પહેલી એપ્રિલ 2020થી દેશમાં BS-4 ગાડીઓનું વેચાણ થશે બંધ: SC

News18 Gujarati
Updated: October 25, 2018, 2:50 PM IST
પહેલી એપ્રિલ 2020થી દેશમાં BS-4 ગાડીઓનું વેચાણ થશે બંધ: SC
જસ્ટિસ ન્યાયમૂર્તિ બી લોકુરની આગેવાની હેઠળની બેંચે સ્પષ્ટતા કરી હતી કે 1 એપ્રિલ, 2020થી, સમગ્ર દેશમાં બીએસ -6 ના વાહનોનું જ વેચાણ કરી શકાશે.

જસ્ટિસ ન્યાયમૂર્તિ બી લોકુરની આગેવાની હેઠળની બેંચે સ્પષ્ટતા કરી હતી કે 1 એપ્રિલ, 2020થી, સમગ્ર દેશમાં બીએસ -6 ના વાહનોનું જ વેચાણ કરી શકાશે.

  • Share this:
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે 1 એપ્રિલ, 2020ના રોજ દેશમાં સ્ટેજ -4 (બીએસ -4) કેટેગરીની ગાડીઓનું વેચાણ થશે નહીં. કેન્દ્ર સરકારે મોટર વાહનોમાં પ્રદૂષણોના નિયમન માટે બનાવેલ છે. ભારત સ્ટેજ -6 (અથવા બીએસ -6) ઉત્સર્જન નિયમો 1 એપ્રિલ 2020થી અસરકારક રહેશે.

બીએસ -6ની ગાડીને 1 એપ્રિલ 2020થી વેચવામાં આવશે

ન્યાયમૂર્તિ મદન બી લોકુરની આગેવાની હેઠળ ત્રણ ન્યાયાધીશોની બેંચે સ્પષ્ટતા કરી હતી કે 1 એપ્રિલ, 2020થી, સમગ્ર દેશમાં બીએસ -6 અનુકુળ વાહનો વેચી શકાશે. બેંચે કહ્યું હતું કે સ્વચ્છ ઇંધણ તરફ આગળ વધવાનો સમય છે. બીએસ -4 નિયમો એપ્રિલ 2017થી દેશભરમાં લાગુ થયેલ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2016માં જાહેરાત કરી હતી કે દેશમાં બીએસ -5 નિયમોને અપનાવ્યા વગર જ 2020ના નિયમો બીએસ-6 નિયમોને અપનાવીને દેશમાં અમલમાં લાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે આ સવાલ પર વિચારણા કરી હતી કે ઓટોમોબાઈલ ઉત્પાદકોને 1 એપ્રિલ, 2020 પછી બીએસ -6 ના ધોરણો અનુરુપ વેચાણ નહીં થનારા વાહનોના વેચાણને મંજૂરી આપવી પડશે કે નહીં. આ કિસ્સામાં વકીલ ન્યાય મિત્રની ભૂમિકા નિભાવી રહેલી અધિક્કતા અપરાજિતા સિંહએ ઓટોમોબાઇલ ઉત્પાદકને 31 માર્ચ સુધી નિર્મિત 4 પૈડા વાળા વાહનોને 30 જુન 2020 સુધી વેચાણની અનુમુતિ આપવાના પગલાનો વિરોધ કર્યો હતો. જે બીએસ-6ના ધોરણોને અનુરુપ નથી.

એડિશનલ સોલિસિટર જનરલ એ.એન.એસ. નાડકર્ણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કેન્દ્ર માને છે કે ઓટો ઉત્પાદકોએ એક એપ્રિલ 2020 પછી બીએસ -4 વાહનોના સ્ટોકના વેચાણ માટે ત્રણ મહિના અને છ મહિનાનો વધુ સમય આપવો યોગ્ય છે.
First published: October 25, 2018, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading