Home /News /tech /

ભારતમાં પણ 'બ્લેક ફ્રાઇડે સેલ', જાણો ક્યાં અને કઇ વસ્તુઓ પર મળશે છૂટ

ભારતમાં પણ 'બ્લેક ફ્રાઇડે સેલ', જાણો ક્યાં અને કઇ વસ્તુઓ પર મળશે છૂટ

ભારતમાં કેટલીક કંપનીઓ પણ આ પ્રસંગે સેલ ચલાવી રહી છે.

આ દિવસ,વિશ્વભરમાં એટલો જાણીતો બની ગયો છે કે કેટલાક અન્ય દેશોમાં પણ આ અવસર પર સેલ શરૂ થાય છે.

    અમેરિકાના નાગરિકો માટે જાણીતા પહેલા હોલી ડે સેલને 'બ્લેક ફ્રાઇડે' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં એટલો પ્રસિદ્ધ બની ગયો છે કે કેટલાક અન્ય દેશોમાં,પણ આ પ્રસંગે સેલ શરૂ થાય છે. હવે ભારત પણ તે દેશોમાંથી એક છે.

    કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ હવે ભારતમાં બ્લેક ફ્રાઇડે પર સારી ડિલ્સ અને ઓફરો આપી રહી છે. આ સાથે, ભારતમાં કેટલીક કંપનીઓ પણ આ પ્રસંગે સેલ ચલાવી રહી છે. આ સેલમાં તમે લાભ લઇ શકો છો.

    Amazon India

    એમેઝોન સેલ 23 નવેમ્બરે બપોરે  બે વાગ્યાથી શરૂ થઇ ગયો છે. આ સેલ 23 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી ચાલશે. આ વેચાણ દરમિયાન, તમે એમેઝોનના ગ્લોબલ સ્ટોરમાંથી સામાન પણ ખરીદી શકો છો. એમેઝોન આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પર 40 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જેમા તમને સામાન ખરીદી પર ડિસ્કાઉન્ટ મળશે, પરંતુ યુ.એસ.થી સામાન ડિલિવરી પર ચાર્જ આપવો પડશે. આ સાથે એમેઝોન ,સિગેટ, સેટલ, કેટન સ્ડૂડિયો જેવી કેટલીક બ્રાન્ડસ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

    Honor

    ઓનરનો બ્લેક ફ્રાઇડે સેલ પહેલેથી શરૂ થઈ ગયો છે અને નવેમ્બરના અંત સુધી ચાલશે. આ સેલમાં ફોન પર, તમે 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો અને તમે કેશબેક અને પીએટીએમ અને મોબિકવિક કેશબેક પણ મેળવી શકો છો. Honor 9Nના બન્ને વેરિએન્ટ 9999 રુપિયા અને 11, 999 મા ઉપલબ્ધ છે. આ સાથે, ઓનર તેના ફોન Honor 8X ના લાલ કલરના વેરિએન્ટમાં 23 નવેમ્બરથી પ્રી બુકિંગ રજૂ કરી રહ્યું છે. આ ફોનની કિંમત રૂ. 14,999 હશે.


    Sony

    સોની આ બ્લેક ફ્રાઇડે સેલ પર કેટલીક PS4 ગેમ્સની સીડી પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. સ્પાઇડર મેન ગેમ્સ સીડી રૂ. 2,499 મળી રહી છે. God of War 3ની સીડી રૂ. 1,499 માં ઉપલબ્ધ છે. Uncharted Lost Legacyની સીડી રૂ. 1,499 અને રૂ. 2,499 ની વચ્ચે છે.

    સોની તેના પ્લેસ્ટેશન પ્લસ સબ્સ્ક્રિપ્શન્સ પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. તમારે ત્રણ મહિના માટે માત્ર રૂ. 1,585 અને એક વર્ષ માટે રૂ. 3,549 ચૂકવવા પડશે.

    Paytm

    પેટીએએમનો બ્લેક ફ્રાઇડે સેલ પેટીએમ મોલ પર હશે, જેના પર વધુ કંપનીઓ રૂ. 20,000નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. લેનોવો આઇડિયાપેડ 330, રૂ. 53,890ની જગ્યાએ રૂ. 41,400માં મળી રહ્યું છે. એક્સબોક્સ વન એક્સ (1 ટીબી) પણ 48,490 રૂપિયાના બદલે 38,253 મળી રહ્યું છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Black friday sale, Black friday sale india, Business, Honor, Paytm. sony, અમેઝોન, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन