શું છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલું ‘#Binod’? જાણો ઇન્ટરનેટ પર કેવી રીતે આવ્યું Memesનું પૂર

એક YouTube કોમેન્ટથી કેમ શરૂ થયો #Binod ટ્રેન્ડ, Paytmએ પોતાનું નામ કેમ બદલી દીધું?

એક YouTube કોમેન્ટથી કેમ શરૂ થયો #Binod ટ્રેન્ડ, Paytmએ પોતાનું નામ કેમ બદલી દીધું?

 • Share this:
  ટ્વિટર (Twitter)થી લઈને તમામ સોશિયલ મીડિયા પર બે દિવસથી #Binod ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્વિટર પર #Binod ભારતમાં ટૉપ ટ્રેન્સ્-માંથી એક રહ્યું. તેની પર અત્યાર સુધી 50 હજારથી વધુ ટ્વિટ કરવામાં આવી ચૂક્યા છે. તેને લઈને દરેક બાજુ ચર્ચા છે અને હવે જાણીતી કંપનીઓ પણ તેના મજા લેવામાં લાગી ગઈ છે. ટ્વિટર પર, ફેસબુક પર ‘Binod’ લખીને ખૂબ મીમ્સ પણ શૅર કરવામાં આવી રહ્યા છે. તેને જોતાં અનેક લોકોને હજુ સુધી ખબર નથી પડી રહી કે અંતે આ ‘Binod’ છે શું અને તેના ટ્રેન્ડિંગની શરૂઆત કેવી રીતે થઈ?

  Binod ક્યાંથી આવ્યું?

  એક યૂટ્યૂબ ચેનલ છે Slayy Point, જેમાં અજબ-ગજબ વાતોને લઈને લોકોને રોસ્ટ કરવામાં આવે છે. તેના પ્રેઝન્ટર અભ્યુદય અને ગૌતમી લોકોનું રોસ્ટિંગ કરે છે. આ લોકોએ એક વીડિયો બનાવ્યો જેનું ટાઇટલ ‘Why indian comment section is garbage’ હતું.


  તેમાં તેઓએ જણાવ્યું કે, કેવી રીતે લોકો કોમેન્ટ સેક્શનમાં કંઈ પણ લખે છે. આ વીડિયોમાં તેઓએ આવા જ એક યૂઝર બિનોદ થારૂના કોમેન્ટ દર્શાવ્યા, જેણે કોમેન્ટમાં પોતાનું જ નામ Binod લખી દીધું હતું.

  મજેદાર વાત એ હતી કે તેની પર 10-12 લોકોએ લાઇક પણ કર્યું હતું. ત્યારબાદ થી જ યૂટ્યૂબના કોમેન્ટ બોક્સમાં Binod શબ્દ ચમકવા લાગ્યો અને તેની અસર ફેસબુક-ટ્વિટર સુધી પહોંચી ગયું. કંઈ પણ ટોપિક હોય, કોઈ પણ સમાચાર હોય, લોકો કોમેન્ટ સેક્શનમાં Binod લખવા લાગ્યા અને આ શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો. તેની પર લોકો ખૂબ ફની મીમ્સ પોસ્ટ કરવા લાગ્યા.

  Paytmએ પણ બદલ્યું નામ

  આ નામ એટલું ટ્રેન્ડ થવા લાગ્યું કે ઇ-કોમર્સ પેમેન્ટ સિસ્ટમ અને ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપની Paytmએ પોતાના ટ્વિટર હેન્ડલનું નામ બદલીને Binod કરી લીધું છે.


  જ્યારે એક ટ્વિટર હેન્ડલ ગબ્બરે Paytmને ટૅગ કરી કહ્યું કે, પેટીએમ, શું તમે પોતાનું નામ બિનોદ નથી કરી શકતા? કમઓન, તો તેની પર Paytmએ પોતાનું નામ બદલીને Binod કરી દીધું અને લખ્યું- ‘Done’. સાથોસાથ ટિન્ડર ઈન્ડિયાએ પણ પોતાના એકાઉન્ટથી Binod સાથે જોડાયેલા મજેદાર ટ્વિટ કર્યા.


  આ ઉપરાંત મુંબઈ, નાગપુર અને ઉત્તર પ્રદેશના પોલીસ વિભાગ પણ હવે મજેદાર રીતે જરૂરી જાણકારી શૅર કરવા માટે Biond નામનો ઉપયોગ કરી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: