Home /News /tech /Tech Innovation: ભારતમાં બનેલી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS, Android-iOS કરતા આ રીતે અલગ
Tech Innovation: ભારતમાં બનેલી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ BharOS, Android-iOS કરતા આ રીતે અલગ
BharOSએ Linux Kernel પર આધારિત છે.
BharOS: આ કારણે યુઝર્સને એવી એપ્સ પોતાના મોબાઈલમાં રાખવાની ફરજ પડતી નથી, જેની તેમને જરૂર પણ નથી. આ ફીચરના કારણે કઇ એપનો ઉપયોગ કરવો અને કયો ન કરવો તેનું નિયંત્રણ યુઝરના હાથમાં છે.
BharOS: સ્માર્ટ ફોનના યુગની શરૂઆત સાથે નવી ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવાના પ્રયાસો પણ શરૂ થયા છે. જોકે આ કામ બહુ સરળ નથી. તેમ છતાં, Android અને iOS માટે વિકલ્પોની શોધ કરવામાં આવી છે. IIT ઇન્ક્યુબેટેડ ફર્મ J&K ઓપરેશન્સે પણ તેમનો વિકલ્પ તૈયાર કર્યો છે. જેને BharOS નામ આપવામાં આવ્યું છે. જેના વિશે મોબાઈલ યુઝર્સ ઘણું જાણવા માંગે છે. આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ અત્રે આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
BharOS શું છે?
BharOS એ ગૂગલની એન્ડ્રોઇડ જેવી જ ઓપરેટિંગ સિસ્ટમ છે. જે એન્ડ્રોઇડની જેમ જ Linux Kernel પર આધારિત છે. એવું કહી શકાય કે BharOS ઉપયોગ કરવામાં Android જેવું જ છે. આ ઓપરેટિંગ સિસ્ટમની ખાસ વાત એ છે કે તમે તેને કોઈપણ એપ વિના મોબાઈલમાં મેળવી શકો છો.
આ કારણે યુઝર્સને એવી એપ્સ પોતાના મોબાઈલમાં રાખવાની ફરજ પડતી નથી, જેની તેમને જરૂર પણ નથી. આ ફીચરના કારણે કઇ એપનો ઉપયોગ કરવો અને સેનો ન કરવો તેનું નિયંત્રણ યુઝરના હાથમાં છે.
યુઝર્સને કઈ રીતે મળશે Apps
જેમ એન્ડ્રોઇડમાં એપ સ્ટોર છે, તેવી જ રીતે BharOS માં PASS નામની સુવિધા ઉપલબ્ધ થશે. જેનો અર્થ થાય છે ખાનગી એપ સ્ટોર સેવા. જેના પર એવી એપ્સ અવેલેબલ હશે જે BharOS ના સુરક્ષા અને ગોપનીયતા ધોરણોને પૂર્ણ કરે છે.
અત્યારે તે સ્પષ્ટ નથી કે તેનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે. ફર્મનું કહેવું છે કે હાલમાં કેટલીક સંસ્થાઓને તેનો ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યો છે. આ એવી સંસ્થાઓ છે કે જેની પોતાની ગોપનીયતા અને સુરક્ષા શરતો છે. જેઓ સંવેદનશીલ માહિતીને કેવી રીતે હેન્ડલ કરવી તે પણ જાણે છે.
સામાન્ય વ્યક્તિ તેનો ઉપયોગ ક્યારે કરી શકશે
હાલમાં, એ સ્પષ્ટ કર્યું નથી કે સામાન્ય વ્યક્તિઓ ક્યારે BharOS નો ઉપયોગ કરી શકશે. જોકે ફર્મે નિશ્ચિતપણે જણાવ્યું કે આ OSનું Google Pixel પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. જે બાદ આશા રાખી શકાય છે કે જલ્દી જ દરેકને આ ઓપરેટિંગ સિસ્ટમ મળી શકે છે. પરંતુ ક્યારે અને કેવી રીતે તે અત્યારે કહી શકાય તેમ નથી.
BharOS પર કઈ એપ્સ ચાલશે
એન્ડ્રોઇડ પર ચાલતી તમામ એપ્સ આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી શકશે. પરંતુ એ સ્પષ્ટ નથી કે જે એપ્સને ગૂગલ પ્લે સર્વિસની જરૂર છે તે BharOS પર કેવી રીતે કામ કરશે. આવું બિલકુલ નથી. હાલમાં સ્માર્ટ ફોન માર્કેટમાંથી એન્ડ્રોઇડનું વર્ચસ્વ ઘટાડવું મુશ્કેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર