Home /News /tech /

BlackBerry mobile: બ્લેકબેરીનો એક સમયે મોબાઇલ માર્કેટમાં હતો દબદબો, આ ભૂલોને કારણે તોડી દેશે દમ!

BlackBerry mobile: બ્લેકબેરીનો એક સમયે મોબાઇલ માર્કેટમાં હતો દબદબો, આ ભૂલોને કારણે તોડી દેશે દમ!

બ્લેકબેરી ફોન

Blackberry Mobile: બ્લેકબેરી OSનું છેલ્લું સોફ્ટવેર વર્ઝન 2013માં રિલીઝ થયું હતું. જેથી હવે સર્વિસ બંધ થવાની વાતથી મોટી અસર થવાની નથી. હજી પણ કેટલાક લોકો જૂના બ્લેકબેરી ફોનનો ઉપયોગ કરતા હશે તે માનવું મુશ્કેલ છે.

નવી દિલ્હી: એક સમયે મોબાઈલના બજાર (Mobile market)માં આગવું સ્થાન ધરાવનાર બ્રાન્ડ બ્લેકબેરી (BlackBerry) મરણપથારીએ પડી છે. હવે કંપનીએ આવતા વર્ષે હાલના સ્માર્ટફોનની મુખ્ય સેવાઓ (Smartphone services) બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ કહ્યું કે તેના સ્માર્ટફોનમાં 4 જાન્યુઆરીથી પ્રોવિઝનિંગ સેવાઓ નહીં મળે. એટલે કે, હવે મોબાઇલ નેટવર્ક સહિતના નેટવર્ક (Mobile network) સાથે જોડાઈ શકશે નહીં. કંપની બજારમાંથી ઘણા સમયથી ખોવાઈ ચૂકી છે. જેથી કંપનીની જાહેરાતથી મોટાભાગના લોકોને કોઈ અસર થશે નહીં. પરંતુ થોડા વર્ષો પહેલાની સ્થિતિ પર નજર કરતા ખબર પડે કે, એક સમયે બ્લેકબેરી ફોન આજે આઇફોન જ્યાં છે તે જગ્યાએ હતી.

બ્લેકબેરીને તેની કીબોર્ડની ડિઝાઇને ખૂબ જ લોકપ્રિય બનાવી હતી. ખાસ કરીને ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ યૂઝર્સ તેનો વધુ ઉપયોગ કરતા હતા. તે સમયે બ્લેકબેરીના સિક્યુરિટી લેવલ ટોચના હતા.

આ રીતે કંપનીની ચાહત ઓછી થઈ

ત્યારબાદ બજારમાં પ્રથમ ટચસ્ક્રીન ફોનના આગમન સાથે સ્માર્ટફોન બદલવા લાગ્યા હતા. જોકે, બ્લેકબેરીએ ખાસ કંઈ ઉકાળ્યું નહીં. એન્ડ્રોઇડ ફોન સસ્તા હતા અને બ્લેકબેરીની ટક્કરના દેખાતા હતા. ત્યારબાદ પ્રથમ આઇફોનના લોન્ચિંગથી બજાર હચમચી ગયું હતું. પરંતુ બ્લેકબેરીએ આંખે પાટા બાંધી દીધા હતા. બ્રાન્ડે તે સમયે ઓન-સ્ક્રીન કીબોર્ડ લોકપ્રિયને નજરઅંદાજ કરી હતી. તેથી જ તેને પહેલો ટચસ્ક્રીન ફોન લોન્ચ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગ્યો હતો.

સ્માર્ટફોન સફળ ન રહ્યો

અલબત્ત, ત્યારબાદ પણ બ્લેકબેરીનો પહેલો ટચસ્ક્રીન ફોન પણ સફળ રહ્યો ન હતો. જેના પાછળ ફોનનું સોફ્ટવેર જવાબદાર હતું. આ સૉફ્ટવેર ખૂબ જટિલ હતું. આ સાથે જ કોર્પોરેટ સ્માર્ટફોન યૂઝર્સ નવીનતમ તકનીકથી સજ્જ આઇફોન્સ અને એન્ડ્રોઇડ ફોન્સ તરફ વળી ગયા હતા અને તેઓએ તેમની કંપનીઓના આઇટી વિભાગોને આઇફોન અને એન્ડ્રોઇડ ફોન સ્વીકૃત કરવાની ફરજ પાડી હતી. જેથી બ્લેકબેરીને ફટકો પડ્યો હતો.

એન્ડ્રોઇને અપનાવી

આવી સ્થિતિમાં બ્લેકબેરીએ પોતાની સર્વિસ છોડી દેવાનું અને એન્ડ્રોઇડ અપનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ કેટલાક હેન્ડસેટ બજારમાં ઉતાર્યા હતા. જે દેખાવમાં સારા હતા અને કેટલાક ગ્રાહકોને તેના તરફ વળ્યાં પણ હતા. આ દરમિયાન બ્લેકબેરીને લાગ્યું કે તે બજારમાં ટકી શકશે નહીં. જેથી તેણે હાર્ડવેરનો વ્યવસાય છોડી દેવાનું નક્કી કર્યું હતું. તેણે બ્લેકબેરી બ્રાન્ડિંગનું લાઇસન્સ અમુક ઉત્પાદકોને વેચી દીધું હતું, પરંતુ તેણે તેની કોર્પોરેટ સિક્યુરિટી સર્વિસ પોતાની પાસે રાખી હતી. પરિણામે કંપનીના પોતાના સોફ્ટવેર ધરાવતા જૂના બ્લેકબેરીને હજી પણ કંપની દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. જોકે, તે જૂના ફોન્સ છે.

આ પણ વાંચો: Vodafone Idea VIP numbers: તમારી પસંદગીનો કે જન્મ તારીખ પ્રમાણે પસંદ કરો મોબાઇલ નંબર, વોડાફોન-આઈડિયાની ખાસ સુવિધા

બ્લેકબેરી OSનું છેલ્લું સોફ્ટવેર વર્ઝન 2013માં રિલીઝ થયું હતું. જેથી હવે સર્વિસ બંધ થવાની વાતથી મોટી અસર થવાની નથી. હજી પણ કેટલાક લોકો જૂના બ્લેકબેરી ફોનનો ઉપયોગ કરતા હશે તે માનવું મુશ્કેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadgets, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર