મુંબઈ. ફ્લિપકાર્ટ (Flipkart) પર આજ (8 માર્ચ)થી સ્માર્ટફોન કાર્નિવલ સેલ (Smartphone Carnival Sale)ની શરૂઆત થઈ ગઈ છે. સેલ પાંચ દિવસ માટે રાખવામાં આવ્યો છે. જેનો છેલ્લો દિવસ 12 માર્ચ છે. સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોન પર સારી ડીલ મળશે. આપવામાં આવેલી જાણકારી મુજબ જો તમે સેલમાં ખરીદી કરવા માટે Axis Bank ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો તો આપને 1250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત અહીંથી કમ્પલીટ મોબાઇલ પ્રોટેક્શન (complete mobile protection), નો કોસ્ટ ઇએમઆઇ (No Cost EMI) અને એક્સચેન્જ ઓફર (Exchange Offer)નો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે.
સેલમાં પોકો, સેમસંગ, રિયલમી જેવી બ્રાન્ડના સ્માર્ટફોનને ઘણી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. તો જો તમે પણ સસ્તો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે આપને જણાવી દઈએ કે સેલમાં મળનારી બેસ્ટ ડીલ વિશે...
સેલમાં પોકો X3ને 19,999ને બદલે માત્ર 14,499 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોન પર પ્રીપેડના માધ્યમથી 500 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 732G પ્રોસેસર અને 120Hzનો રિફ્રેશ રેટ છે.
રિયલમી 7ને ગ્રાહક 17,999 રૂપિયાને બદલે માત્ર 13,499 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની સૌથી ખાસ વાત તેનો 64 મેગાપિક્સલ ક્વાડ કેમેરા અને 90 Hzનો ડિસ્પ્લે છે.
રિયલમી C12ને 10,999 રૂપિયાને બદલે માત્ર 7,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે અને 13 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા છે.
iPhone ઉપર પણ ભારે ડિસ્કાઉન્ટ
iPhone SEને આ સેલમાં 39,900 રૂપિયાને બદલે 29,999 રૂપિયામાં ખરીદી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે નાનો ફોન છે પણ તેનું પર્ફોમન્સ ખૂબ સારું છે.
iPhone XRને આ સેલમાં 47,900 રૂપિયાને બદલે માત્ર 38,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તેમાં ગ્રાહકોને લિક્વિડ રેટીના ડિસ્પ્લે મળે છે.
Samsung Galaxy F41ને 19,999 રૂપિયાને બદલે માત્ર 15,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની સૌથી ખાસ વાત તેની ડિસ્પ્લે અને 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર