Flipkart Sale શરૂ! Realmeથી Samsung સુધી ખૂબ સસ્તામાં મળી રહ્યા છે આ સ્માર્ટફોન

Flipkart Big Saving Days Sale: સેમસંગ, રિયલમી, મોટોરોલા સહિતના અનેક સ્માર્ટફોન પર આકર્ષક ઓફરનો ઉઠાવો લાભ

Flipkart Big Saving Days Sale: સેમસંગ, રિયલમી, મોટોરોલા સહિતના અનેક સ્માર્ટફોન પર આકર્ષક ઓફરનો ઉઠાવો લાભ

  • Share this:
    ફ્લિપકાર્ટનો બિગ સેવિંગ ડેઝ (Flipkart Big Saving Days Sale) સેલ આજે એટલે કે 25 જુલાઈથી શરૂ થઈ ગયો છે. 29 જુલાઈએ સમાપ્ત થનારા આ સેલમાં અનેક સેગમેન્ટના સ્માર્ટફોન (Smartphone Offers) પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટ (Flipkart)ના આ સેલમાં છૂટ અને ઓફર ઉપરાંત ICICI Bank Card અને EMI ટ્રાન્ઝેક્શનથી ખરીદી કરનારા ગ્રાહકોને વધારાની 10 ટકાની છુટ પણ મળશે. તો કોઈ વિલંબ કર્યા વગર, ફ્લિપકાર્ટના બિગ સેવિંગ ડેઝ દરમિયાન મોબાઇલ ફોન (Mobile Phone) પર મળનારી આ ખાસ ઓફર્સ વિશે જાણી લો.

    Realme X7 Max- જો તમે નવા હાર્ડવેરની સાથે એક બેસ્ટ પર્ફોમન્સવાળો ફોન ખરીદવા માંગો છો તો Realme X7 મેક્સ ખૂબ સારું ઓપ્શન છે. Realme X7 Max ફ્લિપકાર્ટના બિગ સેવિંગ ડેઝના સેલ દરમિયાન માત્ર 24,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. 25,000 રૂપિયાની અંદર મળનારા આ સૌથી સારા 5G સ્માર્ટફોન છે જેમાં મીડિયાટેક, ડાઇમેન્શન 1200 SoC, 64 MP ટ્રિપલ-કેમેરા સેટઅપ, 120 Hz સુપર AMOLED ડિસ્પ્લે, 4500 એમએએચની બેટરી અને 50W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, Jan Dhan Account: SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?

    Motorola ફોન પર ઓફર- Moto G40 Fusion અને Moto G60 બંને પર 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Moto G40 Fusion અને Moto G60માં સ્નેપડ્રેગન 732G SoC, 120Hz ડિસ્લે12 અને 6,000 એમએએચની બેટરી આપવામાં આવી છે.

    આ પણ વાંચો, Sarkari Naukri 2021: ધોરણ-8થી ધોરણ-10 પાસ માટે બમ્પર સરકારી નોકરીઓ, જાણો તમામ ડિટેલ

    Samsung Galaxy F62 પર ઓફર- ફ્લિપકાર્ટના આ સેલમાં સેમસંગ ગેલેક્સી F62 માત્ર 17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જેની રીટેલ કિંમત 23,999 રૂપિયા છે. ગેલેક્સી F62 એક દમદાર મિડ-રેન્જ સ્માર્ટફોન છે જેમાં Exynos 9825 SoC, AMOLED ડિસ્પ્લે, 64 MP ક્વાડ-કેમેરા સેટઅપ અને 7,000 mAhની મોટી બેટરી મળે છે.

    Xiaomi ફોન પણ સસ્તામાં- Xiaomi Mi 11 Liteને ફ્લિપકાર્ટની બિગ સેવિંગ ડેઝ સેલ દરમિયાન 20,499 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે, જે તેની ઓરિજિનલ કિંમત 21,999 રૂપિયાથી ઓછી છે. Mi 11 લાઇટ એક પ્રીમિયમ મિડ-રેન્જ સ્માર્ટફોન છે જેમાં સ્લિમ અને લાઇટ ડિઝાઇન, સ્નેપડ્રેગન 732G SoC, 64 MP ટ્રિપલ-કેમેરા સેટઅપ અને 90Hz FHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: