Home /News /tech /

Best Triple Camera Smartphone: આ છે ભારતના શ્રેષ્ઠ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન, જાણો યાદીમાં કયા કયા ફોન છે સામેલ

Best Triple Camera Smartphone: આ છે ભારતના શ્રેષ્ઠ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન, જાણો યાદીમાં કયા કયા ફોન છે સામેલ

આઇફોન 13

Best Triple Camera Smartphone: જો તમે પણ ટ્રિપલ કેમેરા ફોનની શોધ કરી રહ્યાં છો, તો આજે અમે આપને જણાવીશું ટ્રિપલ કેમેરા ફોનના લિસ્ટ વિશે.

મુંબઇ. Best Triple Camera Smartphone: આજથી થોડા સમય પહેલા ટ્રિપલ રીયર કેમેરા (triple rear camera) માત્ર ફ્લેગશીપ અને હાઈ એન્ડ મોડેલ સુધી જ સીમિત હતા. જોકે, હવે તમામ કિંમતોમાં રીયર ટ્રિપલ કેમેરા (triple rear camera) સેન્સર ધરાવતા સ્માર્ટફોન (Smartphone) ઉપલબ્ધ છે. હવે બજારમાં ક્વોડ કેમેરા યુક્ત ડિવાઈસ પણ ઉપલબ્ધ છે. જો તમે પણ ટ્રિપલ કેમેરા ફોનની શોધ કરી રહ્યાં છો, તો આજે અમે આપને જણાવીશું ટ્રિપલ કેમેરા ફોનના લિસ્ટ વિશે. જાણો ભારતમાં ઉપલબ્ધ બેસ્ટ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોન (Best Triple Camera Smartphone) વિશે.

1. Apple iPhone 13 Pro- રૂ. 1,19,900

Apple iPhone 13 Proમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ કેમેરા સેટઅપમાં f/1.5 એપર્ચર સાથે 12 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા સેન્સર, f/1.8 એપર્ચર સાથે 12 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા અને f/2.8 એપર્ચર સાથે બીજો 12 મેગાપિક્સલ રીયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફ્રન્ટમાં f/2.2 એપર્ચર સાથે 12 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. આ સાથે જ સ્માર્ટફોનમાં 128GB, 256GB, 512GB અને 1TB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Apple iPhone 13 Proમાં 6.1 ઇંચની ડિસ્પ્લે સાથે એપલ A15 બાયોનિક, હેક્સા કોર ચિપ આપવામાં આવી છે સાથે જ નોન રિમૂવેબવ બેટરી પણ આપવામાં આવી છે.

2. Motorola Edge 20 Pro- Rs. 36,999

હાઈ એન્ડ Motorola Edge 20 Pro સ્માર્ટફોનમાં 144Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચની ફુલ એચડી+ એમોલ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિવાઈસની પ્રન્ટ અને બેક સાઈડમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે, આ સાથે જ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ માટે IP52 રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 870 SoC પ્રોસેસરની સાથે 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે. Motorola Edge 20 Proમાં 30W ચાર્જર સાથે 4500mAhની બેટરી આપવામાં આવી છે. ફોનમાં 108MP + 16MP + 8MP ટ્રિપલ લેન્સ પ્રાઈમરી કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

3. Xiaomi Mi 11X Pro- Rs. 39,999

Mi 11X Proમાં ક્વોલકોમ SM8350 સ્નેપડ્રેગન 888 5G ઓક્ટાકોર પ્રોસેસર સાથે 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ આપવામાં આવી છે. આ સાથે જ ફોનમાં 4520mAhની બેટરી અને 6.67 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 108MP + 8MP + 5MP પ્રાઈમરી કેમેરા અને 20MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. 108 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા સેટઅપ સાથે ફોનમાં હાઈ ક્વોલિટી ફોટો કેપ્ચર થાય છે. બજારમાં ઉપલબ્ધ ટ્રિપલ કેમેરા સ્માર્ટફોનમાં આ શ્રેષ્ઠ છે.

4. Samsung Galaxy M52 5G- Rs. 29,999

Samsung Galaxy M52 5Gમાં 6GB અને 8GB રેમ સાથે 128GB સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 6.70 ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે સાથે જ 1.8GHz ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000mAh ની બેટરી આપવામાં આવી છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 64MP + 12MP+ 5MP પ્રાઈમરી કેમેરા અને 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે.

5. Motorola Edge 20- Rs. 29,999

Motorola Edge 20માં 6.7 ઇંચની એમોલેડ ડિસ્પ્લે, ઓક્ટાકોર સ્નેપડ્રેગન 778G પ્રોસેસર સાથે 8GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે 4000mAhની બેટરી મળે છે. કેમેરા સેટઅપ પર નજર કરીએ તો આ સ્માર્ટફોનમાં 108MP + 16MP + 8MP ટ્રિપલ લેન્સ પ્રાઈમરી કેમેરા સેટઅપ અને સેલ્ફી તથા વિડીયો કોલિંગ માટે 32MP ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

6. Samsung Galaxy Note20 Ultra 5G- Rs.1,04,999

Samsung Galaxy Note20 Ultra 5Gમાં 12GB રેમ સાથે 256GB સ્ટોરેજ કેપેસિટી આપવામાં આવી છે. આ સાથે જ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.9 ઇંચની ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે, ઓક્ટાકોર Exynos 9 ઓક્ટા ચિપસેટ પ્રોસેસર અને 4500mAhની બેટરી આપવામાં આવી છે. કેમેરા સેટઅપમાં આ સ્માર્ટફોનમાં 108 MP + 12 MP + 12 MP ટ્રિપલ લેન્સ પ્રાઈમરી કેમેરા અને સેલ્ફી માટે 10 MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Fingerprint Sensor Smartphone: આ છે ભારતમાં મળતા ટોપ 10 ફિંગરપ્રિન્ટ સેન્સર મોબાઇલ

7. OnePlus 9- Rs. 49,999

OnePlus 9માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે 128GB અને 256GB સ્ટોરેજ તથા 8GB અને 12GB રેમ આપવામાં આવી છે. ફોનમાં 6.55 ઇંચની ડિસ્પ્લે અને 4500 mAhની બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં Sony IMX689 sensor સાથે 48 મેગાપિક્સલ રીયર કેમેરા, 50 મેગાપિક્સલનો 1/1.56″ Sony IMX766 અલ્ટ્રા વાઈડ કેમેરા, 8K વિડીયો રેકોર્ડિંગ અને મોનોક્રોમ સેન્સર સાથે 2 મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે. કેમેરામાં ટિલ્ટ શિફ્ટ મોડ, વિડીયો HDR અને નાઈટસ્કેપ વિડીયો 2.0 જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ છે.

8. iQOO 7 Legend 5G- Rs. 39,990

iQOO 7 Legend 5G OIS f/1.79 એપર્ચર, OIS + EIS અને LED ફ્લેશ સાથે 48MP પ્રાઈમરી કેમેરા સાથે ટ્રિપલ-કેમેરા સેટઅપ ધરાવે છે. 13MP સેકન્ડરી અલ્ટ્રા-વાઇડ કેમેરા 120-ડિગ્રી ફિલ્ડ ઑફ વ્યૂ અને f/2.2 એપર્ચર અને A અને 13MP ટેટ્રિયલ મેક્રો લેન્સ સાથે OIS, f/2.46 એપર્ચર, 2x ઓપ્ટિકલ ઝૂમ અને 20x ડિજિટલ ઝૂમ સાથે આવે છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર, 256GB સ્ટોરેજ અને 12GB રેમ આપવામાં આવી છે. આ સાથે જ ફોનમાં 6.62 ઇંચની ડિસ્પ્લે અને 4000 mAhની બેટરી પણ આપવામાં આવી છે.

9. OnePlus Nord 2 5G- Rs. 24,999

OnePlus Nord 2 5G માં મિડિયાટેક ડાયમેન્સિટી 1200 AI ઓક્ટાકોર પ્રોસેસર સાથે 256GB સ્ટોરેજ અને 12GB રેમ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં Sony IMX766 સેન્સર સાથે 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિકેસલ 119° અલ્ટ્રા વેઈડ એંગલ કેમેરા સેન્સર આપવામાં આવ્યા છે. આ સાથે જ 32 મેગાપિક્સલ સેલ્ફિ કેમેરો પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Foldable Smartphone: લોન્ચિંગ પહેલા જુઓ Oppo Find N ફોલ્ડેબલનો શાનદાર લૂક, મળી શકે છે આ ફીચર્સ

10. POCO F3 GT- Rs. 26,999

Poco F3 GT ગેમિંગ ફોન છે. આ ફોનમાં મિડીયાટેક ડાયમેન્સિટી 1200 ઓક્ટાકોર પ્રોસેસર સાથે 128GB સ્ટોરેજ અને 6GB રેમ આપવામાં આવી છે. આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેમાં 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્લસ સેકન્ડરી કેમેરા અને 2 મેગાપિક્સલ ટેટ્રિયરી સેન્સર આપવામાં આવ્યા છે. આ સાથે જ સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadget, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર