજી સાથે ઉચ્ચ-સ્તરની ક્રિયાપ્રતિક્રિયા જાળવી રાખે છે. તેમના કાર્યમાં બ્લોકચેન ડેવલપર્સ દ્વારા તેમની એપ્લિકેશન્સમાં વિકસિત અલ્ગોરિધમ્સનો અમલ અને સમાવેશ, બ્લોકચેન મિકેનિઝમ્સ પર ચાલતી વિકેન્દ્રિત એપ્લિકેશન્સ વિકસાવવી, APIs વિકસાવવા, એપ્લિકેશનના ફ્રન્ટએન્ડ અને બેકએન્ડની ડિઝાઇન અને વિકાસ વગેરેનો સમાવેશ થાય છે.
બ્લોકચેન ટેક્નોલૉજીમાં કૌશલ્યની ઘણી નોંધપાત્ર ખામીઓ છે અને તેના વિકાસકર્તાઓની માંગ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. તેનું કારણ એ છે કે બ્લોકચેન ડેવલપર્સ બનવા માટે આ ક્ષેત્રના પ્રોફેશનલ્સ પાસે પુષ્કળ જ્ઞાન અને કૌશલ્યનો હોય તે જરૂરી છે અને તેમાં ઘણી જરૂરીયાતો પણ છે. બ્લોકચેન ડેવલપર માટેનો સંપૂર્ણ રોડમેપ નીચે આપેલ છે:
પ્રથમ પગલું એકેડમિક્સથી શરૂ થાય છે. વ્યક્તિ કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી બેકગ્રાઉન્ડ સાથે સંબંધિત કોઈપણ ક્ષેત્રની હોવી જોઈએ અને અન્ય ડેવલપરની જેમ તેને C++, Python, Java, વગેરે જેવી મૂળભૂત પ્રોગ્રામિંગ ભાષાઓનુ જ્ઞાન હોવું જોઈએ. તેણે ડેટા સ્ટ્રક્ચર્સ અને એલ્ગોરિધમ્સ પણ સમજવી જોઈએ અને તે લોજીકલ સોલિડ અને સમસ્યા હલ કરવાની કુશળતા ધરાવતો હોવો જોઈએ.
આગળના પગલામાં બ્લોકચેન ટેક્નોલોજીના પાયાના અને મૂળભૂત ખ્યાલોને આવરી લેવાનો સમાવેશ થાય છે, જેમાં આર્કિટેક્ચર અને ક્રિપ્ટોગ્રાફીનો સમાવેશ થાય છે.
બ્લોકચેનની મૂળભૂત બાબતોને સમજ્યા પછી જરૂરી વિકાસકર્તા સાધનો અને બ્લોકચેન પ્રોગ્રામિંગ ભાષાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે. આમાં સ્માર્ટ કોન્ટ્રાક્ટ લખવા, સર્વસંમતિ અલ્ગોરિધમ્સ વિકસાવવા અને ટેક્નોલોજી સાથે વ્યવહારુ અનુભવ મેળવવાનો સમાવેશ થાય છે.
એકવાર બ્લોકચેન પ્રોગ્રામિંગ શીખ્યા પછી આગળના સ્ટેપમાં ડિસેન્ટ્રલાઈઝ એપ્લિકેશન્સ બનાવવા અને વિકસાવવાનું શીખવું અને ડિસેન્ટ્રલાઈઝ મોબાઇલ અને વેબ એપ્લિકેશન્સ વિકસાવવા માટેની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ ભાગમાં વિવિધ સુવિધાઓનો અમલ કરવા માટે વિવિધ માળખાના વ્યાપક ઉપયોગનો સમાવેશ થાય છે અને સામાન્ય રીતે એક અલગ ભૂમિકામાં આવરી લેવામાં આવે છે જે બ્લોકચેન સોફ્ટવેર ડેવલપરની ભૂમિકા છે.
જો કોઈ વ્યક્તિ બ્લોકચેન ડેવલપર અથવા એન્જિનિયર બનવા માંગતો હોય તો તેના માટે ચોક્કસ સ્કિલ પ્રાપ્ત કરવા જરૂરી છે.
બ્લોકચેઈન ડેવલપર બનાવા માટે જરૂરી સ્કિલ
ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ્સની સમજ: બ્લોકચેન ક્રિપ્ટોગ્રાફી પર આધારિત ડેટા સ્ટ્રક્ચર છે અને વિવિધ કામગીરી ચલાવવા માટે એલ્ગોરિધમ્સ પર આધાર રાખે છે. આમ, આ ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ માટે ડેટા સ્ટ્રક્ચર્સ અને અલ્ગોરિધમ્સની સમજ આવશ્યક છે.
ઉચ્ચ-સ્તરની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પ્રોફિશ્યન્સી: C++, C#, JavaScript, Python, Ruby અથવા Java જેવી પ્રોગ્રામિંગ ભાષાઓ બ્લોકચેન ટેક્નોલોજી માટે સૌથી વધુ લોકપ્રિય અને આવશ્યક છે. તેથી, વ્યક્તિએ આમાંથી એક અથવા વધુ ભાષાઓમાં નિપુણ હોવું જરૂરૂ છે.
ક્રિપ્ટોગ્રાફીનું જ્ઞાન: ક્રિપ્ટોગ્રાફી એ વિવિધ ટેકનીકનો ઉપયોગ કરીને માહિતીને સુરક્ષિત કરવાનો માર્ગ છે જેને તોડવું મુશ્કેલ છે અને કોઈપણ તૃતીય પક્ષને સામેલ કર્યા વિના તેને સુરક્ષિત કરવાનુ છે. બ્લોકચેન ટેકનોલોજી પણ તેને સુરક્ષિત બનાવવા માટે ક્રિપ્ટોગ્રાફી પર આધારિત છે. તેથી, બ્લોકચેન ડેવલપરને આ સ્કિલને પ્રાથમિકતા બનાવવાની જરૂર છે.
સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ સાથે ફેમરીલરીટી: સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ સેલ્ફ-એક્ઝિક્યુટીંગ કોન્ટ્રાક્ટ્સ છે, જેમ કે બ્લોકચેન પર ચાલતા પ્રોગ્રામ અથવા સ્ક્રિપ્ટ, મધ્યસ્થી તરીકે કામ કરતી વખતે પક્ષકારો વચ્ચેના વ્યવહારો પર દેખરેખ રાખે છે અને તેમની વચ્ચે સેવાઓના આદાનપ્રદાનને મંજૂરી આપે છે.
ઑનલાઇન ઉપલબ્ધ વિવિધ સર્ટિફાઈડ કોર્સ છે જે તમે બ્લોકચેન ટેક્નોલોજીમાં શીખવા અને તમારી કારકિર્દી બનાવવા માટે પસંદ કરી શકો છો. આ ક્ષેત્ર ઝડપથી વિકસિત થઈ રહ્યું છે અને વર્તમાન અને ભવિષ્ય માટે ઉત્તમ અવકાશ ધરાવે છે.
પિયુષ એ ડીજીટલ પ્રોડક્ટ્સ, BFSI, રીટેલ અને મેન્યુફેક્ચરીંગમાં 14+ વર્ષનો ઇન્ડસ્ટ્રી અનુભવ ધરાવતો અનુભવી એન્ટરપ્રાઈઝ-સેલ્સ પ્રોફેશનલ ઉદ્યોગસાહસિક છે. તેમણે Bridgentech.comની સહ-સ્થાપના કરી છે અને તેના બુટસ્ટ્રેપ્ડ સ્ટાર્ટ-અપ સાથે $2.5M+ ની ઉત્કૃષ્ટ ARR સાથે મજબૂત ટીમ બનાવી છે.
તેઓ MIT, મણિપાલ (મિકેનિકલ એન્જિનિયરિંગ), SPJIMR, મુંબઈ (MBA), ESB Reutlingen, Germany અને TU મ્યુનિક, જર્મની જેવી ભારતની અગ્રણી સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો છે, મુખ્યત્વે પશ્ચિમ યુરોપ, યુએસ અને ભારતીય ઉપખંડના બજારોમાં કામ કર્યું છે. તેમણે બિઝનેસ વૃદ્ધિ અને સફળતા તરફ ટીમો બનાવી છે, તેમનું સંચાલન કર્યું છે અને તેનું નેતૃત્વ કર્યું છે અને રોકાણ કરવા યોગ્ય નવા વિચારો અને બિઝનેસ પ્લાન્સમાં હંમેશા રસ ધરાવે છે. તેમના શોખમાં UI/UX ડિઝાઇન, બિઝનેસ પ્લાનિંગ, સંગીત, કોચિંગ અને સ્ટ્રેટેજીનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર