Home /News /tech /દેશમાં આવતા વર્ષથી શરૂ થશે Car crash test, જુઓ કેવી રીતે મળશે સેફ્ટી રેટિંગ?

દેશમાં આવતા વર્ષથી શરૂ થશે Car crash test, જુઓ કેવી રીતે મળશે સેફ્ટી રેટિંગ?

સલામતી રેટિંગ માટે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ પર આધાર રાખે છે.

ભારતીય કારોના સલામતી પરીક્ષણ માટે Bharat NCAP (ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સેફ્ટી મૂલ્યાંકન માટે ભારત NCAP દ્વારા ક્રેશ ટેસ્ટ (crash test)ના આધારે રેટિંગ આપવામાં આવશે.

  ભારતમાં કારને સલામતી રેટિંગ (Car safety rating) આપવા માટે બનાવવામાં આવેલ એજન્સી Bharat NCAP (ભારત ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) આવતા વર્ષથી સ્વદેશી બનાવટના વાહનોના ક્રેશ ટેસ્ટ (Car crash test) શરૂ કરશે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય (MoRTH) એ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેને અગાઉ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે આ પરીક્ષણો આવતા વર્ષે એપ્રિલથી શરૂ થશે.

  નોટિફિકેશનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ માટેની પ્રક્રિયા શું હશે અને સેફ્ટી રેટિંગ મેળવતા પહેલા કારને કયા સ્ટેપ્સમાંથી પસાર થવું પડશે. તેમાં તે શ્રેણીઓનો પણ ઉલ્લેખ છે કે જેના માટે કારનું પરીક્ષણ કરવામાં આવશે.

  ભારત ઓટોમોબાઈલ હબ બનશે
  ગડકરીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારતીય કારના સલામતી પરીક્ષણ માટે ઇન્ડિયા NCAP (ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગડકરીએ કહ્યું હતું કે, "ભારતને વિશ્વમાં નંબર 1 ઓટોમોબાઈલ હબ બનાવવાના મિશન સાથે ભારત NCAP આપણા ઓટોમોબાઈલ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે." હાલમાં, ભારતમાં વેચાતા વાહનો સલામતી રેટિંગ મેળવવા માટે ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ પર આધાર રાખે છે.

  આ પણ વાંચો- આ છે 5 સૌથી સુરક્ષિત 7-સીટર કાર, ભારતીય કંપનીઓ સુરક્ષામાં સૌથી આગળ

  આ રીતે તમને સુરક્ષા રેટિંગ મળશે
  ગ્લોબલ NCAP ની જેમ ભારત NCAP ના સેફ્ટી ટેસ્ટ બેન્ચમાર્કને અનુસરશે. એડલ્ટ પેસેન્જર પ્રોટેક્શન, ચાઈલ્ડ પેસેન્જર પ્રોટેક્શન અને સેફ્ટી આસિસ્ટ ટેક્નોલોજીના મૂલ્યાંકન માટે ભારત NCAP દ્વારા ક્રેશ ટેસ્ટના આધારે રેટિંગ આપવામાં આવશે. વર્તમાન ભારતીય નિયમોને ધ્યાનમાં રાખીને ક્રેશ પરીક્ષણો હાથ ધરવામાં આવશે, જે કાર નિર્માતાઓને તેમના વાહનોનું ભારતની ઇન-હાઉસ પરીક્ષણ સુવિધાઓ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપશે. ક્રેશ ટેસ્ટના અંતે, India NCAP સલામતી રેટિંગ અથવા સ્ટાર રેટિંગ એકથી પાંચ સ્ટાર સુધી પ્રદાન કરશે.

  આ પણ વાંચો- ઈલેક્ટ્રીક સ્કૂટર બાદ હવે Ola લોન્ચ કરશે તેની પહેલી ઈલેક્ટ્રીક સેડાન કાર, જુઓ ક્યારે થશે લોન્ચ

  આ વાહનોનું પરીક્ષણ કરવામાં આવશે
  પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, India NCAP એ વાહનોને ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે 'સ્ટાર રેટિંગ' આપવા માટે એક પદ્ધતિ તૈયાર કરી છે. ભારત NCAP ટેસ્ટ ડ્રાઇવર સિવાયના આઠ મુસાફરો સુધીની બેઠક ક્ષમતા ધરાવતા પેસેન્જર વાહનોને લાગુ પડશે. પરીક્ષણ કરવા માટેના વાહનો ભારતમાં ઉત્પાદિત અથવા આયાત કરવા જોઈએ અને તેમનું વજન 3.5 ટનથી વધુ ન હોવું જોઈએ.ministry of road transport and highway
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Auto news, Cars, Nitin Gadkari, Safety

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन