Home /News /tech /

Apple iPhone 12: બીગ બચત ધમાલ સેલ, ફક્ત 39,949 રૂપિયામાં ખરીદો આઈફોન 12

Apple iPhone 12: બીગ બચત ધમાલ સેલ, ફક્ત 39,949 રૂપિયામાં ખરીદો આઈફોન 12

આઈફોન 12 (પ્રતીકાત્મક તસવીર)

Big Bachat Dhamaal sale: આઈફોન 12 64GB ફોનની મૂળ કિંમત 65,900 રૂપિયા છે. હાલ ફ્લિપકાર્ટ (Flipkart) પર આ ફોન 55,999 રૂપિયામાં મળી રહ્યો છે.

    મુંબઈ: જો તમે આઈફોન 12ની ખરીદી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. ફ્લિપકાર્ટનો બિગ બચત ધમાલ સેલ (Big Bachat Dhamaal sale)માં તમે આઈફોન 12 ખૂબ સસ્તી કિંમતે ખરીદી શકો છો. આ સેલમાં તમે આઈફોન 12ના 64GB અને 128GB વેરિઅન્ટ પર 10,000 રૂપિયાની બચત કરી શકો છો. જોકે, 256GBનું વેરિઅન્ટ હાલ આ ઈ-કોમર્સ વેબસાઇટ પર નથી મળી રહ્યું. તમને જણાવી દઈએ કે આઈફોન 12 64GB ફોનની મૂળ કિંમત 65,900 રૂપિયા છે. હાલ ફ્લિપકાર્ટ (Flipkart) પર આ ફોન 55,999 રૂપિયામાં મળી રહ્યો છે. આવી જ રીતે આઈફોન 12 128GB સ્માર્ટફોન કે જેની મૂળ કિંમત 70,900 રૂપિયા છે તે હાલ 61,999 રૂપિયા પર મળી રહ્યો છે.

    જોકે, આ કિંમત હજુ પણ ઘટી શકે છે. આ માટે ગ્રાહકોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. એક્સેન્જ ઑફર પ્રમાણે તમે તમારા વર્તમાન ફોનની 16,050 રૂપિયા સુધી કિંમત મેળવી શકો છો. બીજી એક ઑફર 20% સુધી ડિસ્કાઉન્ટની છે. જેમાં ICICI Bank, IndusInd Bank અથવા State Bank of India તરફથી જાહેર કરવામાં આવેલા Amex Network Card (પ્રથમ વખત) પર ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જોકે, આ ઑફર હેઠળ મહત્તમ 300 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે.

    કેનરા બેંક ક્રેડિટ કાર્ડ પર ઑફર

    આ ઉપરાંત જો તમારી પાસે કેનરા બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો તમને 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. આ ઉપરાંત 2,119 રૂપિયાના EMIની સુવિધા પણ મેળવી શકો છો. જોકે, આ ડિવાઇઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે ઉપલબ્ધ નથી. આઈફોન 12નું 64GB અને 128GB વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર હાલ રેડ અને બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. હાલ બ્લેક કલરનું વેરિઅન્ટ આઉટ ઑફ સ્ટોક બતાવી રહ્યું છે.

    આઈફોન 12ના ફીચર્સ

    એપલ iPhone 12માં 6.1-ઇંચની HD સુપર રેટિના XDR ડિસ્પ્લે છે. આ આઇફોનમાં લેટેસ્ટ A14 બાયોનિક ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં મેગસેફ ચાર્જિંગ સપોર્ટેડ છે. કેમેરા તરીકે એપલ iPhone 12માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેના રિયર કેમેરો 12 મેગાપિક્સલનો છે, જે અલ્ટ્રા વાઇડ એંગલને સપોર્ટ કરે છે.

    આ પણ વાંચો: iPhone SE 3: આવો હશે એપલનો નવો મિડ રેન્જ ફોન, જાણો સ્પેસ, ફીચર અને અંદાજિત કિંમત વિશે

    આ સિવાય 12 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે. એપલ iPhone 12માં સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો કેમેરો છે. ફોન iOS 14 આઉટ ઓફ ધ બોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આઇફોન 12 સ્માર્ટફોન ઘણા રંગ વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Apple, Bank, Flipkart, ICICI, IPhone, ક્રેડિટ કાર્ડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन