ભાઈ બીજે પોતાની વ્હાલી બહેનને આપો બજેટ કિંમતવાળા આ શાનદાર Gadgets

ભાઈ બીજે પોતાની વ્હાલી બહેનને આપો બજેટ કિંમતવાળા આ શાનદાર Gadgets
ભાઈ બીજના દિવસે આપની બહેનને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ, જાણો ઓછી કિંમતના અનેક વિકલ્પ

ભાઈ બીજના દિવસે આપની બહેનને ખુશ કરવા માટે આપો આ ખાસ ગિફ્ટ, જાણો ઓછી કિંમતના અનેક વિકલ્પ

  • Share this:
    Happy Bhai Beej 2020: આ વર્ષે ભાઈ બીજ (Bhai Beej) 16 નવેમ્બર એટલે કે સોમવારે ઉજવવામાં આવશે. ભાઈ બીજ પર બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેની આરતી ઉતારે છે તથા તેના ઉજ્જવળ ભવિષ્ય અને લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે. તો એવામાં ભાઈ પણ પોતાની બહેનોને સારી ગિફ્ટ આપવાનો પ્લાન કરે છે. જો તમે હજુ સુધી પોતાની બહેન માટે કોઈ ગિફ્ટ નથી ખરીદી તો અમે આપને જણાવી રહ્યા છીએ ગિફ્ટ માટેના અનેક વિકલ્પ. ખાસ વાત એ છે કે તે આપના બજેટમાં પણ રહેશે અને બહેનને પણ ખુશ કરી દેશે...

    Xiaomi Power Bank 3i (કિંમત- 799 રૂપિયા)



    આજકાલ સ્માર્ટફોનની બેટરી જલ્દી ખતમ થવાની સમસ્યા સામાન્ય વાત છે. એવામાં બહેનોને પાવર બેંક આપીશે ખુશ કરી શકાય છે. શિયોમીની 10,000mAhની આ પાવર બેન્કને 800 રૂપિયાથી પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. આ ડિવાઇસ મિડનાઇટ બ્લેક અને મેટેલિક બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. આ એક મેડ ઇન ઈન્ડિયા પાવર બેન્ક છે, અને તે ડ્યૂઅલ પોટ ઇનપુટની સાથે આવે છે. 10,000mAh Mi Power Bank 3iમાં 18W અને 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, દિવાળી બાદ પણ સતત 4 દિવસ બંધ રહેશે બેંક, જતાં પહેલા ચેક કરી લો આ લિસ્ટ

    Realme Band (કિંમત- 1299 રૂપિયા)

    ટેક્નોલોજીના આ યુગમાં રિયલમી બેન્ડ સારો વિકલ્પ છે. તેમાં 0.96 ઇંચનો કલર ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. સાથોસાથ તે IP68 રેટિંગની સાથે આવે છે, જે તેને વોટર અને ડસ્ટ પ્રૂફ બનાવે છે. Realme Bandમાં 9 સપોર્ટ મોડ આપવામાં આવ્યા છે. જેમાં વોકિંગ, રનિંગની સાથે ક્રિકેડ મોડ સામેલ છે. યૂઝર્સને તેમાં 90mAhની બેટરી મળે છે, જે 7થી 10 દિવસનો બેટરી બેકઅપ આપે છે.

    Gionee Watch 5: (કિંમત- 1899 રૂપિયા)

    સ્માર્ટ વોચના વિકલ્પમાં Gionee Watch 5: પણ ગિફ્જ્ઞમાં આપી શકાય છે. આ સ્માર્ટવોચમાં હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન મોનિટર જેવા ખાસ સેન્સર આપવામાં આવ્યા છે. તેમાં 5 દિવસનો બેટરી બેકઅપ મળે છે.

    આ પણ વાંચો, પાકિસ્તાનમાં પણ ધૂમધામથી ઉજવાઈ દિવાળી, કરાચીના મંદિરમાં જોવા મળ્યો સુંદર નજારો

    Phone Cover પણ છે સારો વિકલ્પ

    ડિઝાઇનર અને કલરફુલ મોબાઇલ કવર લગાવવા મોટાભાગની યુવતીઓને પસંદ હોય છે. તો એવામાં તમે પણ પોતાની બહેનને કોઈ સારું કલરફુલ ફોન કવરનું કલેક્શન ગિફ્ટ કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published:November 15, 2020, 15:40 pm