Googleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ

Googleએ પ્લે સ્ટોરથી Paytm Appને હટાવી, જણાવ્યું આ કારણ
ગૂગલે કહ્યું છે કે તેઓ કોઈ પણ ગેમ્બલિંગ એપનું સમર્થન નથી કરતા

ગૂગલે કહ્યું છે કે તેઓ કોઈ પણ ગેમ્બલિંગ એપનું સમર્થન નથી કરતા

  • Share this:
    નવી દિલ્હીઃ Googleએ શુક્રવારે Google Play Store પરથી Paytm એપને હટાવી દીધી છે. તેની પર ગૂગલે કહ્યું છે કે તેઓ કોઈ પણ ગેમ્બલિંગ (જુગાર) એપનું સમર્થન નથી કરતા. Paytm અને UPI એપ One97 Communication Ltd. દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપને Google Play Store પર સર્ચ કરતાં તે જોવા નથી મળતી. જોકે પહેલાથી Android સ્માર્ટફોન્સમાં ઇન્સ્ટોલ થયેલી એપ કામ કરી રહી છે.

    Paytm પેમેન્ટ એપ ઉપરાંત કંપનીએ અન્ય એપ્સ Paytm for business, , Paytm money, Paytm mall વગેરે Google Play Store પર હજુ પણ ઉપલબ્ધ છે. જોકે હજુ Paytm તરફથી એપને Google Play Storeથી રિમૂવ કરવાને લઈ કોઈ નિવેદન નથી આવ્યું.



    આ પણ વાંચો, Agri Bill 2020: મોદી સરકારના કૃષિ કાયદામાં એવું શું છે જેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

    ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા. અમે કોઈ પણ આવી એપનું સમર્થન નથી કરતા જે કોઈ યૂઝર્સને કોઈ બીજી વેબસાઇટ પર લઈ જતી હોય. જો કોઈ એપ કોઈ આવી વેબસાઇટ પર કસ્ટમરને લઈ જાય છે જ્યાં રોકડ પુરસ્કાર જીતવા માટે કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે છે. ગૂગલ કોઈ પણ એપેન આવું કરવાની મંજૂરી નથી આપતું અને આવું કરનારા ગૂગલની નીતિઓનું ઉલ્લંઘન કરે છે.

    આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ


    Googleના Suzanne Frey, ઉપાધ્યક્ષે કહ્યું કે અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા કે કોઈ પણ આવા અનિયમિત જુગારનું સમર્થન નથી કરતા જે રમતની સટ્ટાબાજીની સુવિધા પૂરી પાડી છે.

    Paytmનો આવ્યો જવાબ

    પેટીએમે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે Paytm App ડાઉનલોડ કે અપલોડ કરવા માટે Googleના Play Store પર અસ્થાગી રીતે ઉપલબ્ધ નથી. તે ખૂબ ટૂંકા સમયમાં પરત આવી જશે. આપ સૌના નાણા પૂરી રીતે સુરક્ષિત છે અને જેમની પાસે Paytm એપ પહેલાથી જ ડાઉનલોડેડ છે તે લોકો પોતાના પેટીએમ એપને સામાન્ય રીતે યૂઝ કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published:September 18, 2020, 15:14 pm

    टॉप स्टोरीज