મુંબઈ: યુએસમાં બ્લેક ફ્રાઈડે 2021 સેલ (Black Friday 2021 sales)નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ઘણા ઓનલાઇન રિટેઇલર્સ (online retailers) દ્વારા ગ્રાહકોને આ સેલનો વહેલો લાભ આપવામાં આવી રહ્યો છે. એમેઝોન (Amazon), બેસ્ટ બાય (Best Buy) સહિતના રિટેઇલ સ્ટોર પર ઊંચું ડિસ્કાઉન્ટ (Discount) મળી રહ્યું છે. આવી સ્થિતિમાં બ્લેક ફ્રાઈડે ડીલ (Black Friday Deal)નો લાભ કઈ રીતે લેવો અને શિપિંગ ચાર્જ (Shipping charge), કસ્ટમ ડ્યુટી (customs duties) તથા અન્ય લોકલ ટેક્સનું ધ્યાન કઈ રીતે રાખવું તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
ભારતમાં બ્લેક ફ્રાઈડે ડીલ હેઠળ કઈ વસ્તુઓનો લાભ લઈ શકાય?
નિન્ટેન્ડો સ્વિચ (મારિયો કાર્ટ 8 ડિલક્સ બંડલ)
જો તમે બ્લેક ફ્રાઇડે 2021ના સેલનો ભારતમાંથી લાભ લેવાના હોવ તો આ સેલ દરમિયાન સામાન્ય રીતે ભારતમાં ઉપલબ્ધ ન હોય તેવી પ્રોડક્ટ ખરીદવી જોઈએ. આમ તો તમે બિનસત્તાવાર રીતે નિન્ટેન્ડો સ્વિચ ખરીદી શકો છો. અલબત્ત જો તમે ડાયરેકટ યુનિટની આયાત કરવા માંગતા હોવ તો તમે 300 ડોલર (આશરે 22,500 રૂપિયા)માં મારિયો કાર્ટ 8 ડિલક્સ (ડિજિટલ ડાઉનલોડ) સાથે બંડલ કરેલા બ્લેક ફ્રાઇડે સ્પેશિયલ નિન્ટેન્ડો સ્વિચ કન્સોલને ખરીદી શકો છો. તે આયાત કરવા માટે વિદેશથી આવતું હોય તેવા વ્યક્તિની જરૂર પડશે (તે કસ્ટમ્સ મર્યાદા હેઠળ આવે છે) અથવા થર્ડ પાર્ટી શિપિંગ સર્વિસનો લાભ પણ લઈ શકો છો. આ પ્રોડક્ટ માટે બેસ્ટ બાય પર ડીલ ઉપલબ્ધ છે.
એપલ વૉચ એસઈ
બ્લેક ફ્રાઇડે 2021 સેલ દરમિયાન એપલ વોચ એસઈ સૌથી નીચા ભાવે મળે છે. બેસ્ટ બાય પર 40MM મોડેલને તમે 219 ડોલર એટલે કે, આશરે રૂ. 16,400માં ખરીદી શકો છો. જો તમારું કોઈ મિત્ર કે સગાસંબંધીઓ વિદેશથી આવતા હોય તો તેની પાસે પણ મંગાવી શકો છો અથવા થર્ડ પાર્ટી શિપિંગ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમારે શિપિંગ અને ઈમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડશે.
કિન્ડલ પેપરવાઇટ 2021 મોડેલ
એમેઝોનના બ્લેક ફ્રાઇડે 2021 સેલ દરમિયાન ઓલ-ન્યૂ કિન્ડલ પેપરવ્હાઇટ 2021 મોડલની કિંમત ઘટીને $105 (આશરે રૂ. 8,000) થઈ ગઈ છે. આ 6.8 ઇંચની ડિસ્પ્લે અને એડજસ્ટેબલ વોર્મ લાઇટ સાથેનું નવું પેપરવ્હાઇટ મોડેલ છે. આ મોડેલ એડ સપોર્ટ કરતું મોડેલ છે. જો તમને જાહેરાતોમાં વાંધો ન હોય, તો આ ફાયદાનો સોદો છે. જોકે, એમેઝોન તેની ડિલિવરી ભારતમાં કરશે નહીં, તેથી તમારે થર્ડ પાર્ટી શિપિંગ સર્વિસનો ઉપયોગ કરવો પડશે.
ઓક્યુલસ ક્વેસ્ટ 2
બેસ્ટ બાયમાં ઓક્યુલસ ક્વેસ્ટ 2 VR હેડસેટની ખરીદી સાથે $50 ઇ-ગિફ્ટ કાર્ડ મળી રહ્યું છે. અમેરિકામાં ઓળખાણ હોય તેમના માટે ઉપયોગી હોઈ શકે છે. તેના કારણે પ્રોડક્ટની કિંમત ઘટીને $250 (આશરે રૂ. 19,000) થઈ શકે છે. જોકે, તમારે આ પ્રોડક્ટ કઈ રીતે મંગાવવી તે અંગે વિચારવું પડશે. આ પ્રોડક્ટ સત્તાવાર રીતે હજી પણ ભારતમાં ઉપલબ્ધ નથી.
અત્યારના બ્લેક ફ્રાઇડે 2021 સેલ દરમિયાન એપલ એરપોડ્સ (થર્ડ જનરેશન) એમેઝોન (યુએસ) પર $170 (આશરે રૂ. 13,000)ના ભાવે મળે છે. આ સાથે એમેઝોન ચેકઆઉટ પર વધારાની $20ની છૂટ પણ આપી રહ્યું છે. જેથી કિંમત $150 (આશરે રૂ. 11,200) સુધી ઓછી થઈ જાય છે. આ કોમ્પેક્ટ ટીડબ્લ્યુએસ ઇયરબડ્સ શિપિંગ માટે ખૂબ સરળ અને હળવા છે, પરંતુ તમારે ઈમ્પોર્ટ ડ્યુટી ચૂકવવી પડશે. આ એરપોડ્સમાં તમને એરપોડ્સ પ્રો TWSના ઘણા ફીચર મળે છે. અલબત્ત ANC મળતું નથી.
ફિટબિટ ચાર્જ 5
બ્લેક ફ્રાઇડે 2021 સેલ દરમિયાન બેસ્ટ બાય પર ફિટબિટ ચાર્જ 5ની કિંમત ઘટીને 130 ડોલર (આશરે 10,000 રૂપિયા) થઈ ગઈ છે. ફિટબિટ ચાર્જ 5 હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ અને 6 મહિનાના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનથી સાથે આવે છે. જો તમે 2022માં સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાના હોવ તો અહીંથી શરૂઆત કરી શકાય છે.
બ્લેક ફ્રાઇડે સેલમાં તમે સર્ફશાર્કનું બે વર્ષનું VPN સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો. તેની કિંમત ઘટીને 4,450 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે તમને ત્રણ મહિનાની વધારાની એક્સેસનો લાભ પણ મળે છે. આ VPN એક સાથે અનેક ડીવાઈસમાં કામ કરતું હોવાથી તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો પણ તેનો લાભ લઈ શકે છે. પરિણામે ખર્ચનું ભારણ ઘટી જશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર