શાઓમીની ગેમિંગ સ્માર્ટફોન બ્રાન્ડ બ્લેક શાર્ક (Black Shark 4S) આજકાલ તેના આગામી ફોનના લોન્ચિંગ માટે તૈયારી કરી રહી છે. કંપની બ્લેક શાર્ક 5 નહીં પણ બ્લેક શાર્ક 4S સ્માર્ટફોન લોન્ચ કરશે. કંપનીએ ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આગામી બ્લેક શાર્ક 4S સ્માર્ટફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. બ્લેક શાર્ક 4S ગેમિંગ સ્માર્ટફોન (gaming smart phone) આગામી 13 ઓક્ટોબરે (13th octtober launch) બપોરે 12:30 વાગ્યે ચીનમાં લોન્ચ કરવામાં આવશે.
આ આગામી સ્માર્ટફોનમાં યુઝર્સને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મેળશે. આ ઉપરાંત હેન્ડસેટમાં શક્તિશાળી સ્નેપડ્રેગન 888 પ્લસ પ્રોસેસર અને પાવરફુલ બેટરી આપવામાં આવશે. આ સાથે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. ડિઝાઈનની વાત કરીએ તો આગામી બ્લેક શાર્ક 4S સ્માર્ટફોનમાં આડી ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આ ગેમિંગ સ્માર્ટફોનની આસુસ ROG ફોન 5 સાથે સીધી ટક્કર થશે.
Black Shark 4Sમાં મળી શકે છે ત્રણ કેમેરા
આગામી બ્લેક શાર્ક સ્માર્ટફોનમાં 6.67 ઈંચની સુપર એમોલેડ 144Hz ડિસ્પ્લે હોઈ શકે છે. જેમાં 16GB રેમ અને 512GB સ્ટોરેજ મળે છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરો હશે. તેમાં 64 MP પ્રાઇમરી સેન્સર સાથે આવશે. આ સાથે જ કંપની 4500mAh બેટરીમાં મળશે. તેમાં 120W ફાસ્ટ ચાર્જર છે. જે 50 ટકા બેટરીન માત્ર 5 મિનિટમાં ચાર્જ કરવાનો દાવો કરે છે.
ફોનની તસવીર
બ્લેક શાર્ક 4S પ્રો પણ લોન્ચ થઈ શકે
બ્લેક શાર્ક 4S ઉપરાંત બ્લેક શાર્ક 4S પ્રો પણ લોન્ચ થઈ શકે છે. જેમાં 144Hzના રિફ્રેશ રેટની ડિસ્પ્લે, પાવરફુલ સ્નેપડ્રેગન 888 પ્લસ પ્રોસેસર, 64 MP પ્રાઇમરી કેમેરો, 8MP અલ્ટ્રા વાઈડ લેન્સ, 5 MP મેક્રો લેન્સ તથામોટી બેટરી, 120Wનું ફાસ્ટ ચાર્જર મળી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, બ્લેક શાર્કે ગયા વર્ષે બ્લેક શાર્ક 3 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તે પ્રીમિયમ સેગમેન્ટનો ગેમિંગ સ્માર્ટફોન હતો. તેમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર્સ અને ટેન્સેન્ટ સોલરકોર ગેમિંગ એક્સિલરેશન એન્જિન આપવામાં આવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર