આ ઍપથી મૉલમાં લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો

News18 Gujarati
Updated: October 23, 2019, 1:29 PM IST
આ ઍપથી મૉલમાં લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો
આ ઍપથી મોટા મૉલની સિસ્ટમમાં સારા ફેરફારો લાવી શકાય તેમ છે.

આ ઍપથી મોટા મૉલની સિસ્ટમમાં સારા ફેરફારો લાવી શકાય તેમ છે.

  • Share this:
ખરીદી કરવી એ એક જરુરી બની ગયું છે. લોકો પોતાની જરૂરિયાત મુજબ વિવિધ વસ્તુની ખરીદી કરતા હોય છે. લોકો મૉલમાં નાનામાં નાની ચીજ્વસ્તુથી લઈને મોટી ચીજવસ્તુઓની ખરીદી કરે છે. લોકો દરેક જરૂરી વસ્તુ એક જ સ્થળેથી મળી રહે તે માટે મૉલમાં ખરીદી કરતા જતા હોય છે. પરંતુ ખરીદી પછી પણ જ્યારે બિલ ચુકવણી પર લાઇનમાં ઉંભા રહેવામાં મુશ્કેલી આવે છે અને ટાઇમ પણ બગડે છે. હવે આ તમામ ઝંઝટમાંથી છૂટકારો મળી શકે તેમ છે. એક એવી ઍપ જે મોટા મૉલની સિસ્ટમમાં સારા ફેરફારો લાવી શકે તેમ છે.

ભાવનગરની જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ એક એવી અનોખી ઍપ્લિકેશન બનાવી છે જેનાથી મૉલની સિસ્ટમમાં સુધારો થઇ શકે તેમ છે. ઇ-મૉલ નામની ઍપ્લિકેશનથી આવનારા સમયમાં મોટા મૉલની સિસ્ટમમાં સારા ફેરફારો લાવી શકશે.ઈ-મૉલ ઍપની વિશેષતા

ઈ-મૉલ એ એક એવી ફોન ઍપ્લિકેશન છે જે શોપિંગ મૉલમાં કામની માત્રામાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે, સામાન્ય રીતે હાલની પરિસ્થિતિમાં ઉત્પાદનોની ચકાસણી કરવા અને ચૂકવણીની કુલ રકમની ગણતરી કરવા માટે લાઇનમાં ઉભુ રહેવું પડે છે, પરંતુ આ ઇ-મૉલ ઍપનો ઉપયોગ કરીને તમે આ ઉત્પાદનોને ખરીદતા હોય ત્યારે જ આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, પ્રક્રિયાના અંતે બિલ બને છે અને ઍપ્લિકેશન દ્વારા સીધી ચુકવણી થઈ શકે છે

ઇ-મૉલ યૂઝર્સોને તેમની જરૂરી વસ્તુઓ સ્કેન કરવામાં અને કાર્ટમાં સંખ્યાબંધ ઉત્પાદન વસ્તુઓ ઉમેરવામાં મદદ કરે છે, તમે કાર્ટને તપાસો ત્યારે તમે સીધા ઍપ્લિકેશનથી ચુકવણી અથવા ડેસ્ક પર રોકડનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકો છો.આજના સમયમાં એટલે કે ટેક્નોલોજીને કારણે લોકો પોતાના ઘરે બેઠા જ ઓનલાઇન શોપિંગ પણ કરી શકે છે. પરંતુ કેટલાક લોકો મોટા મૉલમાં જઇને શોપિંગ કરે છે.

First published: October 23, 2019, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading